Surendranagar: લખતર બજરંગપુરા ખાતે વીજ પોલ 1 અઠવાડિયાથી તૂટેલી હાલતમાં, અકસ્માતનો ભય
સુરેન્દ્રનગરના લખતરના બજરંગપુરા ખાતે PGVCLનો વીજ પોલ વાહનની ટક્કરથી તૂટી જતા છેલ્લા એક અઠવાડિયાથી તૂટેલી હાલતમાં છે. ગામના મુખ્ય બજારમાં તૂટેલા વીજ પોલના કારણે અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે.વાહન ચાલક દ્વારા વીજ પોલને ટક્કર મારતા PGVCLના વીજ પોલને નુકસાન પહોંચ્યું ત્યારે સુરત અને રાજકોટમાં બની હતી તેવી ફાયરની મોટી દુર્ઘટના ના સર્જાય અને જીવંત તાર કોઈ માણસ ઉપર ના પડે તે માટે ઝડપથી કાર્યવાહી કરવા માટે ગ્રામજન માગ કરી રહ્યા છે. વાહન ચાલક દ્વારા વીજ પોલને ટક્કર મારતા PGVCLના વીજ પોલને નુકસાન પહોંચ્યું હતું. વાહન ચાલકે PGVCLની ઓફિસમાં એક વીક પહેલા નવા વીજ પોલ માટે નાણા ભર્યા છતાં વીજ પોલ નાખવામાં આવ્યો નહતો. કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની? બજરંગપુરા સરપંચ દ્વારા એક અઠવાડિયા પહેલા PGVCL અને જીઈબીને જાણ કરવામાં આવી હતી અને વીજ પોલના નાણાં ભર્યા હોવા છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી. બજરંગપુરા સરપંચ દ્વારા PGVCLના અધિકારીને નવા વીજ પોલ પણ નાખવા માટે તેમજ આ વીજ પોલ દ્વારા કોઈ ઘટના ઘટે તો તેની જવાબદારી પીજીવીસીએલની રહે છે તેવું જણાવ્યું છતાં વીજ પોલ નાખવામાં આવ્યો નથી અને કોઈ કાર્યવાહી પણ કરવામાં આવી નથી. અનેક ગામડાઓમાં ભારે વરસાદથી ઘણા વીજ પોલ ધરાશાયી ઉલ્લેખનીય છે કે પીજીવીસીએલના અનેક વીજ પોલ ઘણા તાલુકાના ગામડાઓમાં ભારે વરસાદ તેમજ લાપરવાહીના કારણે ભાંગી ગયા છે તેમજ પડી જવા છતાં આજ દિવસ સુધી અનેકો ગામડાની અંદર PGVCL દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવી નથી. પીજીવીસીએલની બેદરકારીના કારણે અનેક જગ્યાએ વીજ પોલ તેમજ વાયરના કારણે અકસ્માત થવાની સંભાવના સેવાઈ રહી છે. 28 ઓગસ્ટે જૂનાગઢમાં 14 વીજપોલ, 1 ટ્રાન્સફોર્મર ધરાશાયી થતાં અનેક ગામડાઓમાં અંધારપટ છવાયો હતો તમને જણાવી દઈએ કે 28 ઓગસ્ટે જૂનાગઢ સહિત રાજ્યમાં ભારે વરસાદ વરસ્યો હતો અને જેના કારણે જૂનાગઢમાં 14 વીજ પોલ અને 1 ટ્રાન્સફોર્મર ધરાશાયી થયા હતા. જેના કારણે અનેક ગામડાઓમાં અંધારપટ છવાયો હતો અને તેના કારણે પીજીવીસીએલને આશરે 2 લાખ રૂપિયાથી વધુનું નૂકસાન થયું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગરના લખતરના બજરંગપુરા ખાતે PGVCLનો વીજ પોલ વાહનની ટક્કરથી તૂટી જતા છેલ્લા એક અઠવાડિયાથી તૂટેલી હાલતમાં છે. ગામના મુખ્ય બજારમાં તૂટેલા વીજ પોલના કારણે અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે.
વાહન ચાલક દ્વારા વીજ પોલને ટક્કર મારતા PGVCLના વીજ પોલને નુકસાન પહોંચ્યું
ત્યારે સુરત અને રાજકોટમાં બની હતી તેવી ફાયરની મોટી દુર્ઘટના ના સર્જાય અને જીવંત તાર કોઈ માણસ ઉપર ના પડે તે માટે ઝડપથી કાર્યવાહી કરવા માટે ગ્રામજન માગ કરી રહ્યા છે. વાહન ચાલક દ્વારા વીજ પોલને ટક્કર મારતા PGVCLના વીજ પોલને નુકસાન પહોંચ્યું હતું. વાહન ચાલકે PGVCLની ઓફિસમાં એક વીક પહેલા નવા વીજ પોલ માટે નાણા ભર્યા છતાં વીજ પોલ નાખવામાં આવ્યો નહતો.
કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની?
બજરંગપુરા સરપંચ દ્વારા એક અઠવાડિયા પહેલા PGVCL અને જીઈબીને જાણ કરવામાં આવી હતી અને વીજ પોલના નાણાં ભર્યા હોવા છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી. બજરંગપુરા સરપંચ દ્વારા PGVCLના અધિકારીને નવા વીજ પોલ પણ નાખવા માટે તેમજ આ વીજ પોલ દ્વારા કોઈ ઘટના ઘટે તો તેની જવાબદારી પીજીવીસીએલની રહે છે તેવું જણાવ્યું છતાં વીજ પોલ નાખવામાં આવ્યો નથી અને કોઈ કાર્યવાહી પણ કરવામાં આવી નથી.
અનેક ગામડાઓમાં ભારે વરસાદથી ઘણા વીજ પોલ ધરાશાયી
ઉલ્લેખનીય છે કે પીજીવીસીએલના અનેક વીજ પોલ ઘણા તાલુકાના ગામડાઓમાં ભારે વરસાદ તેમજ લાપરવાહીના કારણે ભાંગી ગયા છે તેમજ પડી જવા છતાં આજ દિવસ સુધી અનેકો ગામડાની અંદર PGVCL દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવી નથી. પીજીવીસીએલની બેદરકારીના કારણે અનેક જગ્યાએ વીજ પોલ તેમજ વાયરના કારણે અકસ્માત થવાની સંભાવના સેવાઈ રહી છે.
28 ઓગસ્ટે જૂનાગઢમાં 14 વીજપોલ, 1 ટ્રાન્સફોર્મર ધરાશાયી થતાં અનેક ગામડાઓમાં અંધારપટ છવાયો હતો
તમને જણાવી દઈએ કે 28 ઓગસ્ટે જૂનાગઢ સહિત રાજ્યમાં ભારે વરસાદ વરસ્યો હતો અને જેના કારણે જૂનાગઢમાં 14 વીજ પોલ અને 1 ટ્રાન્સફોર્મર ધરાશાયી થયા હતા. જેના કારણે અનેક ગામડાઓમાં અંધારપટ છવાયો હતો અને તેના કારણે પીજીવીસીએલને આશરે 2 લાખ રૂપિયાથી વધુનું નૂકસાન થયું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી.