Patan News : બસમાં મહિલાઓના પર્સમાંથી ચોરી કરતી લૂંટેરી મહિલા ગેંગ પકડાઈ, મુદ્દામાલ જોઈને પોલીસ પણ ચોંકી

Dec 2, 2025 - 11:00
Patan News : બસમાં મહિલાઓના પર્સમાંથી ચોરી કરતી લૂંટેરી મહિલા ગેંગ પકડાઈ, મુદ્દામાલ જોઈને પોલીસ પણ ચોંકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં લૂંટના બનાવો વધી રહ્યાં છે. આ લૂંટ કરવામાં હવે મહિલાઓની ગેંગ પણ સક્રિય થઈ ગઈ છે. પાટણમાં લૂંટેરી મહિલા ગેંગને પોલીસે પકડી પાડી છે. બસમાં મુસાફરી કરીને અન્ય મહિલાઓના પર્સમાંથી આ ગેંગ ચોરી કરતી હતી. પોલીસે બે આરોપીઓની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ ગેંગને સીસીટીવીની મદદથી ઝડપી પાડી છે.

પાટણમાં લૂંટેરી મહિલા ગેંગને LCBએ ઝડપી

પાટણ એલસીબી પોલીસે સાતિર મહિલા લૂંટેરી ગેંગને ઝડપી પાડી છે. પાટણથી અમદાવાદ જતી બસમાં મહિલાના પર્સમાંથી આ ગેંગ ચોરી કરતી હતી. આ કેસમાં પાટણ એલસીબીને બે અજાણી મહિલાઓ પર શંકા જતાં તપાસ શરૂ કરી હતી. પાટણ પોલીસે શહેરમાં લાગેલા નેત્રમ કમાંડના અલગ અલગ સીસીટીવી તેમજ હાઈવે પરના સીસીટીવી ચેક કરતાં આ ગેંગનો પર્દાફાશ થયો હતો.

બસમાંથી મહિલાના પર્સમાંથી કરી હતી ચોરી

આ લૂંટેરી ગેંગ દ્વારા ભોગ બનનાર મહિલાના પર્સમાથી 6 તોલા સોનાના દાગીનાની ચોરી કરી હતી. આરોપી લક્ષ્મીબેન દેવીપૂજક તથા ભારતીબેન અને મદદ કરનાર કલ્યાણભાઈ નામના આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 7.50 લાખના દાગીના તેમજ રોકડ રૂપિયા 62 હજાર જપ્ત કર્યા છે. આ મહિલાઓની તપાસ કરતાં તેમની પાસેથી નેપાળ, ઓમાન, સાઉદી અરેબિયાની ચલણી નોટો મળી આવી છે. LCB પોલીસે 4 આરોપીઓની કરી ધરપકડ

આ મહિલા ગેંગ ચોરી કરતા પહેલા બસ સ્ટેશન, રેલવે સ્ટેશન તેમજ ભીડ ભાડ વાળી જગ્યાઓ પર વોચ રાખતી હતી. જો કોઈ મહિલા અથવા અન્ય લોકો પાસે સોનાના દાગીના જોવા મળે તો પોતાની પાસે રહેલા કટર વડે કાપી ચોરીને અંજામ આપતી હતી. પાટણ પોલીસે આ મહિલા લૂંટેરી ગેંગને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચોઃ Vadodara માં મતદાર યાદી સુધારણાનું મેગા ઓપરેશન, 20.75 લાખ ફોર્મ ડિજિટલાઈઝ, SIR ની કામગીરી પૂરજોશમાં

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0