Translate to...

PMએ ચીનની નીતિઓ વિશે કહ્યું- વિસ્તારવાદથી જ માનવજાતનો વિનાશ, ઈતિહાસ જણાવે છે કે-આવી તાકાતો નાશ પામી છે

PMએ ચીનની નીતિઓ વિશે કહ્યું- વિસ્તારવાદથી જ માનવજાતનો વિનાશ, ઈતિહાસ જણાવે છે કે-આવી તાકાતો નાશ પામી છે
વડાપ્રધાન મોદી ગલવાન ઝપાઝપીના 18 દિવસ પછી ગુરુવારે અચાનક લદ્દાખ પહોંચ્યા હતા. અહીં તેમણે સૈનિકોને સંબોધનમાં ચીનનું નામ લીધા વગર વિસ્તારવાદીએ જ માનવ જાતિનો વિનાશ કર્યો છે, ઈતિહાસ જણાવે છે કે, આવી તાકાતો નાશ પામી છે તેવું કહ્યું હતું.

મોદીએ લદ્દાખમાં જવાનો સાથે ચર્ચા કરી અને હોસ્પિટલમાં જઈને ઘાયલોને પણ મળ્યા હતા. જવાનો વચ્ચે તેમણે રામદારી સિંહ દિનકરની કવિતાની અમુક પંક્તિઓ વાંચી હતી- ‘‘उनके सिंहनाद से सहमी धरती रही अभी तक डोल कलम, आज उनकी जय बोल।’’

મોદીના ભાષણાન મહત્વના મુદ્દા

તમારી ઈચ્છા શક્તિપર્વતો જેવી અડગમોદીએ કહ્યું કે, તમારી ભુજાઓ એવી ચટ્ટાનો જેવી મજબૂત છે જે તમારી આસપાસ ઊભી છે. તમારી ઈચ્છા શક્તિઓ પર્વત જેવી અડગ છે. તમારી વચ્ચે આવીને તેને અનુભવી રહ્યો છું. મને જ નહીં પણ આખા દેશને અટૂટ વિશ્વાસ છે કે તમે સૌ સરહદ પર અડગ છો આ જ વાત પ્રત્યેક દેશવાસીને દેશ માટે દિવસ રાત કામ કરવા માટે પ્રેરણા આપે છે. આત્મનિર્ભર ભારતનો સંકલ્પ તમારા લીધે મજબૂત થાય છે.હાલ તમે અને તમારા સાથીઓએ જે વીરતા દેખાડી તેને આખી દુનિયામાં ભારતની શક્તિનો સંદેશ આપ્યો છેપીએમએ કહ્યું કે, રાષ્ટ્ર કવિ રંગ જેમના સિંહનાદથી ધરતી પણ હલી રહી છે, કલમ આજ તેમની જય થાય. હું આજે મારી વાણીથી તમારો જયકાર કરું છું. તમારું અભિનંદન કરું છું. હું ગલવાનમાં શહીદ થયેલા જવાનોને પણ ફરીથી શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. જેમાં પૂર્વ-પશ્વિમ, ઉત્તર-દક્ષિણથી દેશના દરેક ખૂણાથી દેશના વીરોએ તેમનું શૌર્ય દેખાડ્યું છે. તેમના સિંહનાદથી ધરતી પણ હવે તેમનો જયકાર કરી રહી છે. આજે દરેક દેશવાસીનું શિશ તમારા સામે આદરપૂર્વક ઝુકીને નમન કરે છે. આજે દરેક ભારતીયને તમારી વીરતા અને પરાક્રમ પર ગર્વ છે.

ભારતે દુનિયાને તાકાત દેખાડીઅત્યારે તમે અને તમારા સાથીઓએ જે વિરતા દેખાડી છે, તેણે સમગ્ર દુનિયામાં એ સંદેશ આપ્યો છે કે, ભારતની તાકાત શું છે. જ્યારે દેશની રક્ષા તમારા હાથમાં છે, તમારા મજબૂત ઈરાદાઓમાં છે, તો માત્ર મને જ નહીં, સમગ્ર દેશને તમારામાં વિશ્વાસ છે.

