Sabarkantha: વિકાસના નામે વહિવટ..! લાંચિયો અધિકારી 31 હજારની લાંચ લેતા ઝડપાયો
સાબરકાંઠાના પોશીનામાં વિકાસના નામે વહિવટ કરતો લાંચિયો અધિકારી ACBના છંટકામાં રંગે હાથ ઝડપાયો છે. આ લાંચિયો અધિકારીએ સરકારની વિવિઘ વિકાસના કામોની ડીપોઝીટમાં વહિવટ કરવા બાબાતે લાંચ માગતા ACBએ ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ, પોશીનામાં વિકાસના નામે અધિક મદદનીશ ઇજનેર (વર્ગ-૩)ના કીર્તિકુમાર અને ટેકનિકલ આસિસ્ટન્ટ જીગર પટેલ ACBના છટકામાં ભેરવાયા છે. આ લાંચિયો અધિકારી 2017 થી 2021 સુધીમાં પોશીના વિસ્તારમાં સરકારની વિવિઘ વિકાસના કામો કરેલ જે કામોની ડીપોઝીટ 2,50.000જમા હતી જે નાણા પરત મેળવવા સારુ આ કામના ફરિયાદીએ આ કામ કરનારા આરોપીને મળી રજુઆત કરતા આ કામના આરોપીએ ફરિયાદીના કાયદેસર કામ કરી આપવાની અવેજ પેટે 2,50,000 ડીપોઝીટના નાણા પરત આપવા રૂપિયા 31,000ની ગેરકાયદેસર રીતે લાંચની માગણી કરી હતી.સમગ્ર મામલે જાગૃત નાગરિકે લાંચ માટે નાણા ન આપવા માગતા હોવાથી તેણે ACBનો સંપર્ક કર્યો હતો. ફરીયાદીએ બનાસકાંઠા ACBનો સંપર્ક કરીને ફરીયાદ નોંધાવ્યા બાદ ACBએ ફરિયાદના આધારે ગોઠવેલા લાંચના છટકા દરમિયાન આ કામના આરોપી ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી બન્ને આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે બન્ને અધિકારીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાબરકાંઠાના પોશીનામાં વિકાસના નામે વહિવટ કરતો લાંચિયો અધિકારી ACBના છંટકામાં રંગે હાથ ઝડપાયો છે. આ લાંચિયો અધિકારીએ સરકારની વિવિઘ વિકાસના કામોની ડીપોઝીટમાં વહિવટ કરવા બાબાતે લાંચ માગતા ACBએ ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ, પોશીનામાં વિકાસના નામે અધિક મદદનીશ ઇજનેર (વર્ગ-૩)ના કીર્તિકુમાર અને ટેકનિકલ આસિસ્ટન્ટ જીગર પટેલ ACBના છટકામાં ભેરવાયા છે. આ લાંચિયો અધિકારી 2017 થી 2021 સુધીમાં પોશીના વિસ્તારમાં સરકારની વિવિઘ વિકાસના કામો કરેલ જે કામોની ડીપોઝીટ 2,50.000જમા હતી જે નાણા પરત મેળવવા સારુ આ કામના ફરિયાદીએ આ કામ કરનારા આરોપીને મળી રજુઆત કરતા આ કામના આરોપીએ ફરિયાદીના કાયદેસર કામ કરી આપવાની અવેજ પેટે 2,50,000 ડીપોઝીટના નાણા પરત આપવા રૂપિયા 31,000ની ગેરકાયદેસર રીતે લાંચની માગણી કરી હતી.
સમગ્ર મામલે જાગૃત નાગરિકે લાંચ માટે નાણા ન આપવા માગતા હોવાથી તેણે ACBનો સંપર્ક કર્યો હતો. ફરીયાદીએ બનાસકાંઠા ACBનો સંપર્ક કરીને ફરીયાદ નોંધાવ્યા બાદ ACBએ ફરિયાદના આધારે ગોઠવેલા લાંચના છટકા દરમિયાન આ કામના આરોપી ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી બન્ને આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે બન્ને અધિકારીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.