Vadodaraની ઈન્દીરા નગરીમાં ફરીથી વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા, તંત્ર જુએ સ્થિતિ

વડોદરાની ઈન્દરીરા નગરી ફરીથી જળબંબાકાર થઈ છે,વિશ્વામિત્રી નદીના પાણી નગરીમાં ફરી વળતા લોકોના ઘર સુધી આ પાણી પહોંચ્યા છે,સાથે સાથે વસાહતમાં વહેલી સવારથી પાણી ભરાઈ ગયું છે.સ્થાનિકો લારી મૂકીને તેની ઉપર બેઠા છે તેવી સ્થિતિનું સર્જન થયું છે.સ્થાનિકોનો આક્ષેપ છે કે ચોમાસાની સિઝનમાં બીજી વખત વસાહતોમાં પાણી ઘુસી ગયા છે. લોકોના ઘરમાં ઘુસ્યા પાણી વિશ્વામિત્રી નદીના પાણી લોકોના ઘરમાં સુધી પહોંચી ગયા છે,પૂરમાં જેવી સ્થિતિ હતી તેવી જ સ્થિતિનું સર્જન ફરીથી થયું છે,સ્થાનિકોનું કહેવું છે કે આખી રાત જાગ્યા છે ના તો કોઈ ધારાસભ્ય આવ્યા છે ના તો કોઈ કોર્પોરેટર આવ્યા છે,લારીમાં બેસીને આખી રાતનો ઉજાગરો કરવો પડે છે.વહેલી સવારે વસાહતમાં વધુ પાણી ઘુસી આવ્યું હતુ.પાણી ભરાઈ જતા રોગચાળો વકરે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.ઈન્દીરા નગરી એ પછાત છે માટે અહીંયા જોઈએ એટલો વિકાસ થયો નથી. આદિત્ય ઓર્બીટ સોસાયટીમાં પણ પાણી ભરાયા આદિત્ય ઓર્બીટ સોસાયટીના સ્થાનિકોનું કહેવું છે કે વર્ષોથી આ સોસાયટીમાં પાણી ભરાય છે,ચોમાસામાં તો ઘણીવાર એવી સ્થિતિનું સર્જન થાય છે કે વરસાદના પાણી સાથે ગટરના પાણી ઘરમાં ઘુસી જાય છે.તો સ્થાનિકો પાણી ભરાવાની સમસ્યાથી કંટાળી ગયા છે,વાહનચાલકોને પાણી ભરાયેલા વિસ્તારમાંથી પસાર થવાનો વારો આવતા તેમના વાહનો પણ પાણીમાં બંધ થઈ જવાની સમસ્યા સર્જાઈ છે,ત્યારે કોર્પોરેશન અને ધારાસભ્ય આ સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ લાવે તે જરૂરી છે. 157 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો રાજ્યમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. આજે અનેક તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદે રાજ્યના અનેક જિલ્લામાં પાકને નુકસાન કર્યું છે. કમોસમી વરસાદને પગલે ખેડૂતો ચિંતામાં છે. રાજ્યના તમામ 33 જિલ્લાના 233 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સુરેન્દ્રનગર જીલ્લાનાં ચૂડા તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ચુડા તાલુકામાં 14 કલાકમાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં રાજ્યના 4 તાલુકામાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે 61 તાલુકામાં 1થી 2 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે અન્ય 157 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદથી રાજ્યમાં 14 લોકોના મોત થયા છે. જ્યારે 44 પશુઓના મોતના સમાચાર સામે આવ્યા છે. આ સાથે 9 લોકો ઇજાગ્રસ્ત થયા છે.  

Vadodaraની ઈન્દીરા નગરીમાં ફરીથી વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા, તંત્ર જુએ સ્થિતિ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાની ઈન્દરીરા નગરી ફરીથી જળબંબાકાર થઈ છે,વિશ્વામિત્રી નદીના પાણી નગરીમાં ફરી વળતા લોકોના ઘર સુધી આ પાણી પહોંચ્યા છે,સાથે સાથે વસાહતમાં વહેલી સવારથી પાણી ભરાઈ ગયું છે.સ્થાનિકો લારી મૂકીને તેની ઉપર બેઠા છે તેવી સ્થિતિનું સર્જન થયું છે.સ્થાનિકોનો આક્ષેપ છે કે ચોમાસાની સિઝનમાં બીજી વખત વસાહતોમાં પાણી ઘુસી ગયા છે.

લોકોના ઘરમાં ઘુસ્યા પાણી

વિશ્વામિત્રી નદીના પાણી લોકોના ઘરમાં સુધી પહોંચી ગયા છે,પૂરમાં જેવી સ્થિતિ હતી તેવી જ સ્થિતિનું સર્જન ફરીથી થયું છે,સ્થાનિકોનું કહેવું છે કે આખી રાત જાગ્યા છે ના તો કોઈ ધારાસભ્ય આવ્યા છે ના તો કોઈ કોર્પોરેટર આવ્યા છે,લારીમાં બેસીને આખી રાતનો ઉજાગરો કરવો પડે છે.વહેલી સવારે વસાહતમાં વધુ પાણી ઘુસી આવ્યું હતુ.પાણી ભરાઈ જતા રોગચાળો વકરે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.ઈન્દીરા નગરી એ પછાત છે માટે અહીંયા જોઈએ એટલો વિકાસ થયો નથી.


આદિત્ય ઓર્બીટ સોસાયટીમાં પણ પાણી ભરાયા

આદિત્ય ઓર્બીટ સોસાયટીના સ્થાનિકોનું કહેવું છે કે વર્ષોથી આ સોસાયટીમાં પાણી ભરાય છે,ચોમાસામાં તો ઘણીવાર એવી સ્થિતિનું સર્જન થાય છે કે વરસાદના પાણી સાથે ગટરના પાણી ઘરમાં ઘુસી જાય છે.તો સ્થાનિકો પાણી ભરાવાની સમસ્યાથી કંટાળી ગયા છે,વાહનચાલકોને પાણી ભરાયેલા વિસ્તારમાંથી પસાર થવાનો વારો આવતા તેમના વાહનો પણ પાણીમાં બંધ થઈ જવાની સમસ્યા સર્જાઈ છે,ત્યારે કોર્પોરેશન અને ધારાસભ્ય આ સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ લાવે તે જરૂરી છે.

157 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો

રાજ્યમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. આજે અનેક તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદે રાજ્યના અનેક જિલ્લામાં પાકને નુકસાન કર્યું છે. કમોસમી વરસાદને પગલે ખેડૂતો ચિંતામાં છે. રાજ્યના તમામ 33 જિલ્લાના 233 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સુરેન્દ્રનગર જીલ્લાનાં ચૂડા તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ચુડા તાલુકામાં 14 કલાકમાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં રાજ્યના 4 તાલુકામાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે 61 તાલુકામાં 1થી 2 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે અન્ય 157 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદથી રાજ્યમાં 14 લોકોના મોત થયા છે. જ્યારે 44 પશુઓના મોતના સમાચાર સામે આવ્યા છે. આ સાથે 9 લોકો ઇજાગ્રસ્ત થયા છે.