PSI શ્વેતા જાડેજાના રિમાન્ડ નામંજૂર, કોર્ટનો જ્યુડિશિયલ કસ્ટીડીમાં મોકલવા આદેશ

PSI શ્વેતા જાડેજાના રિમાન્ડ નામંજૂર, કોર્ટનો જ્યુડિશિયલ કસ્ટીડીમાં મોકલવા આદેશ



બળાત્કાર કેસના આરોપી અને GSP ક્રોપ સાયન્સના MD પાસેથી રૂ. 35 લાખનો તોડ કરવા મામલે ઝડપાયેલા આરોપી મહિલા PSI શ્વેતા જાડેજાના વધુ રિમાન્ડ નામંજૂર થયા છે. SOGએ સેશન્સ કોર્ટમાં વધુ તપાસ માટે વધુ ત્રણ દિવસના રિમાન્ડની માગ કરી હતી. પરંતુ કોર્ટે તપાસ માટે પુરતો સમય મળ્યો હોવાના મુદ્દાને ઘ્યાનમાં રાખી શ્વેતાના રિમાન્ડ નામંજૂર કર્યા છે. ત્યાર બાદઆરોપી PSI શ્વેતા જાડેજાને જ્યુડિશિયલ ક્સ્ટડીમાં મોકલવા આદેશ કર્યો હતો.

શું છે સમગ્ર મામલો?GSP ક્રોપ સાયન્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના MD કેનાલ શાહ વિરુદ્ધ 2017માં મહિલા કર્મચારીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. આ કેસની તપાસ મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનના PSI શ્વેતા જાડેજાને સોંપવામાં આવી હતી. બાદમાં મહિલા પોલીસ સ્ટેશનમાં જ પોલીસ સામે કેસમાં સાક્ષીને ધમકાવવા અંગે કેનાલ શાહ સામે સેટેલાઈટમાં ફરિયાદ થઈ હતી. આમ બે બે કેસ અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં PIનો ચાર્જ ધરાવતાં PSI શ્વેતા જાડેજાએ રેપ કેસની તપાસમાં કેનાલ શાહને પાસા હેઠળ પૂરી દેવાનું જણાવી 35 લાખ રૂપિયાની માગણી કરી હતી. જેમાં તેઓને 20 લાખ ચૂકવી દેવાયા હતા પરંતુ 15 લાખ બાકી હતાં. આ માટે કેનાલ શાહે ક્રાઈમ બ્રાન્ચમાં અરજી કરી હતી. જે અંગે તપાસમાં પુરાવા મળતાં PSI શ્વેતા જાડેજા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. ત્યાર બાદ કોર્ટે તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.







આરોપી PSI શ્વેતા જાડેજાની ફાઈલ તસવીર