Translate to...

MLAની અયોગ્યતાના મામલે સ્પીકરે સુપ્રીમમાં દાખલ કરેલી અરજી પરત ખેંચી, વકીલ સિબ્બલે કહ્યું- હાલ સુનાવણીની જરૂર નથી

MLAની અયોગ્યતાના મામલે સ્પીકરે સુપ્રીમમાં દાખલ કરેલી અરજી પરત ખેંચી, વકીલ સિબ્બલે કહ્યું- હાલ સુનાવણીની જરૂર નથી
રાજસ્થાનના રાજકીય સંકટમાં રોજ નવા વળાંકો આવી રહ્યાં છે. કોંગ્રેસની લડાઈ કોર્ટ અને રાજભવન સુધી પહોંચી છે. બીજી તરફ સોમવારે સ્પીકર સીપી જોશીએ ધારાસભ્યોની અયોગ્યતાની નોટિસના મામલામાં સુપ્રીમ કોર્ટમાં દાખલ પોતાની અરજીને પરત લઈ ખેંચી લીધી છે. તેમના વકીલ કપિલ સિબ્બલે દલીલ કરી હતી કે આ મામલામાં હાલ સુનાવણીની જરૂર નથી. જરૂર જણાશે ત્યારે અમે બીજી વખત તૈયારી સાથે આવીશું. પાયલટ ગ્રુપની અરજી પર હાઈકોર્ટના ચુકાદા પછી સ્પીકરે કોર્ટમાં અપીલ કરી હતી.

આ દરમિયાન ન્યુઝ એજન્સી એએનઆઈએ સૂત્રોના હવાલાથી જણાવ્યું કે રાજ્યપાલે વિધાનસભાનું સત્ર બોલાવવાની ફાઈલ સંસદીય મામલાના વિભાગોને મોકલી છે. રાજભવને સરકાર પાસે બીજી કેટલીક વિગતો માંગી છે.

જ્યારે રાજસ્થાન હાઈકોર્ટ ભાજપના ધારાસભ્ય મદન દિલાવરની અરજી પર સુનાવણી કરશે, જેમાં તેમણે બસપાના છ ધારાસભ્યોના કોંગ્રેસમાં મર્જરની વિરુદ્ધ સ્પીકર સમક્ષ દાખલ થયેલી તેમની અરજી પર કોઈ કાર્યવાહી ન થવાની વાતને કોર્ટમાં પડકારી છે. દિલાવરની અરજી પર સોમવારે હાઈકોર્ટના જસ્ટિસ મહેન્દ્ર ગોયલ સુનાવણી કરશે. તેમાં વિધાનસભા સ્પીકર, સેક્રેટરી સહિત બસપાના છ ધારાસભ્યોને પણ પક્ષકાર બનાવવામાં આવ્યા છે.

દિલાવરના વકીલ આશીષ શર્માએ જણાવ્યું કે અરજદારે સ્પીકરને ચાર મહિના પહેલા માર્ચ 2020માં બસપના ધારાસભ્ય લખન સિંહ(કરૌલી), રાજેન્દ્ર સિંહ ગુઢા(ઉદયપુરવાટી), દીપચંદ્ર ખેડિયા(કિશનગઢ બાસ), જોગેન્દર સિંહ અવાના(નદબઈ), સંદીપ કુમાર(તિજારા) અને વાજિબ અલી(નગર ભરતપુર)ના કોંગ્રેસમાં મર્જર બાબતે સ્પીકરને ફરીયાદ કરી હતી.

આ સિવાય તેમણે સ્પીકરને આ 6 ધારાસભ્યોનું વિધાનસભાનું સભ્યપદ પક્ષપલટાના કાયદા અંતર્ગત અયોગ્ય જાહેર કરવા પણ રજૂઆત કરી હતી. જોકે સ્પીકરે આ અંગે હજી સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી નથી.

સમગ્ર દેશમાં રાજભવનની સામે થશે દેખાવો પીસીસી ચીફ ગોવિંગ સિંહ ડોટાસરાએ કહ્યું કે સોમવારે કોંગ્રેસની સેવ ડેમોક્રેસી સેવ કોન્સ્ટીટયુશન ચળવળ અંતર્ગત સમગ્ર દેશમાં રાજભવનની સામે દેખાવો કરવામાં આવશે. રાજસ્થાનમાં એવું કરવામાં આવશે નહિ. અમે કેબિનેટને રિવાઈઝ્ડ નોટ મોકલી છે અને આશા રાખીએ છીએ કે તેઓ ઝડપથી સત્ર બોલાવવાની પરવાનગી આપશે.

