Translate to...

PM મોદીએ કહ્યું- દુનિયા આજે અસાધારણ પડકારો સામે ઝઝૂમી રહી છે, બુદ્ધની શિક્ષાઓથી તેની સામે લડવાનો રસ્તો મળી શકે છે

PM મોદીએ કહ્યું- દુનિયા આજે અસાધારણ પડકારો સામે ઝઝૂમી રહી છે, બુદ્ધની શિક્ષાઓથી તેની સામે લડવાનો રસ્તો મળી શકે છે




અષાઢ પૂર્ણિમા(ગુરુ પૂર્ણિમા)ના અવસર પર શનિવારે ધર્મ ચક્ર પ્રવર્તન દિવસ તરીકે ઉજવણી કરાઈ રહી છે. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધન આપ્યું છે. તેમણે કહ્યું કે, દુનિયા આજે અસાધારણ પડકાર સામે ઝઝૂમી રહી છે, બુદ્ધની શિક્ષાઓથી તેની સામે લડવાનો રસ્તો મળી શકે છે. આજના જ દિવસે મહાત્મા બુદ્ધે તેમના પહેલા પાંચ શિષ્યોને પહેલો ઉપદેશ આપ્યો હતો.

તેમણે કહ્યું કે, હું આજે અષાઢ પૂર્ણિમાના અવસરે તમામને શુભકામનાઓ પાઠવું છું. આને ગુરુ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ આપણા ગુરુઓને યાદ કરવાનો દિવસ છે.જેમણે આપણને જ્ઞાન આપ્યું. એ ભાવનાથી આપણે ભગવાન બુદ્ધને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. ભગવાન બુદ્ધનો આઠ ગણો માર્ગ દુનિયાના ઘણા સમાજ અને દેશોને કલ્યાણની દિશામાં રસ્તો દેખાડે છે. આ કરુણા અને દયાના મહત્વને સમજાવે છે. ભગવાન બુદ્ધની શિક્ષા વિચાર અને કામ બન્નેમાં કામમાં લાગે છે. આ પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં ધર્મ ચક્ર દિવસ કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો.

બુદ્ધના આદેશ આજે પણ કારગરતેમણે કહ્યું કે, આજે દુનિયા અસાધારણ પડકાર સામે ઝઝૂમી રહી છે. આ પડકાર માટે સ્થાયી સમાધાન ભગવાન બુદ્ધના આદર્શોથી લાવી શકાય છે. તે અતીતમાં પ્રાસંગિક હતા, વર્તમાનમાં પ્રાસંગિક છે અને ભવિષ્યમાં પ્રાસંગિક રહેશે.

બૌદ્ધ ધર્મ લોકોને આદર કરવાનું શીખવે છે. લોકો માટે આદર કરવો, ગરીબો માટે આદર રાખવો, મહિલાઓનું સન્માન કરવું. શાંતિ અને અહિંસાનો આદર કરવો. એટલા માટે બુદ્ધ દ્વારા આપવામાં આવેલી શીખ આજે પણ પ્રાસંગિક છે.ગૌતમ બુદ્ધે સારનાથમાં આપેલા તેમના પહેલા ઉપદેશમાં અને પછીના દિવસોમાં પણ બે વાત કહી હતી, આશા અને ઉદ્દેશ્ય. તેમણે કહ્યું આ બન્ને વચ્ચે મજબૂત લિંક જોવા મળી.કારણ કે આશાથી જ ઉદ્દેશ્ય પેદા થાય છે.પીએમએ વધુમાં કહ્યું કે, યુવાન મન વૈશ્વિક સમસ્યાનો ઉકેલ લઈને આવી રહ્યું છે, ભારત પાસે સૌથી મોટી સ્ટાર્ટ અપ ઈકો સિસ્ટમ છે. હું મારા યુવા મિત્રોને પણ અપીલ કરીશ કે તે બુદ્ધના વિચાર સાથે જોડાય. પોતે પણ મોટિવેટ થાય અને અન્યને પણ કરો.







Prime Minister Modi will address in a while, on this day Mahatma Buddha gave the first sermon to his first 5 disciples.