Vadodara: ધારાસભ્યને અભદ્ર ઈશારો કરવો પડ્યો ભારે, વિરોધના ચક્કરમાં વેતરાયા
ક્રાઇમ બ્રાન્ચે કુલદીપ ભટ્ટ નામની વ્યક્તિની ધરપકડ કરી અભદ્ર ભાષા અને ઇશારા કરતો વીડિયો થયો હતો વાયરલ મીડિયાના ઇન્ટરવ્યૂમાં સતાધીશો સામે રોષ પ્રગટ કર્યો હતો વડોદરામાં અભદ્ર ભાષા અને ઈશારો કરતા યુવકની ધરપકડ કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાયા હતા, જેને લઈને પ્રજાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. જેને લઈને હરણી મોટનાથ ખાતે મીડિયા સમક્ષ ઈન્ટરવ્યુ આપતી વખતે કુલદીપ ભટ્ટ નામની વ્યક્તિએ મહિલા ધારાસભ્ય મનિષાબેન વકીલ સામે અભદ્ર ભાષા અને ઈશારો કર્યો હતો. જેને લઈને પોલીસે આજે તેની ધરપકડ કરી છે. ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે, સાથે ઉત્તમ બંધારણ છે. બંધારણમાં દેશના નાગરિકોને અનોખી વાણી સ્વતંત્રતા મળી છે. કેટલાય લોકો સ્વતંત્રતાનો અર્થ સ્વચ્છંદતા છે એમ સમજીને વાણી-વિલાસ કરે છે. આમ કરનારાઓની સંખ્યા મોટી છે. બેફામ લવારો કોઈને ગમતો નથી. ક્યારેક જાહેરમાં ન બોલવાના શબ્દો- વાક્યોનો પ્રયોગ થતો હોય છે, જે સાંભળવા ખટકે છે. જાહેર જીવનમાં કાર્યરત વ્યક્તિઓ આ બાબતે વધારાની છૂટ લેવામાં મોખરે છે. વડોદરામાં પૂરની સ્થિતિથી આજે સૌ કોઇ સારી રીતે વાકેફ છે. પૂરની સ્થિતિ વચ્ચે તેમને કોઇ પણ પ્રકારની સહાય ન મળી, કે નાતો કોઇ નેતા તેમના ખબરઅંતર પુછવા માટે સમય પર પહોંચ્યું હતુ. તેવામાં વડોદરાની પ્રજાએ પારો ગુમાવ્યો હતો. અને ભાજપના દરેક નેતા પર પ્રજાએ આક્રોષ ઠાલવ્યો હતો. તેવામાં એક એવી ઘટના બની, જ્યાં આક્રોષ ઠાલવતા એક યુવક ભાન ભૂલ્યાં હતા જેને લઈને ક્રાઇમ બ્રાન્ચે તેમની ધરપકડ કરી છે. ધારાસભ્યએ કોઈ કામગીરી કરી નથી તેવો રોષ ઠાલવ્યો હતો વડોદરા શહેરના હરણી વિસ્તારમાં પૂરના પાણી પ્રસરી જતી વિસ્તારના રહીશોએ ખુબ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તેવામાં સીલ્વર ઓક સોસાયટીના રહીશોની એક મીડિયા કર્મી દ્વારા તેમની વેદના જાણવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં સ્થાનિકોએ તેમના વિસ્તારના ધારાસભ્ય મનિષાબેન વકીલ સામે ખુબ રોષ ઠાલવ્યો હતો. મનિષાબેન વકીલે કોઇ કામગીરી નથી તેવા સવાલો ઉઠાવ્યાં હતા. પૂરની પરિસ્થિતિમાં એક પણ નેતા તેમને જોવા શુદ્ધા નથી આવ્યો તેવો રોષ પણ વ્યક્ત કર્યો હતો. આ સમયે કુલદીપ ભટ્ટ દ્વારા ધારાસભ્ય મનિષાબેન વકીલ સામે પોતાનો રોષ ઠાલવતા ભાન ભૂલ્યાં હતા. જોકે આ અંગેનો એક સ્થાનિક ચેનલનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો હતો. આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં ફરીયાદ થતાં આજે કુલદીપ ભટ્ટની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. જેમાં કેટલાક મીડિયા કર્મીઓને પણ ક્રાઇમ બ્રાન્ચ ખાતે બોલાવવામાં આવ્યાં હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ક્રાઇમ બ્રાન્ચે કુલદીપ ભટ્ટ નામની વ્યક્તિની ધરપકડ કરી
- અભદ્ર ભાષા અને ઇશારા કરતો વીડિયો થયો હતો વાયરલ
- મીડિયાના ઇન્ટરવ્યૂમાં સતાધીશો સામે રોષ પ્રગટ કર્યો હતો
વડોદરામાં અભદ્ર ભાષા અને ઈશારો કરતા યુવકની ધરપકડ કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાયા હતા, જેને લઈને પ્રજાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. જેને લઈને હરણી મોટનાથ ખાતે મીડિયા સમક્ષ ઈન્ટરવ્યુ આપતી વખતે કુલદીપ ભટ્ટ નામની વ્યક્તિએ મહિલા ધારાસભ્ય મનિષાબેન વકીલ સામે અભદ્ર ભાષા અને ઈશારો કર્યો હતો. જેને લઈને પોલીસે આજે તેની ધરપકડ કરી છે.
ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે, સાથે ઉત્તમ બંધારણ છે. બંધારણમાં દેશના નાગરિકોને અનોખી વાણી સ્વતંત્રતા મળી છે. કેટલાય લોકો સ્વતંત્રતાનો અર્થ સ્વચ્છંદતા છે એમ સમજીને વાણી-વિલાસ કરે છે. આમ કરનારાઓની સંખ્યા મોટી છે. બેફામ લવારો કોઈને ગમતો નથી. ક્યારેક જાહેરમાં ન બોલવાના શબ્દો- વાક્યોનો પ્રયોગ થતો હોય છે, જે સાંભળવા ખટકે છે. જાહેર જીવનમાં કાર્યરત વ્યક્તિઓ આ બાબતે વધારાની છૂટ લેવામાં મોખરે છે. વડોદરામાં પૂરની સ્થિતિથી આજે સૌ કોઇ સારી રીતે વાકેફ છે. પૂરની સ્થિતિ વચ્ચે તેમને કોઇ પણ પ્રકારની સહાય ન મળી, કે નાતો કોઇ નેતા તેમના ખબરઅંતર પુછવા માટે સમય પર પહોંચ્યું હતુ. તેવામાં વડોદરાની પ્રજાએ પારો ગુમાવ્યો હતો. અને ભાજપના દરેક નેતા પર પ્રજાએ આક્રોષ ઠાલવ્યો હતો. તેવામાં એક એવી ઘટના બની, જ્યાં આક્રોષ ઠાલવતા એક યુવક ભાન ભૂલ્યાં હતા જેને લઈને ક્રાઇમ બ્રાન્ચે તેમની ધરપકડ કરી છે.
ધારાસભ્યએ કોઈ કામગીરી કરી નથી તેવો રોષ ઠાલવ્યો હતો
વડોદરા શહેરના હરણી વિસ્તારમાં પૂરના પાણી પ્રસરી જતી વિસ્તારના રહીશોએ ખુબ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તેવામાં સીલ્વર ઓક સોસાયટીના રહીશોની એક મીડિયા કર્મી દ્વારા તેમની વેદના જાણવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં સ્થાનિકોએ તેમના વિસ્તારના ધારાસભ્ય મનિષાબેન વકીલ સામે ખુબ રોષ ઠાલવ્યો હતો. મનિષાબેન વકીલે કોઇ કામગીરી નથી તેવા સવાલો ઉઠાવ્યાં હતા. પૂરની પરિસ્થિતિમાં એક પણ નેતા તેમને જોવા શુદ્ધા નથી આવ્યો તેવો રોષ પણ વ્યક્ત કર્યો હતો. આ સમયે કુલદીપ ભટ્ટ દ્વારા ધારાસભ્ય મનિષાબેન વકીલ સામે પોતાનો રોષ ઠાલવતા ભાન ભૂલ્યાં હતા.
જોકે આ અંગેનો એક સ્થાનિક ચેનલનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો હતો. આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં ફરીયાદ થતાં આજે કુલદીપ ભટ્ટની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. જેમાં કેટલાક મીડિયા કર્મીઓને પણ ક્રાઇમ બ્રાન્ચ ખાતે બોલાવવામાં આવ્યાં હતા.