Translate to...

MGVCLએ 12 હજારથી લઇને 20 હજાર સુધીના લાઇટ બિલ ફટકારતા ગ્રાહકોમાં રોષ, વીજ કંપનીની ઓફિસ પર હોબાળો મચાવ્યો

MGVCLએ 12 હજારથી લઇને 20 હજાર સુધીના લાઇટ બિલ ફટકારતા ગ્રાહકોમાં રોષ, વીજ કંપનીની ઓફિસ પર હોબાળો મચાવ્યો




કોરોના મહામારીને લઈને વડોદરા શહેરમાં લોકોની આર્થિક હાલત કફોડી બની ગઇ છે, તેવા સમયે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા આડેધડ આપવામાં આવી રહેલા લાઇટ બીલોથી ગ્રાહકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. જે લોકોને રૂપિયા 700 બીલ આવતું હતું. તેવા ગ્રાહકોને રૂપિયા 12 હજારથી રૂપિયા 20 હજાર સુધીના બીલો આપવામાં આવતા ગ્રાહકોએ સરદાર એસ્ટેટ વીજ કંપનીની ઓફિસમાં ધસી જઇને હોબાળો મચાવ્યો હતો.

આડેધડ લાઇટ બિલોના પગલે ગ્રાહકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો, વીજ બીલ માફ કરવા માંગMGVCL દ્વારા આડેધડ આપવામાં આવી રહેલા લાઇટ બિલોના પગલે ગ્રાહકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. સરકાર દ્વારા 100 યુનિટ સુધીના બિલોમાં રાહત આપવાની જાહેરાત કરવા છતાં વીજ કંપની દ્વારા આડેધડ બીલો આપવામાં આવી રહ્યા છે. પરિણામે વડોદરા શહેર-જિલ્લામાં ગ્રાહકોના વીજ ઓફિસોમાં મોરચા આવવાના શરૂ થઇ ગયા છે. આજે ઇન્દ્રપુરી ઝોનના વીજ ગ્રાહકો સરદાર એસ્ટેટ પાસે આવેલા વીજ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. અને આડેધડ આપવામાં આવી રહેલા બિલો અંગે હોબાળો મચાવી વીજ બિલો માફ કરવાની માંગણી કરી હતી.

લોકડાઉનમાં મેસેજમાં આવેલા બિલ ભર્યા છતાં મોટા બીલ ફટકાર્યાવીજ ગ્રાહક આરતીબહેને જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં આજકાલ MGVCL દ્વારા આડેધડ લાઇટ બીલો આપવામાં આવી રહ્યા છે. જે ગ્રાહકોને સરેરાશ રૂપિયા 600થી રૂપિયા 700નું બિલ આવતું હતું., તેવા ગ્રાહકોને રૂપિયા 12 હજારથી રૂપિયા 20 હજારના લાઇટ બીલ આપવામાં આવ્યા છે. અને હદ તો ત્યારે થઈ ગઈ કે, જ્યારે લોકડાઉન દરમિયાન મોબાઇલ ફોન પર મેસેજ થકી આપવામાં આવેલા બિલ ભરનાર ગ્રાહકોને પાછલું બાકી લખીને મોટાપાયે બિલ ફટકારવામાં આવ્યા છે.







People protest for MGVCL get electricity bills from Rs 12000 to Rs 20000 in vadodara