Surat: મહિલાની છેડતી મામલે સમાધાનમાં મધ્યસ્થી બનેલા યુવક પર હુમલો

સુરતના અમરોલી વિસ્તારની મધુવન સોસાયટીમાં રહેતી મહિલાની છેડતી મામલે સમાધાનમાં મધ્યસ્થી બનેલા યુવક પર માથાભારે ટોળકીએ તલવાર વડે હુમલો કરીને હાથનું કાંડું કાપી નાખ્યું હતું. પોલીસે તપાસ હાથ ધરીને 3 હુમલાખોરોને ઝડપી લીધા જ્યારે તેને બચાવવા ગયેલા 2 યુવાનોને ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા. બનાવ અંગે અમરોલી પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરીને ત્રણ હુમલાખોરોની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ છાપરાભાઠા રોડ ઉપરની મધુવન સોસાયટીમાં રહેતી મહિલાની નજીક રહેતા ઈરફાન કરામત શેખ નામના યુવાને છેડતી કરી હતી. આ ઉપરાંત મહિલાના ઘરની બારીની તોડફોડ કરી હતી. આ બનાવમાં સમાધાન થયું હતું. સમાધાનમાં મધ્યસ્તથી બનેલા વ્યક્તિ પર થયો હુમલો ત્યારે સમાધાનમાં મધ્યસ્થી બનેલા વિશાલ સતીષભાઈ દેવમોરારી પર મધુવન સોસાયટીમાં રહેતા યુનુસ, સિકંદર, ઈમરાન, ઈરફાન, ઈસ્લામ અને ઉસ્માન સહિતે તલવાર વડે હુમલો કર્યો હતો. માથાભારે યુસુફે વિશાલના ડાબા હાથના કાંડાના ભાગે તલવારનો ઘા મારી કાપી નાખ્યું હતું, તેમજ મયૂર સોલંકીને ચપ્પુના ઘા મારતા ઈજા થઈ હતી. જ્યારે હુમલામાં બચાવવા ગયેલા હાર્દિકને પેટ અને પીઠના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારીને લોહીલુહાણ કર્યો હતો. ત્યારે ઈજાગ્રસ્તોને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. હુમલાના બનાવમાં કાર લે-વેચના વ્યવસાયકાર મયૂર જંયતીલાલ સોલંકીએ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઈજાગ્રસ્ત વિશાલ દેવમુરારી પણ કાર લે-વેચનો ધંધો કરતો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે હુમલાખોરો સામે ગુનો નોંધ્યો મહિલાની છેડતી કર્યા પછી સમાધાનના બહાને બોલાવીને મધુવન સોસાયટીમાં રહેતા યુનુસ કરામત શેખ, સિકંદર શેખ, ઇમરાન શેખ, ઈરફાન ઉર્ફે પિન્ટુ શેખ, ઈસ્લામ શેખ, ઉસ્માન સહિતે વિશાલ, મયૂર અને હાર્દિક ઉપર હુમલો કરતાં પીઆઈ જયદીપસિંહ વનારે સ્ટાફ સાથે તાત્કાલિક દોડી જઈને હુમલાખોરો સામે ગુનો નોંધ્યો હતો. જેમાં ત્રણની ધરપકડ કરી હતી. જ્યારે યુનુસ અને સિકંદર સહિત 3 લોકો ભાગી છૂટતા તે લોકોની શોધખોળ હાથ ધરી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 111 અને એટ્રોસિટી એક્ટનો ઉમેરો કર્યો હતો.

Surat: મહિલાની છેડતી મામલે સમાધાનમાં મધ્યસ્થી બનેલા યુવક પર હુમલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતના અમરોલી વિસ્તારની મધુવન સોસાયટીમાં રહેતી મહિલાની છેડતી મામલે સમાધાનમાં મધ્યસ્થી બનેલા યુવક પર માથાભારે ટોળકીએ તલવાર વડે હુમલો કરીને હાથનું કાંડું કાપી નાખ્યું હતું.

પોલીસે તપાસ હાથ ધરીને 3 હુમલાખોરોને ઝડપી લીધા

જ્યારે તેને બચાવવા ગયેલા 2 યુવાનોને ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા. બનાવ અંગે અમરોલી પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરીને ત્રણ હુમલાખોરોની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ છાપરાભાઠા રોડ ઉપરની મધુવન સોસાયટીમાં રહેતી મહિલાની નજીક રહેતા ઈરફાન કરામત શેખ નામના યુવાને છેડતી કરી હતી. આ ઉપરાંત મહિલાના ઘરની બારીની તોડફોડ કરી હતી. આ બનાવમાં સમાધાન થયું હતું.

સમાધાનમાં મધ્યસ્તથી બનેલા વ્યક્તિ પર થયો હુમલો

ત્યારે સમાધાનમાં મધ્યસ્થી બનેલા વિશાલ સતીષભાઈ દેવમોરારી પર મધુવન સોસાયટીમાં રહેતા યુનુસ, સિકંદર, ઈમરાન, ઈરફાન, ઈસ્લામ અને ઉસ્માન સહિતે તલવાર વડે હુમલો કર્યો હતો. માથાભારે યુસુફે વિશાલના ડાબા હાથના કાંડાના ભાગે તલવારનો ઘા મારી કાપી નાખ્યું હતું, તેમજ મયૂર સોલંકીને ચપ્પુના ઘા મારતા ઈજા થઈ હતી. જ્યારે હુમલામાં બચાવવા ગયેલા હાર્દિકને પેટ અને પીઠના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારીને લોહીલુહાણ કર્યો હતો.

ત્યારે ઈજાગ્રસ્તોને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. હુમલાના બનાવમાં કાર લે-વેચના વ્યવસાયકાર મયૂર જંયતીલાલ સોલંકીએ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઈજાગ્રસ્ત વિશાલ દેવમુરારી પણ કાર લે-વેચનો ધંધો કરતો હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે હુમલાખોરો સામે ગુનો નોંધ્યો

મહિલાની છેડતી કર્યા પછી સમાધાનના બહાને બોલાવીને મધુવન સોસાયટીમાં રહેતા યુનુસ કરામત શેખ, સિકંદર શેખ, ઇમરાન શેખ, ઈરફાન ઉર્ફે પિન્ટુ શેખ, ઈસ્લામ શેખ, ઉસ્માન સહિતે વિશાલ, મયૂર અને હાર્દિક ઉપર હુમલો કરતાં પીઆઈ જયદીપસિંહ વનારે સ્ટાફ સાથે તાત્કાલિક દોડી જઈને હુમલાખોરો સામે ગુનો નોંધ્યો હતો. જેમાં ત્રણની ધરપકડ કરી હતી. જ્યારે યુનુસ અને સિકંદર સહિત 3 લોકો ભાગી છૂટતા તે લોકોની શોધખોળ હાથ ધરી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 111 અને એટ્રોસિટી એક્ટનો ઉમેરો કર્યો હતો.