5 સવાલોમાં સમજો... રાજસ્થાનના રાજકારણની સમગ્ર તસ્વીર

1. હાઈકોર્ટના ચુકાદાની પાયલટ ગ્રુપ પર શું અસર થશે ? જવાબઃ હાઈકોર્ટે 19 ધારાસભ્યોની નોટિસના મામલામાં યથાસ્થિતિ જાળવી રાખવા કહ્યું છે. તેમનું સભ્યપદ હાલ રદ થશે નહિ. ચુકાદાને સોમવારે સુપ્રીમ કોર્ટ રિવ્યુ કરશે.

2. શું ગેહલોત સરકારની પાસે બહુમતી છે ? જવાબઃ ગેહલોત સરકારે રાજભવન જઈને ધારાસભ્યોની પરેડ કરાવી હતી. તેમાં 102નો આંકડો આપ્યો છે. તેમાં કોંગ્રેસના 88, અપક્ષના 10, બીટીપીના 2, સીપીએમ અને આરએલડીના એક-એક ધારાસભ્યો છે. જો આટલા ધારાસભ્યો ટેસ્ટમાં સરકારનો સાથ આપે છે તો સરકાર બહુમતી પ્રાપ્ત કરશે. જો બે-પાંચ ધારાસભ્યો પણ આમતેમ થશે તો સરકાર ખતરામાં છે.

3. શાં માટે રાજ્યપાલ વિશેષ સત્ર બોલાવશે ? જવાબઃ રાજ્યપાલે શુક્રવારે રાતે કેબિનેટને કોરોનાને ટાંકીને અને ઉતાવળમાં વિશેષ સત્ર બોલાવવા જેવા 6 સવાલ પૂછ્યા હતા. તેના પરથી લાગે છે કે રાજ્યપાલ સોમવારે કે ઈમરજન્સીમાં સત્ર બોલાવવાની પરવાનગી નહિ આપે. જો કેબિનેટે બીજી વખત રાજભવનને પ્રસ્તાવ મોકલ્યો તો નિયમઅનુસાર રાજ્યપાલ ના પણ પાડી શકશે નહિ. જોકે સત્રની શકયતા લાગી રહી નથી.

4. અંતે શાં માટે સત્ર બોલાવવા માંગે છે ગેહલોત ? જવાબઃ સત્ર બોલાવવું હોય તો બહાનું છે. રાજ્યપાલને જે પત્ર આપવામાં આવ્યો, તેમાં ફલોર ટેસ્ટનો ઉલ્લેખ નથી. 19 ધારાસભ્યોનું સભ્યપદ ગયુ તો બહુમતી માટે 92 ધારાસભ્યો જોઈએ, જે સરકારની પાસે છે.

5. ભાજપની સત્ર બોલાવવામાં રુચિ શાં માટે નથી ? જવાબઃ ભાજપ નથી ઈચ્છતું કે સરકાર સત્ર બોલાવીને પાયલટ ગ્રુપ પર એક્શન લે. તે ઈચ્છે છે કે 19 ધારાસભ્યોનું સભ્યપદ જળવાઈ રહે અને જરૂરિયાત પડે તો સરકારને હલાવી શકે.

રાજકીય ડ્રામા પહેલા વિધાનસભામાં સ્થિતિ

107 કોંગ્રેસ

હવે આ સ્થિતિ

ગેહલોતના પક્ષમાંઃ 88 કોંગ્રેસ, 10 અપક્ષ, 2 બીટીપી, 1 આરએલડી, 1 માકપા એટલે કુલ 102

પાયલટ ગ્રુુપઃ 19 બળવાખોર કોંગ્રેસ, 3 અપક્ષ. કુલ 22

ભાજપ પ્લસઃ 72 ભાજપ, 3 આરએલપી. કુલ 75

માકપા 1ઃ ગિરધારી મઈયા હાલ તટસ્થ.Two cases in court today: Supreme Court to rule on Speaker's plea today, hearing in High Court against merger of 6 BSP MLAs in Congress