Translate to...

PM મોદીએ પૂછ્યું- કોરોના દરમિયાન સેવાના કયા કામ કર્યા? રાજ્યોના એકમોએ રિપોર્ટ રજૂ કર્યા

PM મોદીએ પૂછ્યું- કોરોના દરમિયાન સેવાના કયા કામ કર્યા? રાજ્યોના એકમોએ રિપોર્ટ રજૂ કર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના ‘સેવા જ સંગઠન’કાર્યક્રમ દ્વારા પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં તેમણે રાજ્યના એકમોને કોરોના મહામારી સમયે કરવામા આવેલી સેવાની કામગીરી અંગે પૂછ્યું હતું. અલગ અલગ રાજ્યોના પાર્ટી કાર્યકર્તાઓએ તેમનો રિપોર્ટ રજૂ કર્યો હતો. મોદીએ કહ્યું- મારો આગ્રહ છે કે આપણે દરેક મંડળની એક ડિજિટલ બુકલેટ આ સમગ્ર કાર્યને એકત્ર કરીને બનાવવામા આવે. ત્યારબાદ તેને સમગ્ર જિલ્લા અને પછી રાજ્ય અને આ રીતે આખા દેશની એક ડિજિટલ બુક બને . આ એવી ચીજ છે જે ભવિષ્યમાં પ્રેરણા આપશે. 25 સપ્ટેમ્બરે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જયંતિ છે. આપણે નિર્ધાર કરીએ કે ત્યાં સુધી આ ડિજિટલ બુક બને. તેને આપણે લોન્ચ કરીશું.

તેમણે કહ્યું- આ માનવ ઈતિહાસની બહુ મોટી ઘટના છે. તેથી જરૂરી છે. તેનો ત્રણ ભાષામાં અનુવાદ થાય. હિન્દી, અંગ્રેજી અને માતૃભાષા. આ સમયમાં જે લોકોએ પણ સેવાકાર્ય કર્યું તેઓ અભિનંદનના અધિકારી છે. મને અત્યારે સાત રાજ્યોના રિપોર્ટ સાંભળવાનો મોકો મળ્યો. અન્ય રાજ્યોને અનુરોધ કરીશ કે તેઓ તેમના રિપોર્ટ લખીને મોકલી આપે . હું તેને જોઇશ. સમયની સીમાના કારણે હું સાત રાજ્યો સાથે જ વાત કરી શક્યો. ફરી એક વાર તમારું અભિનંદન કરું છું.

મોદીએ કહ્યું- અત્યારના સમયમાં જ્યારે સૌ પોતાને બચાવવામાં લાગેલા છે ત્યારે તમે તમારી ચિંતા છોડીને ગરીબો અને જેમને જરૂર છે તેવા લોકોની સેવા કરી. આ સેવાનું એક મોટું ઉદાહરણ છે. ઘણા શહેરોમાં આપણા સહયોગી ખતરો હોવા છતા કામ કરતા રહ્યા. ઘણા આવા સાથીઓએ શરીર છોડી દીધું. તેમનું દુખદ નિધન થયું. આવા સહયોગીઓને વિનમ્ર શ્રદ્ધાંજલિ આપું છું. તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. તે રાજ્યોના એકમોને અનુરોધ કરું છું કે તેમના પરિવારોને સંભાળે.

આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ એકમોએ વડાપ્રધાન સમક્ષ તેમના રિપોર્ટ રજૂ કર્યા હતા. તેમાં જણાવ્યું કે કોરોનાવાયરસ મહામારી સમયે તેમણે કેવા સેવાના કાર્યો કર્યા. સૌથી પહેલા રાજસ્થાન તરફથી જાણકારી આપવામા આવી. મોદીએ કહ્યું- લોકોના સુખ અને દુખમાં સાથે કેવી રીતે રહેવાય તે રાજસ્થાનના એકમે કરી દેખાડ્યું છે. હું ખૂબ અભિનંદન આપું છું.

