Translate to...

UPSCની ફાઈનલ પરીક્ષામાં ગુજરાતના 13 ઉમેદવાર પાસ, બે ઉમેદવારે ગુજરાતી મીડિયમમાં મેઈન્સ આપી હતી

UPSCની ફાઈનલ પરીક્ષામાં ગુજરાતના 13 ઉમેદવાર પાસ, બે ઉમેદવારે ગુજરાતી મીડિયમમાં મેઈન્સ આપી હતી



યુનિયન પબ્લિક સર્વિસ કમિશન(UPSC )એ સિવિલ સર્વિસ પરીક્ષા-2019નું ફાઈનલ પરિણામ આજે (મંગળવાર) જાહેર કર્યું છે. જેમાં કુલ 829 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. આ 829 ઉમેદવારોમાં જેમાં જનરલના 304, EWSના 78, OBCના 251 અને STના 67 ઉમેદવાર સામેલ છે. આ પરીક્ષા 13 ગુજરાતીઓએ પણ સફળતા પૂર્વક પાસ કરી લીધી છે. આ ઉતીર્ણ થયેલા આ તમામ ઉમેદવાર સરદાર પટેલ ઈન્સ્ટીટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન(SPIPA)ના વિદ્યાર્થીઓ છે. જેમાં સુરતના કાર્તિક જીવાણીએ સમગ્ર ગુજરાતમાં પ્રથમ અને દેશભરમાં 84મો ક્રમ હાંસલ કર્યો છે. કુલ 13માંથી 4 ઉમેદવારો બી.ટેક, એક B.A. L.L.B., એક B.B.A. L.L.B., બે B.COM, એક B.SC, એક MBBS, બે B.E. અને એક B.P.T થયેલા ઉમેદવારનો સમાવેશ થાય છે. જ્યારે બે ઉમેદવારે ગુજરાતી માધ્યમમાં મેઈન્સ આપી હતી.

સુરેન્દ્રનગરના ડેપ્યુટી કલેક્ટર પણ રાજ્યમાં 7માં રેન્ક સાથે પાસ જ્યારે સમગ્ર રાજ્યમાં 7માં અને દેશમાં 538માં ક્રમે આવેલા અમદાવાદી યુવાન હિરેન બારોટે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હું ઘણા વર્ષથી UPSCની તૈયારી કરતો હતો. પહેલેથી જ મારો ગોલ IAS ઓફિસર બનવાનો હતો. આ દરમિયાન મેં ઘણી જગ્યાએ કોચિંગ કર્યું અને અનેક મિત્રો સાથે ડિસ્કશન પણ કરતો હતો .આ સમયે મેં બેકની પરીક્ષા આપી અને આસિસ્ટન્ટ મેનેજર તરીકે કામ કર્યું હતું. ત્યાર બાદ મેં GPSC(ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન)ની પરીક્ષા આપી અને તેમાં પાસ થઈ ગયો.હાલ હું સુરેન્દ્રનગરમાં ડેપ્યુટી કલેકટર છું મારુ પ્રોબેશન ચાલુ છે, આ દરમિયાન હું સ્પીપા સાથે જોડાયો અને હવે UPSC પાસ કરી લીધી છે. અત્યારે જે રેન્ક આવ્યો છે જેના આધારે IRS(ઈન્ડિયન રેવન્યૂ સર્વિસ)ઓફિસર તરીકે સિલેક્ટ થઈ શકું છું.મારી ઉંમર 26 વર્ષ છે અને અમદાવાદના ઠકકરનગરનો છું મારો પરિવાર અત્યારે અમદાવાદમાં જ રહે છે તેમજ ઘરમાં હું એકલો જ સરકારી નોકરીમાં છું.

ઉમેદવારનું નામ ગુજરાતમાં રેન્ક દેશમાં રેન્ક જીવાણી કાર્તિક 1 84 અગ્રવાલ જીતેન્દ્ર 2 128 અકારશી જૈન 3 140 ઉમેશ પ્રસાદ ગુપ્તા 4 162 ડોબરિયા ચિંતન 5 376 સિંઘ પ્રભાત 6 377 બારોટ હિરેન 7 538 પરમાર પિન્કેશ કુમાર 8 575 રામચંદ્ર જાખર 9 605 રૂપેલ્લા સંદીપ 10 701 ખંડારે પ્રદન્યા 11 719 અગજા પ્રણવ 12 755 પ્રિયાંક ગલચર 13 799

આ ચાર સર્વિસમાં પસંદગી

1.ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS)

2.ઇન્ડિયન ફોરેન સર્વિસ(IFS )

3. ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS)

4. સેન્ટ્રલ સર્વિસિઝ, ગ્રુપ એ અને બી







13 students from gujarat clear UPSC final examination