Suratમા ફાફડા-જલેબી ખરીદવા સુરતી લાલાઓએ લગાવી લાઈન, ભાવમાં 30 ટકાનો વધારો થયો

સમગ્ર ગુજરાતમાં નવરાત્રિનો પર્વ ધામધૂમથી ઉજવાયો છે તેની વચ્ચે આજે દશેરાનો પર્વ છે ત્યારે વહેલી સવારથી લોકો ફાફડા,જલેબી,ગાંઠીયાની લિજ્જત માણવા માટે ઉમટી પડયા છે.સુરતમાં વહેલી સવારથી ફાફડા,જલેબી ખરીદવા લોકોએ ફરસાણની દુકાનમાં લાંબી લાઈનો લગાવી છે,ત્યારે સુરતીઓ આજે લાખો રૂપિયાના ફાફડા,જલેબી ઝાપટી જશે. સાંજે થશે રાવણ દહન સુરતમાં સાંજે રાવણ દહન કરવામાં આવશે,સુરતના અલગ-અલગ વિસ્તારમાં રાવણ દહન કરવામાં આવશે તેમજ વેસુ રામ લીલા મેદાનમાં 65 ફૂટ ઉંચા રાવણનું દહન કરવામાં આવશે,સુરતના અલગ-અલગ વિસ્તારોમાં વહેલી સવારથી લોકો ફાફડા-જલેબીની ખરીદી કરવા માટે ઉમટી પડયા છે.ત્યારે આજે સુરતીઓ લોચો અને ફાફડની લિજ્જત માણશે,આ વખતે સુરતમાં ફાફડા-જલેબીને લઈને ભાવમાં 30 ટકાનો વધારો થયો છે,તેમ છત્તા લોકો દશેરા પર્વની ઉજવણી ફાફડા-જલેબી ખાઈને કરશે. રાજકોટ - અમદાવાદ - સુરત - વડોદરામાં થશે મોટો વેપાર આવતીકાલે ભારત શહેરમાં દશેરાની ઉજવણી થશે,દશેરાના દિવસે જલેબી - ફાફડા ગાંઠીયા ખાવાની રિવાજ છે. ગુજરાતના લોકો કાલે અંદાજે 4 કરોડના જલેબી - ગાંઠીયા ઝાપટી જશે તેવો અંદાજ છે 4 મુખ્ય શહેરોમાં જ 1 લાખ કિલો જલેબી - ફાફડાનું વેચાણ થશે તેવું માનવામાં આવે છે, વિવિધ શહેરોમાં ફાફડા ગાઠીયાનો ભાવ 400 થી 800 રૂપિયા કિલોની વચ્ચે રહેતો હોય છે.તો 1 કિલો જલેબીનો ભાવ રૂપિયા 500થી લઈને 800 સુધીનો રહેતો હોય છે. આ લોકવાયકા છે દશેરામાં ફાફડા-જલેબી ખાવાની દશેરાના દિવસે ફાફડા અને જલેબી ખાવાના જુદા જુદા કારણો છે. એક માન્યતા એવી છે કે ભગવાન શ્રીરામને જલેબી ખૂબ જ ભાવતી હતી. રામાયણ કાળમાં જલેબીને શાશકૌલી કહેવામાં આવતી હતી. જલેબીની વાત તો જાણી? હવે સવાલ થાય કે ફાફડા જ કેમ ખવાય છે સાથે.. કારણ એ છે કે જલેબી ખૂબ ગળી હોય છે, જલેબી ખૂબ ગળી હોય છે જે એકલી ખાઈ શકાતી નથી. ખાસ કરીને ગુજરાતમાં ગળ્યા સાથે ફરસાણ ખાવાની પરંપરા છે, વર્ષો પહેલા આ રીતે જલેબી સાથે ફાફડા ગોઠવાઈ ગયા. આ રીતે જ દશેરાના દિવસે જલેબી સાથે ફાફડા ખાવાની પરંપરા શરૂ થઈ અને તે હજી જળવાઈ રહી છે.  

