PGVCLએ 2BHK ફ્લેટમાં 9 લાખ 40 હજારનું બિલ ફટકાર્યું, મકાનમાલિકે કહ્યું બિલ જોઈને પરસેવો વળી ગયો

PGVCLએ 2BHK ફ્લેટમાં 9 લાખ 40 હજારનું બિલ ફટકાર્યું, મકાનમાલિકે કહ્યું બિલ જોઈને પરસેવો વળી ગયો



રાજકોટમાં પશ્ચિમ વીજ કંપનીએ એક સામાન્ય પરિવારને અધધ.. 9 લાખ 40 હજારનું બિલ ફટકાર્યુ છે. છૂટક દલાલીનું કામ કરતા અને 2 રૂમ-રસોડુ ધરાવતા ચંદુભાઈ વાઘેલાને PGVCLએ 9 લાખ 40 હજારનું બિલ આવ્યું છે. જેથી દિવ્યભાસ્કરની ટીમે આ ભાઈની રૂબરૂ મુલાકાત લઈ ખરાઈ કરી ત્યારે જાણવા મળ્યું કે લોકડાઉનમાં PGVCLએ મનફાવે તેમ બીલ આપી દીધા છે. 2 રૂમ-રસોડાનું 9 લાખ બિલ હોય. PGVCLની ગંભીર ભુલ છે. જેથી હું જાતે જ PGVCL કચેરી ખાતે તપાસ કરવા જઈશ.

બિલ જોઈને તો પરેસેવો છુટી ગયો છે: ચંદુભાઈચંદુભાઈ જણાવ્યું હતું કે સામાન્ય દિવસોમાં 2 હજારથી અઢી હજાર બિલ આવતું હોય છે. પણ આ સરકાર તો આડેધડ બિલ આપવા લાગી છે. સરકારને ગમે તેમ બધુ કવર તો કરવુને એટલે તે સામાન્ય માણસોને આ પ્રકારના બિલ ફટકારે છે. આ બિલ જોઈને તો પરેસેવો છુટી ગયો છે. હું સમગ્ર મામલે ફરિયાદ કરીશ. શનિ-રવિ હોવાથી હું સોમવારે ફરિયાદ કરવા જઈશ. અમારા આખા બિલ્ડિંગને આડેધડ બિલ આપી દીધા છે. જેથી આખા બિલ્ડિંગના લોકોને ફરિયાદ છે. આ સાથે જ કહ્યું કે અમારે પાણીની મોટરનું બિલ ખાલી 48 હજાર આપ્યું છે. ઉલ્લેખનિય છે કે ચંદુભાઈ વાઘેલા છૂટક દલાલીનું કામ કરે છે.

ઉનાળામાં ACનો ઉપયોગ પણ જરૂર પુરતો જ કરીએ છીએ: સંધ્યાબેનસમગ્ર મામલે પત્ની સંધ્યાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે લોકડાઉનમાં મનફાવે તેમ બીલ આપી દીધા છે. બે રૂમમાં લાઈટ પંખા અને AC હોય. તમે ગમે તેટલું વાપરો પણ 9 લાખ બિલ થોડુ આવે. અમે PGVCLમાં ફરિયાદ કરીશું. અમે ઉનાળામાં ACનો ઉપયોગ પણ જરૂર પુરતો જ કરીએ છીએ. ઘરમાં અમે પંખા પણ જરૂર પુરતા ચાલુ કરીએ છીએ. લોકડાઉનમાં બિલ ભરવા કે પછી ખાવાના કરવા.







PGVCL give a bill of Rs 9 lakh 40 thousand in a 2BHK flat in rajkot