Surat Rain: 300થી વધુ લોકો વરસાદી પાણીમાં ફસાયા, SDRF દ્વારા રેસ્ક્યુ કરાયુ

માંગરોળના લીંબાડા ગામે ભાઠા ફળીયામાં 300થી વધુ લોકો ફસાયાસુરત ગ્રામ્યમાં SDRF દ્વારા રેસ્ક્યુ કામગીરી શરૂ કરાઈ કીમ નદીના પાણી ફરી વળતા લોકો ફસાયા સુરત જિલ્લામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. છેલ્લા 2-3 દિવસથી સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના તમામ વિસ્તારમાં હવામાન વિભાગની આગાહી મુજબ ભારે વરસાદ વરસી રહ્યો છે. નીચાણવાળા તમામ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે અને લોકોને અવર જવર કરવામાં પણ મોટી મુશ્કેલી થઈ રહી છે. SDRF દ્વારા રેસ્ક્યુ કામગીરી શરૂ કરાઈ ત્યારે સુરત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી પાણીના કારણે અનેક લોકો ફસાયા છે અને SDRFની ટીમ દ્વારા કેટલીક જગ્યાઓ પર રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યા છે. માંગરોળના લીંબાડા ગામે પણ SDRF દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ છે. કિમ નદીના પાણી ગામમાં ફરી વળતા ભાઠા ફળિયામાં 300થી વધુ લોકો ફસાયા છે અને તેમને બચાવવા માટે SDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી કરવામાં આવી રહી છે. ધારાસભ્ય ગણપત વસાવા, પ્રાંત અધિકારી ,મામલતદાર ઘટના સ્થળે ત્યારે 300થી વધુ લોકો ભાઠા ફળીયામાં ફસાયા હોવાની જાણકારી મળવાની સાથે જ ધારાસભ્ય ગણપત વસાવા અને પ્રાંત અધિકારી તથા મામલતદાર ઘટનાસ્થળે પહોંચ્યા છે અને SDRF દ્વારા રેસ્કયુની કામગીરી શરૂ કરવામાં આવી છે અને મોટાભાગના તમામ લોકોને બચાવીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આમલી ડેમ ભયજનક સપાટીએ સુરત જિલ્લાના માંડવી ખાતે આવેલો આમલી ડેમ ભયજનક સપાટીએ પહોંચ્યો, જેના કારણે ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે અને પાણીને નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમની કુલ જળ સપાટી 115 મીટર છે તો હાલ ડેમ 113 મીટરની જળ સપાટીએ પહોંચ્યો છે. ડેમના 6 દરવાજા ખોલી 6132 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે, ડેમની નજીક 27 જેટલા ગામ આવેલા છે, આ તમામ ગામોના સ્થાનિકોને એલર્ટ કરવામાં આવ્યા છે, તેમજ ડેમ વિસ્તાર તરફ ન જવા સૂચના આપવામાં આવી છે. માછીમારોને પણ ડેમ તરફ ન જવા માટે સૂચના આપવામાં આવી છે, તંત્ર પણ ઘટના સ્થળે પહોંચ્યું છે અને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યું છે.

Surat Rain: 300થી વધુ લોકો વરસાદી પાણીમાં ફસાયા, SDRF દ્વારા રેસ્ક્યુ કરાયુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • માંગરોળના લીંબાડા ગામે ભાઠા ફળીયામાં 300થી વધુ લોકો ફસાયા
  • સુરત ગ્રામ્યમાં SDRF દ્વારા રેસ્ક્યુ કામગીરી શરૂ કરાઈ
  • કીમ નદીના પાણી ફરી વળતા લોકો ફસાયા

સુરત જિલ્લામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. છેલ્લા 2-3 દિવસથી સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના તમામ વિસ્તારમાં હવામાન વિભાગની આગાહી મુજબ ભારે વરસાદ વરસી રહ્યો છે. નીચાણવાળા તમામ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે અને લોકોને અવર જવર કરવામાં પણ મોટી મુશ્કેલી થઈ રહી છે.

SDRF દ્વારા રેસ્ક્યુ કામગીરી શરૂ કરાઈ

ત્યારે સુરત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી પાણીના કારણે અનેક લોકો ફસાયા છે અને SDRFની ટીમ દ્વારા કેટલીક જગ્યાઓ પર રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યા છે. માંગરોળના લીંબાડા ગામે પણ SDRF દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ છે. કિમ નદીના પાણી ગામમાં ફરી વળતા ભાઠા ફળિયામાં 300થી વધુ લોકો ફસાયા છે અને તેમને બચાવવા માટે SDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી કરવામાં આવી રહી છે.

ધારાસભ્ય ગણપત વસાવા, પ્રાંત અધિકારી ,મામલતદાર ઘટના સ્થળે

ત્યારે 300થી વધુ લોકો ભાઠા ફળીયામાં ફસાયા હોવાની જાણકારી મળવાની સાથે જ ધારાસભ્ય ગણપત વસાવા અને પ્રાંત અધિકારી તથા મામલતદાર ઘટનાસ્થળે પહોંચ્યા છે અને SDRF દ્વારા રેસ્કયુની કામગીરી શરૂ કરવામાં આવી છે અને મોટાભાગના તમામ લોકોને બચાવીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

આમલી ડેમ ભયજનક સપાટીએ

સુરત જિલ્લાના માંડવી ખાતે આવેલો આમલી ડેમ ભયજનક સપાટીએ પહોંચ્યો, જેના કારણે ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે અને પાણીને નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમની કુલ જળ સપાટી 115 મીટર છે તો હાલ ડેમ 113 મીટરની જળ સપાટીએ પહોંચ્યો છે. ડેમના 6 દરવાજા ખોલી 6132 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે, ડેમની નજીક 27 જેટલા ગામ આવેલા છે, આ તમામ ગામોના સ્થાનિકોને એલર્ટ કરવામાં આવ્યા છે, તેમજ ડેમ વિસ્તાર તરફ ન જવા સૂચના આપવામાં આવી છે. માછીમારોને પણ ડેમ તરફ ન જવા માટે સૂચના આપવામાં આવી છે, તંત્ર પણ ઘટના સ્થળે પહોંચ્યું છે અને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યું છે.