Translate to...

PMનું જવું જુસ્સાનો હાઈડોઝ, આનાથી વાસ્તવિક સ્થિતિ ખબર પડશે, જેથી તાત્કાલિક એક્શન લઈ શકાય

PMનું જવું જુસ્સાનો હાઈડોઝ, આનાથી વાસ્તવિક સ્થિતિ ખબર પડશે, જેથી તાત્કાલિક એક્શન લઈ શકાય
વડાપ્રધાન મોદી શુક્રવારે અચાનક લેહ પહોંચ્યા હતા. તેમનું લેહ જવું હાલ ત્યાં હાજર સેના-ITBPના જવાનો અને અધિકારીઓ માટે મહત્વનું છે. સેના-વાયુસેનાના રિટાયર્ડ સીનિયર અધિકારીઓ પાસેથી આનું મહત્વ સમજીએ.

ઓન સ્પોટ અસેસમેન્ટની અલગ અસર થાય છેઃ રિટાયર્ડ લેફ્ટિનેન્ટ જનરલ સીતશ દુઆવડાપ્રધાન મોદી લેહ પહોંચ્યા છે, જેની ઘણી સારી અસર માત્ર સેનાને જ નહીં પણ આખા દેશના મોટિવેશન પર થશે. જેનો સકારાત્મક પક્ષ એ છે કે નેતા જ્યારે પોતે સ્પોટ પર જાય છે, ફ્રન્ટલાઈન પર જાય તો તે જાતે પરિસ્થિતિનો રિવ્યૂ કરે છે.નહીં તો તેમને લેયર બાય લેયર પછી બ્રીફિંગથી પરિસ્થિતિની માહિતી મળે છે. જેમાં ટાઈમ ગેપ વધી જાય છે, એનાલિસિસ કરવા અને વેલ્યૂ એડ થયા પછી તેમને માહિતી મળે છે. ઓન સ્પોટ અસેસમેન્ટની અલગ અસર થાય છે, જેમાં તે સીધા એવા લોકોને મળે છે જેમણે સીધો પરિસ્થિતિનો સામનો કર્યો હોય.

રિટાયર્ડ લેફ્ટિનેન્ટ જનરલ સતીશ દુઆ,સેનાની કાશ્મીર સ્થિત કમાંડના પ્રમુખ રહી ચુકેલા છે. તેમના વખતે જ સેનાએ સર્જિકલ સ્ટ્રાઈકને અંજામ આપ્યો હતો

સોલ્જર્સ પાસેથી જાતે સાંભળવું મહત્વનું છે. નાના નાની વાતો ખબર પડી છે. અને ઘણી વખત નાના નિર્ણયો તાત્કાલિક લેવાઈ જાય છે. ઓનગ્રાઉન્ડ તેમને કહેવામાં આવે છે કે આવું હોત તો સારુ રહેતું અને તેઓ સીધા ઓર્ડર આપે છે, આવું કરો. જેનાથી ઝડપથી એક્શન-રિએક્શન થાય છે. જેથી વચ્ચે કોઈ મંત્રાલય કોઈ ફાઈલ નથી આવતી.જ્યારે હું કાશ્મીરમાં કોર કમાંડર હતો. ઉરીમાં હુમલો થયો એ દિવસે મનોહર પર્રિકર કાશ્મીરમાં આવી ગયા હતા. તે ઉરી જવા માંગતા હતા પણ સેનેટાઈઝેશન પુરુ નહોતું થયું એટલા માટે અમે તેમને જવા નહોતા દીધા. તેમના આવવાથી ફાયદો એ થયો કે અમને મંજૂરી મળી ગઈ હતી. અમે સર્જિકલ સ્ટ્રાઈક કરી શક્યા અને 10 દિવસમાં એક્શન લઈ લીધું.

મોદીના જવાથી કમાંડરને દરેક નિર્ણય લેવાની સ્વતંત્રતા મળી રહેશેઃ રિટાર્યડ એર માર્શલ અનિલ ચોપડાPMનું જવું ત્યાં તહેનાત સૈનિકોના જુસ્સા માટે મોટી વાત છે. આ સિગ્નલ છે કે દેશ તમારી સાથે છે અને સરકાર દરેક પડકારમાં સેના સાથે રહેશે, દરેક એક્શન માટે. પીએમનું જવું એ પણ બતાવે છે કે મોદીએ આર્મી કમાંડરને આઝાદી આપી દીધી છે અને ઓનગ્રાઉન્ડ કંઈ થાય તો ભારત સરકાર અને દેશના વડાપ્રધાન તેમની સાથે છે.

વડાપ્રધાનનું ત્યાં રૂબરૂ જવું જ્યાં એક્શન થઈ રહ્યા છે આ વાત એટલા માટે મહત્વની છે કારણ કે ઓનગ્રાઉન્ડ ઓપરેશનમાં શું થશે કોઈને નથી ખબર, એવામાં સૈનિકને નથી ખબર કે જે અમારા કમાંડર કહી રહ્યા છે એમા સરકાર સાથે છે. મોદીના જવાથી એવા સૈનિકોને પણ ખબર પડશે કે સરકાર આપણી સાથે છે. સોલ્જર્સ માટે જીવ આપવો અલગ વાત હોય છે અને તેમની શહાદતને ઓળખ આપવી અલગ.

તેમનામાં એ આત્મવિશ્વાસ હોવો જોઈએ કે જ્યારે મારુ કફન આવશે તો તેને સન્માન આપવામાં આવશે. મોદીનું જવું એટલા માટે મહત્વનું હશે કે આ મુલાકાત ગલવાનમાં શહીદ થયેલા લોકોન સન્માન આપવાની વાત છે. આ જ કારણ છે કે આપણે ફોર્સિસમાં અંતિમ વિદાયને મહત્વ આપીએ છીએ, જીવીત લોકોને એ જણાવવા માટે કે તમારી હાજરી કેટલી મહત્વની છે.

રિટાયર્ડ એર માર્શલ અનિલ ચોપડા, ફાઈટર પાઈલટ રહી ચુક્યા છે, તેઓ એર ઓફિસર ઈન્ચાર્જ પર્સનલન હતા. તેઓ 2012માં રિટાયર થયા હતા

જ્યોર્જ ફર્નાંડિજ સિયાચીન ગ્લેશિયર જતા હતા, તે સૌથી વધારે વખત ત્યાં જનારા નેતા બન્યા હતા. ફર્નાડિજ દર 2-3 મહિનામાં ગ્લેશિયર જતા હતા, સૈનિકો માટે ફ્રુટ લઈ જતા હતા અને કેક પણ.બ્યૂરોક્રેટ ક્યારે ફ્રન્ટ પર નથી જતા બસ ફાઈલ પર બેઠા હોય છે, પીએમને બ્યૂોરક્રેટિક સિસ્ટમથી સીમાની માહિતી મળે છે. પીએમ બે દિવાળી કાશ્મીર લદ્દાખ બોર્ડર પર ગયા હતા. જે તેમનું ગ્રાઉન્ડ ક્નેક્ટિવીટીને બતાવે છે. લીડર જ્યારે લોકલ કમાંડરને મળશે તો જ તેને વાસ્તિવક સ્થિતિ ખબર પડશે, જેનાથી તે આગળ એક્શન લઈ શકે છે.

આ સોલ્જર્સ માટે જુસ્સાનો હાઈડોજ છેઃ રિટાયર્ડ જનરલ સૈયદ અતા હસનૈનમોદીની આ સરપ્રાઈઝ વિઝિટ જોરદાર છે. જે પ્રકારે તેમણે આ નિર્ણય કર્યો છે. આ વિઝિટ સેના અને રાજકીય રીતે એક ગેમ ચેન્જર સાબિત થશે.નીમૂ લેહનો બહારનો વિસ્તાર છે, જ્યાં સેનાની એક મોટી ચેક પોસ્ટ છે. કોરોના પછી દિલ્હીથી બહાર મોદીની આ બીજી યાત્રા છે. આ પહેલા તેઓ પશ્વિમ બંગાળ તોફાનની સમીક્ષા કરવા માટે ગયા હતા.

રિટાયર્ડ લેફ્ટિનેન્ટ જનરલ સૈયત અતા હસનૈન, કાશ્મીર કોરના કમાંડર રહી ચુક્યા છે

આ તેમની સ્ટ્રેટજિક મેસેજિંગનો એક ભાગ છે. સરકાર સતત એવા પગલા લઈ લહી છે જેથી તેનો મજબૂત સંદેશ મળે. જ્યારે વડાપ્રધાન પોતે ફ્રન્ટલાઈન પર જાય છે તો આ સોલ્જર્સના જુસ્સામાં હાઈડોઝ થાય છે.રિટાયર્ડ લેફ્ટિનેન્ટ જનરલ સતીશ દુઆ,સેનાની કાશ્મીર સ્થિત કમાંડના પ્રમુખ રહી ચુકેલા છે. તેમના વખતે જ સેનાએ સર્જિકલ સ્ટ્રાઈકને અંજામ આપ્યો હતો