Vadodara: મનપા બહાર 500થી વધુ હંગામી કર્મીઓના ધરણા, કાયમી ન કરતા વિરોધ
વડોદરા મહાનગર પાલિકાની બહાર 500થી વધુ હંગામી કર્મચારીઓ ધરણા પર ઉતરી ગયા છે. આજે સવારથી જ કર્મચારીઓ કોર્પોરેશન સંકુલની બહાર ધરણા કરી રહ્યા છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો મુખોટો પહેરીને ધરણા કર્યા હતા.કર્મચારીઓ દ્વારા દિવાળી અગાઉ જ પાલિકાનું નાક દબાવવાનો પ્રયાસ તહેવારો ટાણે જ પાલિકાના હંગામી કર્મચારીઓ ધરણા પર ઉતરી ગયા છે. વર્ષોથી કોન્ટ્રાકટ પર કામ કર્યું હોવા છતાં કાયમી ન કરતા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે અને દિવાળી અગાઉ જ પાલિકાનું નાક દબાવવાનો પ્રયાસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા બપોરે ભોજન લેવા માટે ઘેર જતા હતા તે સમયે તેમનો રસ્તો રોક્યો હતો. કોન્ટ્રાક્ટ બેઝની મહિલા કર્મચારીઓ મ્યુનિસિપલ કમિશનરની ગાડી આગળ બેસી ગઈ હતી અને તેમનો રસ્તો રોક્યો હતો. ત્યારે બીજી તરફ પોલીસ પણ હાથ પર હાથ ધરીને બેસી રહેલી જોવા મળી હતી. કારમાંથી ઉતરી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા પગપાળા ઘરે જવા નીકળ્યા જો કે અંતે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા કારમાંથી ઉતરીને પગપાળા ઘર તરફ જવા માટે પ્રસ્થાન કર્યું હતું અને આ દરમિયાન તેમને કોર્પોરેશનના સિક્યુરિટી કર્મચારીઓએ સાંકળ રચીને સુરક્ષા આપી હતી. આ દરમિયાન મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની પાછળ કોન્ટ્રાક્ટના કર્મચારીઓનું મોટું ટોળું સૂત્રોચાર કરતા કરતા પાછળ પડ્યું હતું. સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાનું નિવેદન ત્યારે આ સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ નિવેદન આપતા કહ્યું કે કોઈપણ સંજોગોમાં નિયમ વિરુદ્ધની માગણીનો સ્વીકાર કરવામાં આવશે નહીં. વારંવાર ધારણા પ્રદર્શન કરીને કોર્પોરેશનને બાનમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવે છે પણ જે નીતિમાં આવતું હોય તે જ થાય છે. કર્મચારીઓની નિયમ વિરૂદ્ધની કોઈ માગણીને સ્વીકારવામાં આવશે નહીં. વડોદરાના MLA કેયુર રોકડિયાએ RCC રોડ માટે મૂકી ફાઈલ કોર્પોરેશનમાં સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાએ ઈતિહાસ રચ્યો છે. એક જ દિવસમાં 8.80 કરોડના RCCના કામો મૂક્યા છે. 74 સોસાયટીમાં RCC રોડ બનાવવા માટે ફાઈલ મૂકી છે. 80 લાખની ફાળવણી પોતાની ગ્રાન્ટમાંથી રોડ માટે કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે RCC રોડ ખર્ચ માટે સરકારનો 70 ટકા ફાળો હોય છે અને કોર્પોરેશનનો 10 ટકા તથા ધારાસભ્યનો 10 ટકા ફાળો હોય છે. જેથી ધારાસભ્ય કેયુર રોકડિયાએ 10 ટકા લેખે 80 લાખ રૂપિયા ફાળવ્યા છે. તાજેતરમાં RCC રોડ માટે પશ્ચિમ ઝોનનો ઈજારો મંજૂર થયો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા મહાનગર પાલિકાની બહાર 500થી વધુ હંગામી કર્મચારીઓ ધરણા પર ઉતરી ગયા છે. આજે સવારથી જ કર્મચારીઓ કોર્પોરેશન સંકુલની બહાર ધરણા કરી રહ્યા છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો મુખોટો પહેરીને ધરણા કર્યા હતા.
કર્મચારીઓ દ્વારા દિવાળી અગાઉ જ પાલિકાનું નાક દબાવવાનો પ્રયાસ
તહેવારો ટાણે જ પાલિકાના હંગામી કર્મચારીઓ ધરણા પર ઉતરી ગયા છે. વર્ષોથી કોન્ટ્રાકટ પર કામ કર્યું હોવા છતાં કાયમી ન કરતા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે અને દિવાળી અગાઉ જ પાલિકાનું નાક દબાવવાનો પ્રયાસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યો છે.
મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા બપોરે ભોજન લેવા માટે ઘેર જતા હતા તે સમયે તેમનો રસ્તો રોક્યો હતો. કોન્ટ્રાક્ટ બેઝની મહિલા કર્મચારીઓ મ્યુનિસિપલ કમિશનરની ગાડી આગળ બેસી ગઈ હતી અને તેમનો રસ્તો રોક્યો હતો. ત્યારે બીજી તરફ પોલીસ પણ હાથ પર હાથ ધરીને બેસી રહેલી જોવા મળી હતી.
કારમાંથી ઉતરી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા પગપાળા ઘરે જવા નીકળ્યા
જો કે અંતે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા કારમાંથી ઉતરીને પગપાળા ઘર તરફ જવા માટે પ્રસ્થાન કર્યું હતું અને આ દરમિયાન તેમને કોર્પોરેશનના સિક્યુરિટી કર્મચારીઓએ સાંકળ રચીને સુરક્ષા આપી હતી. આ દરમિયાન મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની પાછળ કોન્ટ્રાક્ટના કર્મચારીઓનું મોટું ટોળું સૂત્રોચાર કરતા કરતા પાછળ પડ્યું હતું.
સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાનું નિવેદન
ત્યારે આ સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ નિવેદન આપતા કહ્યું કે કોઈપણ સંજોગોમાં નિયમ વિરુદ્ધની માગણીનો સ્વીકાર કરવામાં આવશે નહીં. વારંવાર ધારણા પ્રદર્શન કરીને કોર્પોરેશનને બાનમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવે છે પણ જે નીતિમાં આવતું હોય તે જ થાય છે. કર્મચારીઓની નિયમ વિરૂદ્ધની કોઈ માગણીને સ્વીકારવામાં આવશે નહીં.
વડોદરાના MLA કેયુર રોકડિયાએ RCC રોડ માટે મૂકી ફાઈલ
કોર્પોરેશનમાં સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાએ ઈતિહાસ રચ્યો છે. એક જ દિવસમાં 8.80 કરોડના RCCના કામો મૂક્યા છે. 74 સોસાયટીમાં RCC રોડ બનાવવા માટે ફાઈલ મૂકી છે. 80 લાખની ફાળવણી પોતાની ગ્રાન્ટમાંથી રોડ માટે કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે RCC રોડ ખર્ચ માટે સરકારનો 70 ટકા ફાળો હોય છે અને કોર્પોરેશનનો 10 ટકા તથા ધારાસભ્યનો 10 ટકા ફાળો હોય છે. જેથી ધારાસભ્ય કેયુર રોકડિયાએ 10 ટકા લેખે 80 લાખ રૂપિયા ફાળવ્યા છે. તાજેતરમાં RCC રોડ માટે પશ્ચિમ ઝોનનો ઈજારો મંજૂર થયો હતો.