NSUIનું વિરોધ પ્રદર્શન, GLS યુનિવર્સિટીનું ફી માટે દબાણ વધતા વિદ્યાર્થીઓએ લારી-ગલ્લા પર ભીખ માંગી યુનિવર્સિટીમાં પૈસા ભર્યા

NSUIનું વિરોધ પ્રદર્શન, GLS યુનિવર્સિટીનું ફી માટે દબાણ વધતા વિદ્યાર્થીઓએ લારી-ગલ્લા પર ભીખ માંગી યુનિવર્સિટીમાં પૈસા ભર્યા



કોરોનાની મહામારીમાં આર્થિક રીતે હજી પણ લોકો હેરાન પરેશાન છે. લોકડાઉનના કારણે જેમ બધા રોજગાર ધંધામાં લાંબા સમયથી મંદી છે તથા તમામ કૉલેજો પણ બંધ છે તેમ છતાં GLS યુનિવર્સિટી સંપૂર્ણ ફી માટે વાલીઓ અને વિદ્યાર્થીઓને દબાણ કરી રહી છે. તેના વિરોધમાં આજે NSUI અને કોલેજના વિદ્યાર્થીઓએ કોલેજ બહાર લારી-ગલ્લાવાળા જોડે ભીખ માંગી પૈસા એકઠા કરીને GLS યુનિવર્સિટીને આપી હતી. જોકે NSUI આ રીતે અનેક વખત વિરોધ નોંધાવી ચુકી છે.







GLS University Fee issue, NSUI students begged with a lari galla outside the college