RSSના વડામથકથી માટી- પાંચ નદીઓના સંગમનું પાણી મોકલવામાં આવ્યું; કોરોનાને લીધે 200 લોકો જ સમારંભમાં ભાગ લેશે

RSSના વડામથકથી માટી- પાંચ નદીઓના સંગમનું પાણી મોકલવામાં આવ્યું; કોરોનાને લીધે 200 લોકો જ સમારંભમાં ભાગ લેશે



અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજન માટે નાગપુર સ્થિત રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના વડામથકથી માટી કુરિયર કરીને મોકલવામાં આવી છે. વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના અગ્રણી ગોવિંદ શિંદેએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે નાગપુર પાસે રામટેકમાં આવેલા શ્રીરામ મંદિરની માટી તથા 5 નદીના સંગમ અંમ્ભોરાનું પાણી મોકલવામાં આવ્યુ છે. 5 ઓગસ્ટના રોજ રામ મંદિરનું ભૂમિ પૂજન છે.

કોરોનાને લીધે યોજના બદલવામાં આવી શિંદેએ કહ્યું કે અગાઉ દેશના વિવિધ ધાર્મિક સ્થળો સહિત અનેક જગ્યાની માટી તથા પાણી લઈ જવાની યોજના હતી. હજારો લોકો અયોધ્યા પહોંચે તેવી શક્યતા હતી, પણ કોરોના મહામારીને લીધે આ શક્ય નથી. ભૂમિ પૂજનની તારીખ અચાનક જ નિર્ધારિત કરવામાં આવ્યા બાદ નક્કી કરવામાં આવ્યુ કે જ્યાં સુધી શક્ય બને ત્યાં સુધી માટી અને પાણીને અયોધ્યા મોકલવામાં આવશે. જેથી એવો અહેસાસ થાય કે આપણે સૌ ભૂમિ પૂજનનો હિસ્સો છીએ. સમારંભમાં ફક્ત 200 લોકો જ ભાગ લેશે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના સભ્ય સ્વામી ગોવિંદ દેવગિરિ મહારાજે બુધવારે કહ્યુ હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 ઓગસ્ટના રોજ ભૂમિ પૂજન સમારંભમાં ભાગ લેશે. તેમણે એમ પણ કહ્યું હતું કે કોરોના વાઈરસને લીધે ફક્ત 200 લોકો જ સમારંભમાં ભાગ લઈ શકશે. દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પણ પાલન કરવાની જરૂર રહેશે.







RSSના નાગપુર પાસે આવેલા રામટેકના શ્રીરામ મંદિરની માટી પણ અયોધ્યા મોકલવામાં આવી છે-ફાઈલ ફોટો