Suratમા ફાફડા-જલેબી ખરીદવા સુરતી લાલાઓએ લગાવી લાઈન, ભાવમાં 30 ટકાનો વધારો થયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સમગ્ર ગુજરાતમાં નવરાત્રિનો પર્વ ધામધૂમથી ઉજવાયો છે તેની વચ્ચે આજે દશેરાનો પર્વ છે ત્યારે વહેલી સવારથી લોકો ફાફડા,જલેબી,ગાંઠીયાની લિજ્જત માણવા માટે ઉમટી પડયા છે.સુરતમાં વહેલી સવારથી ફાફડા,જલેબી ખરીદવા લોકોએ ફરસાણની દુકાનમાં લાંબી લાઈનો લગાવી છે,ત્યારે સુરતીઓ આજે લાખો રૂપિયાના ફાફડા,જલેબી ઝાપટી જશે.

સાંજે થશે રાવણ દહન

સુરતમાં સાંજે રાવણ દહન કરવામાં આવશે,સુરતના અલગ-અલગ વિસ્તારમાં રાવણ દહન કરવામાં આવશે તેમજ વેસુ રામ લીલા મેદાનમાં 65 ફૂટ ઉંચા રાવણનું દહન કરવામાં આવશે,સુરતના અલગ-અલગ વિસ્તારોમાં વહેલી સવારથી લોકો ફાફડા-જલેબીની ખરીદી કરવા માટે ઉમટી પડયા છે.ત્યારે આજે સુરતીઓ લોચો અને ફાફડની લિજ્જત માણશે,આ વખતે સુરતમાં ફાફડા-જલેબીને લઈને ભાવમાં 30 ટકાનો વધારો થયો છે,તેમ છત્તા લોકો દશેરા પર્વની ઉજવણી ફાફડા-જલેબી ખાઈને કરશે.


રાજકોટ - અમદાવાદ - સુરત - વડોદરામાં થશે મોટો વેપાર

આવતીકાલે ભારત શહેરમાં દશેરાની ઉજવણી થશે,દશેરાના દિવસે જલેબી - ફાફડા ગાંઠીયા ખાવાની રિવાજ છે. ગુજરાતના લોકો કાલે અંદાજે 4 કરોડના જલેબી - ગાંઠીયા ઝાપટી જશે તેવો અંદાજ છે 4 મુખ્ય શહેરોમાં જ 1 લાખ કિલો જલેબી - ફાફડાનું વેચાણ થશે તેવું માનવામાં આવે છે, વિવિધ શહેરોમાં ફાફડા ગાઠીયાનો ભાવ 400 થી 800 રૂપિયા કિલોની વચ્ચે રહેતો હોય છે.તો 1 કિલો જલેબીનો ભાવ રૂપિયા 500થી લઈને 800 સુધીનો રહેતો હોય છે.

આ લોકવાયકા છે દશેરામાં ફાફડા-જલેબી ખાવાની

દશેરાના દિવસે ફાફડા અને જલેબી ખાવાના જુદા જુદા કારણો છે. એક માન્યતા એવી છે કે ભગવાન શ્રીરામને જલેબી ખૂબ જ ભાવતી હતી. રામાયણ કાળમાં જલેબીને શાશકૌલી કહેવામાં આવતી હતી. જલેબીની વાત તો જાણી? હવે સવાલ થાય કે ફાફડા જ કેમ ખવાય છે સાથે.. કારણ એ છે કે જલેબી ખૂબ ગળી હોય છે, જલેબી ખૂબ ગળી હોય છે જે એકલી ખાઈ શકાતી નથી. ખાસ કરીને ગુજરાતમાં ગળ્યા સાથે ફરસાણ ખાવાની પરંપરા છે, વર્ષો પહેલા આ રીતે જલેબી સાથે ફાફડા ગોઠવાઈ ગયા. આ રીતે જ દશેરાના દિવસે જલેબી સાથે ફાફડા ખાવાની પરંપરા શરૂ થઈ અને તે હજી જળવાઈ રહી છે.