WHOએ 239 વૈજ્ઞાનિકોના પત્રનો જવાબ આપ્યો, કહ્યું અમને હજી આ વાતની ખાતરી નથી, સમીક્ષા કર્યા પછી અમે જણાવીશું

WHOએ 239 વૈજ્ઞાનિકોના પત્રનો જવાબ આપ્યો, કહ્યું અમને હજી આ વાતની ખાતરી નથી, સમીક્ષા કર્યા પછી અમે જણાવીશું



વિશ્વભરના 200થી વધુ વૈજ્ઞાનિકોનો એક ખુલ્લો પત્ર મળ્યા પછી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ કહ્યું, તેઓ આ કેસની સમીક્ષા કરશે. 32 દેશોના 239 વૈજ્ઞાનિકોએ WHOને પત્ર લખીને કહ્યું હતુ કે, કોરોનાવાઈરસ હવાથી પણ ફેલાય છે. અમેરિકાના અખબાર 'ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ'ના રિપોર્ટ અનુસાર, વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, બચાવ માટે ઘરમાં પણ N95 માસ્ક પહેરવાની જરૂર છે. તે ઉપરાંત વૈજ્ઞાનિકોએ WHOને કોરોનાવાઈરસ અંગેની માર્ગદર્શિકામાં ફેરફાર કરવા વિનંતી કરી.

5 પોઈન્ટઃ વૈજ્ઞાનિકોના સવાલ અને WHOનો જવાબ

1.સમીક્ષા ચાલુ છે, ગાઈડલાઈનમાં ફેરફાર વિશે અમેખાતરીપૂર્વક કહી શકીએ તેમ નથીWHOના પ્રવક્તા તારિક જેસરેવિકના જણાવ્યા પ્રમાણે, અમને લેટર અને રિપોર્ટની ખબર છે. ટેક્નિકલ એક્સપર્ટ્સ સાથે તેની સમીક્ષા કરી રહ્યા છીએ. હવામાં રહેલા કણો (એરોસોલ)થી કોરોનાવાઈરસ કેટલો ઝડપથી ફેલાઈ છે તે હજી સુધી સ્પષ્ટ નથી થયું. અમે સંક્રમણનો રસ્તો એટલે કે એરોસોલ રૂટ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અત્યારના તબક્કે માર્ગદર્શિકામાં કોઈ ફેરફાર થવો જોઈએ કે કેમ તે વિશે અમે કશું ખાતરીપૂર્વક કહી શકીએ તેમ નથી.

2.ક્યારે હવા દ્વારા કોરોના ફેલાય છેઆ સવાલ પર WHOએ કહ્યું છે કે, અમુક પરિસ્થિતિઓમાં હવાથી કોરોનાનું સંક્રમણ ફેલાય છે. જેમ કે દર્દીને ઓક્સિજન માટે ટ્યુબ લગાવતી વખતે. WHOએ 29 જૂનના રોજ સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે ગાઈડલાઈન જાહેર કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, કોરોના નાક અને મોંથી નીકળતા ડ્રોપ્લેટ્સથી ફેલાય છે. સપાટી પર રહેલા કણોથી પણ સંક્રમણ ફેલાઈ શકે છે.

સ્વાસ્થ્ય કર્મચારીઓને સલાહ આપતા કહ્યું હતું કે, દર્દીઓને ઓક્સિજન ટ્યુબ લગાવતી વખતે અને વેન્ટિલેટરની આસપાસ હોય ત્યારે N95 રેસ્પિરેન્ટ્રી માસ્ક પહેરવો અને તમામ જરૂરી ઈક્વિપેન્ટ પહેરવા.

3.WHOની નિરાશાનું સ્તર નીચલા સ્તરે પહોંચી ગયુંમિનેસોટા યુનિવર્સિટીના સંક્રમણ રોગ નિષ્ણાત ડો. માઈકલ આસ્ટરહોલ્મના જણાવ્યા પ્રમાણે, આંકડા સામે હોવા છતાં WHOએ ઈન્ફલ્યુએન્ઝા વાઈરસ હવામાં હોવાની વાતને સમજવાનો પ્રયાસ નથી કર્યો. નથી. ડો. માઈકલના જણાવ્યા પ્રમાણે, WHOની નિરાશાનું સ્તર નીચલા સ્તરે પહોંચી ગયું છે.

4.હવામાં રહેલા કણોથી સંક્રમણ ફેલાઈ શકે છેકેમ્બ્રિજ યુનિવર્સિટી હોસ્પિટલ્સના સંક્રમણ રોગ સલાહકાર પ્રો. બાબક ઝાવેદના જણાવ્યા પ્રમાણે, હવામાં રહેલા કણોથી સંક્રમણ ફેલાવવાની શક્યતા છે પરંતુ હવામાં હાજર વાઈરસ કેટલા સમય સુધી રહેશે, તેની જાણકારી હજી સુધી મળી નથી. જો સંક્રમિત વ્યક્તિએ કોઈ જગ્યાને છોડ્યા બાદ પણ વાઈરસ હવામાં લાંબા સમય સુધી રહે છે તો સ્વાસ્થ્ય કર્મચારીઓ અને આસપાસના લોકોએ વધારે સુરક્ષા રાખવી પડશે.

5.જો આ દુર્લભ કેસ હશે તો વધારે અસર નહીં થાયહાર્વર્ડ સ્કૂલના મહામારી નિષ્ણાત ડો. વિલિયમ હેનેજના જણાવ્યા પ્રમાણે, WHO હવાથી કોરોના સંક્રમણ ફેલાવવાના દરેક પોઈન્ટની સમીક્ષા કરી કહ્યું છે. આ વાતને તેણે ગંભીરતાથી વિચારવું પડશે. જો હવા દ્વારા કોરોનાનું સંક્રમણ ફેલાવવાની આશંકા હોય અને તે એક દુર્લભ સ્થિતિ હોય તો તેની લોકો પર વધારે અસર નહીં થાય.







WHO replies to 239 scientists' letters A review of whether corona is transmitted through the air is under review, the WHO responded to a letter from 239 scientists.