US રોકાણકારો અમેરિકી ટેક સ્ટોકમાં રોકાણ વધારી રહ્યા છે

US રોકાણકારો અમેરિકી ટેક સ્ટોકમાં રોકાણ વધારી રહ્યા છે



કોરોના વાયરસ સંકટના લીધે અમેરિકી ટેક્નોલોજી સ્ટોકમાં વિશ્વમાંથી રોકાણકાર રોકાણ કરી રહ્યા છે. આ રોકાણમાં ભારતના નવા રોકાણકારનો ઉમેરો થયો છે. અનેક ભારતીય બ્રોકરેજ ઓછા ચાર્જ પર નવા ટ્રેડિંગ પ્લાન અને વિદેશોમાં શેર ખરીદવાની સુવિધા ઉપલબ્ધ કરી રહ્યા છે.

આ કારણોસર મોટાપાયે નવા અને શોખીન રોકાણકારો પ્રચલિત કંપનીઓ જેમ કે, નેટફ્લિક્સ, એમેઝોન, અને ફેસબુકના શેર ખરીદી રહ્યા છે. ભારતીયોને વિદેશી શેરની લે-વેચમાં મદદ કરતી વેસ્ટેડ ફાઈનાન્સના સીઈઓ વિક્રમ શાહે જણાવ્યુ હતુ કે, જૂન ત્રિમાસિકમાં અમને ઈન્વેસ્ટર ડિપોઝીટમાં 50 લાખ ડોલરનુ રોકાણ નોંધ્યુ છે. આ આંકડો અગાઉના ત્રિમાસિકથી 50 ટકા વધુ છે. શાહ અનુસાર, નવા રોકાણકારો સૌથી વધુ એવા બ્રાન્ડમાં રોકાણ કરી રહ્યા છે. જેનો તે ઉપયોગ કરે છે. ખાસ કરીને ટેક્નોલોજી બ્રાન્ડ.

નિષ્ણાતો અનુસાર, કોરોના મહામારીને લીધે લાગૂ લોકડાઉનમાં વિશ્વના સ્ટોક માર્કેટમાં નવા પર્સનલ ઈન્વેસ્ટર ઝડપથી વધી રહ્યા છે. ભારત સહિત વિશ્વમાં નવા ટ્રેડિંગ એકાઉન્ટમાં ઝડપથી વધારો થયો છે. કોરોના વાયરસને લીધે વર્ક ફ્રોમ હોમ અથવા ડિજિટલ માગમાં ઝડપી વૃદ્ધિ થઈ છે. જેના પરિણામે ભારતમાં અમેરિકી ટેક કંપનીઓના શેર સૌથી વધુ લોકપ્રિય બન્યા છે. અનેક ભારતીય બ્રોકરેજ ઓછા ચાર્જ પર નવા ટ્રેડિંગ પ્લાન અને વિદેશોમાં શેર ખરીદવાની સુવિધા ઉપલબ્ધ કરી રહ્યા છે.

લખપતિ માટે નેટફ્લિક્સ, ગૂગલ કંપનીઓને શ્રેષ્ઠ વિકલ્પઅમેરિકી ઈક્વિટીમાં પર્સનલ ઈન્વેસ્ટર્સે રોકાણ માટે પ્લેટફોર્મ ઉપલબ્ધ કરનારી સ્ટોકલના કો-ફાઉન્ડર અને એમડી વિનય ભારદ્વાજ જણાવેછે કે, લખપતિ પાસે પર્યાપ્ત ડિસ્પોઝેબલ ઈનકમ છે. તે રિલાયન્સ અને તાતા સિવાય નેટફ્લિક્સ અને ગુગલને શ્રેષ્ઠ વિકલ્પ સમજી રહ્યા છે. ભારત એક વ્યક્તિને 2.50 લાખ ડોલર સુધી વિદેશમાં રોકાણ કરવા માટે મંજૂરી આપી રહ્યા છે. પરંતુ ટ્રાન્જેક્શન માટે યોગ્ય પ્લેટફોર્મ ન હોવાથી અગાઉ વિદેશોમાં રોકાણનુ પ્રમાણ ખૂબ છુ રહ્યુ હતું. હવે સિસ્ટમમાં બદલાવના લીધે વિદેશોમાં ટ્રેડિંગ કરવા માટે ઓનલાઈન એકાઉન્ટ શરૂ કરવુ સરળ બનશે. આ સુવિધા આપતી કંપનીઓ 2થી 4 દિવસમાં ડિમેટ એકાઉન્ટ શરૂ કરી આપે છે.

S&P500ની 80 કંપનીઓના ગ્રાહક છે, મોટાભાગના શહેરી ભારતીયદેશના શહેરી કન્ઝ્યુમર અમેરિકી સ્ટોક એક્સચેન્જ એસએન્ડપી500ની 80 કંપનીઓની પ્રોડક્ટ અને સર્વિસ નિયમિતપણે ઉપયોગ કરે છે. એસએન્ડપી500 ઈન્ડેક્સની માર્કેટ કેપમાં અડધાથી વધુ હિસ્સો આ કંપનીઓનો છે. ભારતીય નાસડેક100ની 30 કંપનીઓના ગ્રાહક છે. જેમની ઈન્ડેક્સમાં 70 ટકાથી વધુ માર્કેટ વેલ્યુ છે. નિષ્ણાતો અનુસાર, ભારતીય કન્ઝ્યુમર અમેરિકી કંપનીઓમાં સૌથી વધુ રુચી ધરાવે છે.

વિદેશી શેરની વધતી માગ ભારતની મોટી ફાઈનાન્સિયલ કંપનીઓ માટે આકર્ષણનું કેન્દ્રભારતની મોટી ફાઈનાન્સિયલ કંપનીઓ વિદેશી શેરની વધતી માગને લીધે ઝડપથી આ સેક્ટરમાં રોકાણ કરી રહ્યા છે. દેશની મોટી પ્રાઈવેટ બેન્કની યુનિટ એચડીએફસી સિક્યુરિટીઝે ડિસેમ્બરમાં ઈન્ટરનેશનલ ઈક્વિટી ટ્રેડિંગ ઓફર કરતી સ્ટોકલ અને ડ્રાઈવવેલ્થ એલએલસી સાથે ટાયઅપ કર્યુ હતું. વર્તમાનમાં તેની પાસે 30 હજારથી વધુ ક્લાયન્ટ છે. અમેરિકાની મોટી કંપનીઓનો મોટાભાગનો ગ્રાહકવર્ક ભારતમાં છે. પરિણામે ભારતીય પ્રચલિત અર્થાત પોતે ઓળખતી બ્રાન્ડ કે કંપનીમાં રોકાણ કરી રહ્યા છે, જેની પ્રોડક્ટ તેઓ વધુ ઉપયોગમાં લઈ રહ્યા છે.







પ્રતિકાત્મક તસવીર.