Vadodara: લક્ઝુરિયસ કાર ભાડે લઈ ગીરવે મુકતો ભેજાબાજ ઝડપાયો

પાદરા તાલુકાના ભુજ ગામનો વસીમ યુસુફ ઝડપાયો ક્રાઈમબ્રાન્ચે 81 લાખની કિંમતની 14 કાર કરી જપ્ત જૂનાગઢ, ભાવનગર, આણંદમાં કાર મૂકી હતી ગીરવે વડોદરામાં 14 કાર ગીરવે મુકનાર ભેજાબાજ ઝડપાયો છે. જેમાં લક્ઝુરિયસ કાર ભાડે લઈ ભેજાબાજ ગીરવે મુકતો હતો. પાદરા તાલુકાના ભુજ ગામનો વસીમ યુસુફ ઝડપાયો છે. તેમાં ક્રાઈમબ્રાન્ચે રૂપિયા 81 લાખની કિંમતની 14 કાર જપ્ત કરી છે. તેમાં જૂનાગઢ, ભાવનગર, આણંદમાં કાર ગીરવે મૂકી હતી.  ભાડે લીધેલી 14 કાર વગે કરનાર ભેજાબાજ ઝડપાયો ભાડે લીધેલી 14 કાર વગે કરનાર ભેજાબાજ ઝડપાયો છે. 81 લાખની કિંમતની 14 કાર સાથે ક્રાઈમ બ્રાન્ચે ભેજાબાજને ઝડપ્યો છે. પાદરા તાલુકાના ભુજ ગામમાં ભેજાબાજ રહેતો હતો. તેમાં લક્ઝરીયસ કાર ભાડે લઈ કાર ગીરવે મૂકી રોકડી કરી લેતો હતો. જેમાં જુનાગઢ, ભાવનગર, આણંદ સહિતના શહેરોમાં લક્ઝરીયસ કાર ગીરવે રાખી કમાણી કરતો હતો. આરોપી વસીમ યુસુફ નોબારની ઘનિષ્ઠ પૂછપરછ ચાલી રહી છે. જેમાં અગાઉ અમદાવાદમાં દેવુ ચૂકવવા માટે કાર માલિક પાસેથી કાર ભાડે મેળવી ગીરવે મુકવાનું મોટું કૌભાંડ સામે આવ્યું હતુ. 76 કાર પૈકી 35 કાર સાથે એક મુખ્ય આરોપીની ધરપકડ અમદાવાદ ક્રાઇમ બ્રાંચે 76 કાર પૈકી 35 કાર સાથે એક મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી. કૌભાંડના મૂળ સુધી પહોંચવા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરુ કરી હતી.જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં 25મીની જૂનના રોજ એક ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદની વિગતો મુજબ લોકસભાની ચૂંટણી અને મોટી કંપનીમાં કાર ભાડે આપવાનો મોટો કોન્ટ્રાક્ટ મળ્યો છે, તેમ જણાવી કાર માલિક પાસેથી રૂપિયા 25 હજારથી લઈને 40 હજાર સુધીનું એક મહિનાનું ભાડું આપવાનું કહીને પ્રિન્સ મિસ્ત્રી નામના શખ્સે લાલચ આપી હતી. 76 કાર માલિક પાસેથી અલગ અલગ 76 કાર મેળવી હતી. અને તમામ કાર ગીરવે મુકી રોકડી કરી હતી. તેથી ફરિયાદ નોંધાતા આરોપીની ધરપકડ કરાઇ હતી. 

Vadodara: લક્ઝુરિયસ કાર ભાડે લઈ ગીરવે મુકતો ભેજાબાજ ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પાદરા તાલુકાના ભુજ ગામનો વસીમ યુસુફ ઝડપાયો
  • ક્રાઈમબ્રાન્ચે 81 લાખની કિંમતની 14 કાર કરી જપ્ત
  • જૂનાગઢ, ભાવનગર, આણંદમાં કાર મૂકી હતી ગીરવે

વડોદરામાં 14 કાર ગીરવે મુકનાર ભેજાબાજ ઝડપાયો છે. જેમાં લક્ઝુરિયસ કાર ભાડે લઈ ભેજાબાજ ગીરવે મુકતો હતો. પાદરા તાલુકાના ભુજ ગામનો વસીમ યુસુફ ઝડપાયો છે. તેમાં ક્રાઈમબ્રાન્ચે રૂપિયા 81 લાખની કિંમતની 14 કાર જપ્ત કરી છે. તેમાં જૂનાગઢ, ભાવનગર, આણંદમાં કાર ગીરવે મૂકી હતી.

 ભાડે લીધેલી 14 કાર વગે કરનાર ભેજાબાજ ઝડપાયો

ભાડે લીધેલી 14 કાર વગે કરનાર ભેજાબાજ ઝડપાયો છે. 81 લાખની કિંમતની 14 કાર સાથે ક્રાઈમ બ્રાન્ચે ભેજાબાજને ઝડપ્યો છે. પાદરા તાલુકાના ભુજ ગામમાં ભેજાબાજ રહેતો હતો. તેમાં લક્ઝરીયસ કાર ભાડે લઈ કાર ગીરવે મૂકી રોકડી કરી લેતો હતો. જેમાં જુનાગઢ, ભાવનગર, આણંદ સહિતના શહેરોમાં લક્ઝરીયસ કાર ગીરવે રાખી કમાણી કરતો હતો. આરોપી વસીમ યુસુફ નોબારની ઘનિષ્ઠ પૂછપરછ ચાલી રહી છે. જેમાં અગાઉ અમદાવાદમાં દેવુ ચૂકવવા માટે કાર માલિક પાસેથી કાર ભાડે મેળવી ગીરવે મુકવાનું મોટું કૌભાંડ સામે આવ્યું હતુ.

76 કાર પૈકી 35 કાર સાથે એક મુખ્ય આરોપીની ધરપકડ

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે 76 કાર પૈકી 35 કાર સાથે એક મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી. કૌભાંડના મૂળ સુધી પહોંચવા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરુ કરી હતી.જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં 25મીની જૂનના રોજ એક ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદની વિગતો મુજબ લોકસભાની ચૂંટણી અને મોટી કંપનીમાં કાર ભાડે આપવાનો મોટો કોન્ટ્રાક્ટ મળ્યો છે, તેમ જણાવી કાર માલિક પાસેથી રૂપિયા 25 હજારથી લઈને 40 હજાર સુધીનું એક મહિનાનું ભાડું આપવાનું કહીને પ્રિન્સ મિસ્ત્રી નામના શખ્સે લાલચ આપી હતી. 76 કાર માલિક પાસેથી અલગ અલગ 76 કાર મેળવી હતી. અને તમામ કાર ગીરવે મુકી રોકડી કરી હતી. તેથી ફરિયાદ નોંધાતા આરોપીની ધરપકડ કરાઇ હતી.