Surat માં જુડવા બાળકોના જન્મ બાદ માતાનું મોત, તબીબની બેદરકારીનો પરિવારનો આક્ષેપ...
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં એક અત્યંત દુઃખદ અને ચિંતાજનક ઘટના સામે આવી છે, જ્યાં ગર્ભવતી મહિલાનું મોત થતાં તેના પરિવારજનોએ સદવિચાર હોસ્પિટલના તબીબ પર ગંભીર બેદરકારીના આક્ષેપો લગાવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મહિલાએ જુડવા બાળકોને જન્મ આપ્યા બાદ થોડા સમયમાં જ તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાથી શોકમાં ડૂબેલા પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો છે.
બેદરકારીનો ભોગ?
પરિવારજનોએ તબીબની બેદરકારીને કારણે જ મહિલાનું મોત થયું હોવાનું જણાવીને મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. ન્યાયની માંગણી સાથે પરિવારજનો હોસ્પિટલ સામે અડગ રહ્યા હતા. ત્યારબાદ, સમગ્ર મામલે સાચું કારણ જાણવા માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે. પરિવારજનોએ પોલીસ પાસે ન્યાય અને દોષિત ડૉક્ટર સામે કડક કાર્યવાહીની માંગણી કરી છે.
આ પણ વાંચો : Navsari ના સિમલક ગામે ધો. 10 ના વિદ્યાર્થીને શિક્ષકે બેરહમીથી માર માર્યો, શરીર પર સોજા અને ઈજાના નિશાન
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