રાજ્યો દ્વારા કરવામાં આવેલું પ્રેઝેન્ટેશનરાજસ્થાન:રાજ્યના કાર્યકર્તાએ કહ્યું- સેવા પરમો ધર્મ: મને ખુશી છે કે રાજસ્થાનના કાર્યકર્તાઓએ એક કરોડ લોકો સુધી ભોજન પહોંચાડ્યું. 97 લાખ લોકો સુધી રાશન પહોંચાડ્યું. પ્રધાનમંત્રીજીએ પીએમ કેયરનું આહ્વાન કર્યું. પીએમ કેયરમાં 2 લાખ 65 હજાર લોકોએ યોગદાન આપ્યું. એક વ્યક્તિએ તો લગ્ન માટે ભેગા કરેલા ચાર લાખ રૂપિયા દાનમાં આપી દીધા. ડોક્ટર, પોલીસ, સફાઇ કર્મચારીઓ સહિત કોરોના વોરિયર્સને સાલ અને શ્રીફળ આપીને સન્માનિત કરવામા આવ્યા. દલિત વસતિઓમાં જરૂરિયાતનો સામાન આપ્યો. પાંચ લાખથી વધુ પ્રવાસી શ્રમિકોની મદદ કરી.

મહારાષ્ટ્ર: રાજ્યના કાર્યકર્તાએ જણાવ્યું- ખેડૂતોના સહયોગથી પાંચ લાખ મજૂરો અને ગરીબોને સસતું શાકભાજી ઉપલબ્ધ કરાવ્યું. 70 હજાર PPE કિટ વહેંચી કારણ કે એ સમયે ડોક્ટર હોસ્પિટલ જવાથી ગભરાતા હતા. ક્વોરેન્ટીન સેન્ટર સ્થાપિત કરવામા આવ્યા. મુંબઇમાં એમ્બ્યુલન્સ ઉપલબ્ધ કરાવવામાં આવી. કાશ્મીર માટે ટ્રેન ચાલી તેમાં સેવા કરી. પ્રવાસીઓને વાહનોથી સ્ટેશન સુધી પહોંચાડ્યા. તેમને ચપ્પલ,ભોજન અને કપડા આપ્યા. આ સમયે વાવાઝોડું પણ આવ્યું. તેમાં પણ પ્રભાવિત લોકોની મદદ કરી.

બિહાર: રાજ્યના કાર્યકર્તાએ જણાવ્યું- પટનામાં નિરાધાર લોકોને ભોજન કરાવ્યું. અમને પહેલી વખત ખબર પડી કે બિહારમાં પાણીપૂરી વેંચવાથી લઇને ઇંટના ભઠ્ઠા સુધી પ્રવાસી કામ કરે છે. વડાપ્રધાને માસ્ક અથવા ગમછો બાંધવાનો અનુરોધ કર્યો તો લોકોને 29 લાખ માસ્ક વહેંચ્યા. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરજીની જયંતિ પર 23 હજારથી વધુ ગરીબ વિસ્તારોમાં ભોજન પહોંચાડ્યું. બીજા રાજ્યોમાં ફસાયેલા બિહારના લોકોને લાવવામાં મદદ કરી. પાર્ટીની મહિલા કાર્યકર્તાઓએ લાખોની સંખ્યામાં માસ્ક વહેંચ્યા.

દિલ્હી: ભાજપની મહિલા કાર્યકર્તાઓએ લગભગ પોણા ચાર લાખ માસ્ક બનાવ્યા અને વહેંચ્યા. સેવાનું કામ સોશિયલ મીડિયા દ્વારા કેવી રીતે થઇ શકે તે ભાજપના કાર્યકર્તાઓએ કરીને દેખાડ્યું. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ ટ્વિટ કર્યું કે તેમના અમુક લોકો દિલ્હીમાં ફસાયેલા છે. ત્યારે ભાજપના કાર્યકર્તાઓેએ કોઇ પણ પ્રકારના ભેદભાવ વિના તેમની મદદ કરી. તે સિવાય પાર્ટી તરફથી એક લાખથી વધુ મહિલાઓને સેનેટરી નેપકિન વહેંચવામા આવ્યા હતા.PM Modi asked- What service work did you do during Korona? The state units submitted the report