WHOની ટીમ આગામી સપ્તાહમાં ચીન જશે, એવો દાવો કરાયો કે સંક્રમણની જાણકારી અમે પહેલાથી આપી દીધી હતી

WHOની ટીમ આગામી સપ્તાહમાં ચીન જશે, એવો દાવો કરાયો કે સંક્રમણની જાણકારી અમે પહેલાથી આપી દીધી હતી



રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આરોપ હતો- WHO સમયસર કોરોના વાઈરસની જાણકારી આપવામાં નિષ્ફળ રહ્યુંટ્રમ્પે WHO ઉપર ચીન પ્રત્યે નરમ વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો હતો, WHOએ આરોપને ફગાવી દીધો હતો

વિશ્વભરમાં કોરોના વાઈરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ મહામારી ચીનના વુહાનથી ડિસેમ્બરમાં ફેલાવાની શરૂ થઈ હતી. ચીન સામે તેની જાણકારી સમયસર ન આપવાનો આરોપ છે, જેના કારણે માત્ર બે મહિનામાં જ વાઈરસ વિશ્વભરમાં ફેલાઈ ગયો. આ બીમારી કેવી રીતે ફેલાઈ તે જાણકારી મેળવવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની ટીમ આગામી સપ્તાહમાં ચીન જશે. આ સંસ્થાએ દાવો કર્યો હતો કે આ બીમારીની પહેલા જાણકારી તેણે આપી હતી, ન કે ચીને.

ચીનમાં સ્થાનિક WHO ઓફિસ વાયરલ ન્યુમોનિયાના વિશે વુહાન મ્યુનિસિપલ હેલ્થ કમીશનનું નિવેદન લેશે, ત્યાર પછી આ તપાસ છ મહિનાથી વધારે સમય ચાલશે.

ટ્રમ્પે WHO ઉપર આરોપ લગાવ્યો હતોટ્રમ્પે WHO ઉપર મહામારીની સમયસર જાણકારી ન આપવાનો અને ચીનનો પક્ષ લેવનો આરોપ લગાવ્યો હતો. જોકે WHOએ ટ્રમ્પના આરોપને ફગાવી દીધો હતો.

મહામારીને લઈને WHOએ 9 એપ્રિલે જાણકારી આપી હતીમહામારીને લઈને WHOએ શરૂઆતની ટાઈમલાઈન 9 એપ્રિલે બહાર પાડી હતી. તેમા માત્ર એટલું કહેવાયું હતું કે હુબેઈ વિસ્તારના વુહાન શહેરના સ્વાસ્થ્ય વિભાગે 31 ડિસેમ્બરના રોજ ન્યુમોનિયાના કેસની જાણકારી આપી હતી.જોકે તેમા એ સ્પષ્ટ ન હતું કે આ જાણકારી ચીનના અધિકારીઓએ આપી હતી કે બીજી જગ્યાએથી જાણવા મળી હતી.

31 ડિસેમ્બરના રોજ વાયરલ ન્યુમોનિયાની જાણકારી આપી હતીWHOના નિર્દેશક ટેડ્રોસ એડહોનમ ગેબ્રિએસસે જણાવ્યું હતું કે ચીનથી પ્રથમ રિપોર્ટ 20 એપ્રિલે મળ્યો હતો. રિપોર્ટ ક્યાંથી આવ્યો તે સ્પષ્ટ ન હતું.WHOએ આ સપ્તાહમાં નવી ક્રોનોલોજી બહાર પાડી છે. જેમા ઘટના વિશે વિસ્તારથી જણાવાયું છે.તેમાં સંકેત અપાયો છે કે ચીન સ્થિત WHO ઓફિસે 31 ડિસેમ્બરના રોજ વાયરલ ન્યુમોનિયા વિશે જાણકારી આપી હતી.







ચીન સ્થિત WHO ઓફિસે 31 ડિસેમ્બરના રોજ વાયરલ ન્યુમોનિયા વિશે જાણકારી આપી હતી.