TRB જવાનોને છુટા કરવાના આદેશના મામલે વિવિધ રજુઆત કરી
ટી.આર.બી જવાનોએ પોલીસ કમિશનરને આપ્યું આવેદનટી.આર.બી જવાનો ને છુટા ન કરવા કરી રજુઆતરાજ્યના 6400 જવાનો થશે પ્રભાવિત રાજ્યમાં ટ્રાફિક પોલીસ જવાનો સાથે સહાયક જવાન તરીકે ફરજ બજાવતા ટીઆરબી જવાનોને એકાએક છુટા કરી દેવાના આદેશોને લઈને ટીઆરબી જવાનોમા ભારે રોષ ફેલાયો છે અને અધિકારીઓ એ જાહેર કરેલ ફરજ મોકુફીનો હુકમ રદ્દ કરવા માંગ કરી છે. જેને પગલે રાજ્યભરમાં વિવિધ જગ્યા પર વિરોધ જોવા મળી રહ્યો છે. આ પગલે વડોદરામાં TRB જવાનોને છુટા ન કરવા પોલીસ કમિશનરને રજૂઆત કરી છે. આ માટે TRB જવાનોએ વડોદરા પોલીસ કમિશનરને આવેદન આપ્યું છે. જેની સાથે જ TRB જવાનોને મુશ્કેલી ઊભી થઈ શકે છે. વડોદરામાં 1300થી વધુ TRB જવાનો ફરજ બજાવે છે. ભાવનગર શહેરમાં ટ્રાફિક પોલીસ જવાનો સાથે મદદનીશ જવાન તરીકે ટીઆરબી જવાનો ફરજ બજાવે છે જેમાં ત્રણ કે પાંચ વર્ષ સુધી જે જવાનોએ ફરજ બજાવી છે એવા જવાનોને ફરજ મોકુફીનો મૌખિક આદેશ ઉચ્ચ અધિકારીઓ એ કરતાં ટીઆરબી જવાનોમા ભારે રોષ ફેલાયો છે સાથોસાથ આ ફરજમોકૂફી નો હુકમ રદ્દ કરવા અને છુટા કરાયેલા જવાનોને તત્કાળ ફરજ પર લેવા માંગ કરી હતી.જ્યારે વેરાવળમાં TRB જવાનોની મૌન રેલીનું આયોજન કરી પોતાનો વિરોધ નોંધાવ્યો છે. TRB જવાનોએ ફરજ મુક્ત કરવાના નિર્ણયના વિરોધમાં રેલી કાઢી હતી. વેરાવળ ટાવર ચોકથી પ્રાંત કચેરી સુધી રેલી કાઢી હતી. તેમજ પ્રાંત અધિકારી મારફતે સરકારને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમજ ફરજ મુક્ત કરવાના નિર્ણયને પાછો ખેંચવા વિનંતી કરી છે. નોંધનીય છેકે, ગુજરાતના 6400થી વધુ TRB જવાનો પ્રભાવિત થશે

- ટી.આર.બી જવાનોએ પોલીસ કમિશનરને આપ્યું આવેદન
- ટી.આર.બી જવાનો ને છુટા ન કરવા કરી રજુઆત
- રાજ્યના 6400 જવાનો થશે પ્રભાવિત
રાજ્યમાં ટ્રાફિક પોલીસ જવાનો સાથે સહાયક જવાન તરીકે ફરજ બજાવતા ટીઆરબી જવાનોને એકાએક છુટા કરી દેવાના આદેશોને લઈને ટીઆરબી જવાનોમા ભારે રોષ ફેલાયો છે અને અધિકારીઓ એ જાહેર કરેલ ફરજ મોકુફીનો હુકમ રદ્દ કરવા માંગ કરી છે. જેને પગલે રાજ્યભરમાં વિવિધ જગ્યા પર વિરોધ જોવા મળી રહ્યો છે.
આ પગલે વડોદરામાં TRB જવાનોને છુટા ન કરવા પોલીસ કમિશનરને રજૂઆત કરી છે. આ માટે TRB જવાનોએ વડોદરા પોલીસ કમિશનરને આવેદન આપ્યું છે. જેની સાથે જ TRB જવાનોને મુશ્કેલી ઊભી થઈ શકે છે. વડોદરામાં 1300થી વધુ TRB જવાનો ફરજ બજાવે છે.
ભાવનગર શહેરમાં ટ્રાફિક પોલીસ જવાનો સાથે મદદનીશ જવાન તરીકે ટીઆરબી જવાનો ફરજ બજાવે છે જેમાં ત્રણ કે પાંચ વર્ષ સુધી જે જવાનોએ ફરજ બજાવી છે એવા જવાનોને ફરજ મોકુફીનો મૌખિક આદેશ ઉચ્ચ અધિકારીઓ એ કરતાં ટીઆરબી જવાનોમા ભારે રોષ ફેલાયો છે સાથોસાથ આ ફરજમોકૂફી નો હુકમ રદ્દ કરવા અને છુટા કરાયેલા જવાનોને તત્કાળ ફરજ પર લેવા માંગ કરી હતી.
જ્યારે વેરાવળમાં TRB જવાનોની મૌન રેલીનું આયોજન કરી પોતાનો વિરોધ નોંધાવ્યો છે. TRB જવાનોએ ફરજ મુક્ત કરવાના નિર્ણયના વિરોધમાં રેલી કાઢી હતી. વેરાવળ ટાવર ચોકથી પ્રાંત કચેરી સુધી રેલી કાઢી હતી. તેમજ પ્રાંત અધિકારી મારફતે સરકારને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમજ ફરજ મુક્ત કરવાના નિર્ણયને પાછો ખેંચવા વિનંતી કરી છે. નોંધનીય છેકે, ગુજરાતના 6400થી વધુ TRB જવાનો પ્રભાવિત થશે