દરેક આક્રમણ પછી દેશ વધારે મજબૂત થયોપૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણથી દેશના દરેક ખૂણામાંથી દેશના વીરોએ તેમનું શૌર્ય દાખવ્યું છે. તેમના સિંહનાદથી ધરતી અત્યારે પણ તેમનો જયકાર કરી રહી છે. આજે દેશવાસીનું માથું તમારી સામે આદરપૂર્વક નતમસ્તક થઈને નમન કરે છે. દરેક આક્રમણ પછી ભારત વધારે મજબૂત થઈને સામે આવ્યું છે. રાષ્ટ્રની, દુનિયાની, માનવતાની પ્રગતિ માટે શાંતિ અને મિત્રતા દરેક કોઈ માને છે. અમે એ પણ જાણીએ છીએ કે નિર્બળ શાંતિની શરૂઆત ન કરી શકે. વીરતા જ શાંતિની શરત હોય છે. ભારત આજે દરેક ક્ષેત્રે તેની તાકાત વધારી રહ્યા છે. તો તેની પાછળનો હેતું માત્ર માનવ કલ્યાણનો જ હોય છે.

અમે હંમેશા માનવતા માટે કામ કર્યું છેવિશ્વ યુદ્ધ હોય તે વિશ્વ શાંતિની વાત, જ્યારે પણ જરૂર પડી છે ત્યારે વિશ્વએ આપણાં વીકોનું પરાક્રમ જોયું છે અને અનુભવ પણ કર્યો છે. અમે હંમેશા માનવતા અને માણસાઈની રક્ષા માટે કામ કર્યું છે. તમે દરેક ભારતના આ લક્ષ્યને સાબીત કરનાર મુખ્ય લીડર છો.

હવે વિસ્તારવાદનો સમય ખતમ થયોઆજે વિશ્વ વિસ્તારવાદ નહીં પરંતુ વિકાસવાદને સમર્પિત છે અને વિકાસની ખુલ્લી સ્પર્ધાનું સ્વાગત કરે છે. રાષ્ટ્ર રક્ષા સાથે જોડાયેલા કોઈ પણ લીડર વિશે વિચારુ તો સૌથી પહેલાં હું બે માતાઓનું સ્મરણ કરુ છું. પહેલી- આપણા દરેકની ભારત માતા, બીજી-તે વીર માતાઓ જેમને તમારા જેવા યોદ્ધાઓને જન્મ આપ્યો છે.

બોર્ડર પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ 3 ગણો વધારી દેવાયોતમારા સન્માન, તમારા પરિવારના સન્માન અને ભારત માતાની સુરક્ષાને દેશ સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. સેના માટે આધુનિક હથિયાર હોય અથવા તમારી ચીજ વસ્તુ અમે આની પર ધ્યાન આપીએ છીએ. બોર્ડર ઈન્ફ્રાસ્ટક્ચર પર ખર્ચ લગભગ 3 ગણો કરી દેવાયો છે. આનાથી બોર્ડર એરિયા ડેવલપમેન્ટ અને સીમા પર રસ્તા-પુલ બનાવવાનું કામ પણ ઝડપથી થઈ રહ્યું છે. અત્યાર સુધી તમારા સુધી સામાન પણ ઓછામાં ઓછા સમયમાં પહોંચે છે. સેનામાં સમન્વય માટે ચીફ ઓફ ડિફેન્સની રચનાની વાત હોય અથવા વોર મેમોરિયલ અથવા તો વન-પેન્શન વન રેન્કની વાત હોય. અમે સેનાઓ અને સૈનિકોને મજબૂત કરી રહ્યા છીએ.

જવાનોના સાહસથી જ દરેક પડકાર પર જીત મેળવીગલવાનમાં જે અદમ્ય સાહસ દેખાડ્યું તે પરાક્રમની પરાકાષ્ઠા છે. તમારી સાથે જ અમારા ITBPના જવાન હોય, BSFના સાથી હોય, BRO, અન્ય સંગઠનોના જવાન હોય, તમે સૌ અદભૂત કામગીરી કરી રહ્યા છો. ખભાથી ખભો મળવાની ભારત માતાની રક્ષા માટે સમર્પિત છો. આપ સૌની મહેનતથી દેશ અનેક આપદાઓ સામે એક સાથે અને પૂરી જડતા સાથે લડી રહ્યો છે. આપ સૌ પાસેથી પ્રેરણા લઈને આપણે મળીને દરેક પડકાર પર વિજય મેળવતા રહ્યા છીએ અને મેળવતા રહીશું. જે ભારતના સપના અંગે તમે સરહદ પર દેશની રક્ષા કરી રહ્યા છો, અમે તમારા સપનાઓનું ભારત બનાવીશું. જેમાં 130 કરોડ દેશવાસી પાછળ નહી રહે. હું તમને વિશ્વાસ અપાવવા માટે આવ્યો છું. આપણે આત્મનિર્ભર બનીને રહીશું.The Prime Minister spoke about China's policies - regionalism has destroyed the human race, history has shown that - such forces have been destroyed