Translate to...

LOC પર પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, ભારતની જવાબી કાર્યવાહીમાં તેના સૂબેદાર સહિત 2 સૈનિક ઠાર

LOC પર પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, ભારતની જવાબી કાર્યવાહીમાં તેના સૂબેદાર સહિત 2 સૈનિક ઠાર




પાકિસ્તાન લશ્કરે રવિવારે લાઈન ઓફ કન્ટ્રોલ (LOC) પાસે અનેક જગ્યા પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નિકિઆલ સેક્ટરમાં રાખચિકરી, દેવાસ અને બગસારમાં પાકિસ્તાની ફૌજે સીઝફાયર તોડ્યુ હતું. ભારતીય સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાની સુબેદાર સહિત 2 સૈનિક ઠાર થયા હતા. રાખચિકરીમાં 3 જુલાઈના રોજ પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. તે સમયે પણ ભારતે તેના 2 સૈનિકોને ઠાર કર્યા હતા.

બે દિવસ અગાઉ પણ બે પાકિસ્તાન સૈનિકને ઠાર કરાયા હતાસેનાના પ્રવક્તાએ જણાવ્યું કે શુક્રવારે સીઝફાયરનું ઉલ્લંઘન કરવા બદલ ભારતે પાકિસ્તાનને રાખ ચિકરી એરિયાની પોસ્ટને નિશાન બનાવ્યા હતા. જવાબી કાર્યવાહીમાં 10 બલૂચ રેજીમેન્ટના બે સૈનિકો માર્યા ગયા હતા અને અનેક ઈજાગ્રસ્ત થયા હતા. આ સમયે પાકિસ્તાનના અનેક બંકરને તબાહ કર્યા હતા.

સીઝફારમાં આપણા સૈનિક શહીદ થયા15 જૂનના રોજ LAC પર પુંછ જિલ્લામાં પાકિસ્તાન તરફથી થયેલ ફાયરિંગમાં ભારતનો એક સૈનિક શહીદ થયો હતો. પુંછ અને રાજૌરીમાં પાકિસ્તાન સેનાના ગોળીબારથી જૂનમાં ત્રણ સૈનિક શહીદ થયા હતા. પાંચ દિવસ અગાઉ 10 જૂનના રોજ રાજૌરી સેક્ટરમાં નાયક ગુરુચરણ સિંહ હુમલામાં શહીદ થયા હતા.

આ વર્ષ જાન્યુઆરીથી જૂન સુધી 6 મહિનામાં પાકિસ્તાને 200થી વધારે વખત સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું છે.જોકે, દરેક વખતે જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. આ સમયગાળામાં 100 આતંકવાદી ઠાર થયા છે.

વર્ષ 2020માં સંઘર્ષ વિરામ ઉલ્લંઘન

જાન્યુઆરી-367ફેબ્રુઆરી-366માર્ચ- 411એપ્રિલ-387મે-382જૂન-114







ફાઈલ ફોટો