Translate to...

LoC ઉપર ભારત-પાકિસ્તાનની પોઝિશન સ્પષ્ટ છે, પરંતુ LAC ઉપર 23 વિસ્તારમાં ભારત-ચીનના અલગ અલગ દાવા છે, આ વિસ્તારમાં સામ-સામે આવી જાય છે બન્ને સેના

LoC ઉપર ભારત-પાકિસ્તાનની પોઝિશન સ્પષ્ટ છે, પરંતુ LAC ઉપર 23 વિસ્તારમાં ભારત-ચીનના અલગ અલગ દાવા છે, આ વિસ્તારમાં સામ-સામે આવી જાય છે બન્ને સેના
ભારતની જમીનની સરહદ લગભગ 15 હજાર કિમી છે અને તે 6 દેશોની પાસે આવેલી છે. જેમાંથી પાકિસ્તાન અને ચીન જ છે, જેમની સાથે સીમા વિવાદ થાય છે. પાકિસ્તાન સાથે વણઉકેલાયેલી સીમાનો જે ભાગ છે, તેના લાઈન ઓફ કંટ્રોલ(LOC) કહેવાય છે અને ચીન સાથે જ્યાં સીમા વિવાદ છે, તેને લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ(LAC) કહેવાય છે. LACની લંબાઈ અંદાજે 3500 કિમી છે.

એરિયા ઓફ ડિફરિંગ પરસેપ્શન શું છે?ભારત-પાકિસ્તાન વચ્ચે LOCની સ્થિતિ પુરી રીતે સ્પષ્ટ છે. અહીંયા બન્ને દેશોની સરહદ પર તારની ફેસિંગ અને પોઝિશનને સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. જ્યારે ચીન સાથે આવેલી LAC પર ઘણી જગ્યાએ તો ન તારની ફેસિંગ કરાઈ છે અને ન તો કોઈ પ્રકારનું ચિન્હ છે. આવી જ ઘણી જગ્યાઓ પર બન્ને દેશો પોતાનો દાવો કરી રહ્યા છે. બન્ને દેશોએ આ પ્રકારની 23 જગ્યાઓને ચિન્હિત કરીને રાખી છે. તેને એરિયા ઓફ ડિફરિંગ પરસેપ્શન(ADP)કહેવામાં આવે છે.

નાની મોટી અથડામણ પછી LACની સ્થિતિ સામાન્ય કેવી રીતે થઈ જાય છે?LAC પર ઘણી વખત નાની મોટી અથડામણ થઈ છે, ઘણા લાંબા દિવસો સુધી તણાવ પણ રહ્યો હતો. પરંતુ બન્ને દેશ સ્થિતિને ફરીથી પુરી રીતે નિયંત્રણમાં લાવતા રહ્યા છે. આ જ કારણ છે કે સીમા પર મુક્કાબાજી તો થઈ જાય છે પરંતુ લગભગ 50 વર્ષ વર્ષોથી અહીંયા ગોળી નથી ચલાવાઈ.તણાવ ઘટાડવા માટે બન્ને દેશોએ એકબીજાની સહમતિથી સિસ્ટમ અને પ્રોટોકોલ નક્કી કર્યા છે અને આ અત્યાર સુધી કારગર સાબિત થયા છે. આ પ્રકારે બોર્ડર પર તહેનાત બન્ને તરફના અધિકારીઓની વાતચીત ચાલતી રહે છે. જેમાં કર્નલ લેવલના કમાંડિંગ અધિકારી અથવા બ્રિગેડ કમાંડ લેવલના અધિકારી સામેલ હોય છે.

ક્યારેક ક્યારેક મેજર જનરલ સ્તરની મીટિંગ પણ યોજાય છે. ત્યારબાદ રાજકીય સ્તરે વાતચીતની પ્રક્રિયા પણ થાય છે. મિલેટ્રી લેવલથી માંડી રાજકીય સ્તર પર વર્ષભર થનારી આ મીટિંગ્સ દ્વારા સીમા પર ઉઠતા મુદ્દાઓનું સમાધાન થતું રહે છે.

LAC પર શાંતિ માટે કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર્સ કેટલા મદદરૂપ?બન્ને આર્મી LAC પર પેટ્રોલિંગ દરમિયાન પહેલાથી જ નક્કી કરાયેલા ઉપાયોનું પાલન કરે છે. જેને કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર્સ (CBMS) કહેવાય છે. અલગ અલગ દાવા વાળા 23 વિસ્તારમાં તેનું ખાસ પ્રકારે ધ્યાન રાખવામાં આવે છે.

ઉદાહરણ તરીકે બન્ને બાજુના સૈનિક પેટ્રોલિંગ દરમિયાન હથિયાર તો સાથે રાખી શકે છે પણ તેને એ પ્રકારે પીઠ પર લગાડવામાં આવે છે જેથી દૂર ઊભેલા સૈનિકોને જોખમ ન લાગે. બન્ને દેશની આર્મી યુદ્ધ વાળી પોઝિશન ન બનાવી શકે, ન તો આવા વિસ્તારમાં કોઈ પ્રકારનું નિર્માણ કાર્ય કરી શકે છે. આ કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર્સના કારણે જ 1967 પછી ભારત-ચીન સીમા પર ગોળી નથી ચલાવાઈ.

6 જૂને તણાવ ઓછો કરવા અંગે સહમતિ થઈ, પછી 15 જૂને લોહીયાળ અથડામણનું કારણ શું હતું?6 જૂને થયેલી લેફ્ટિનેન્ટ જનરલ સ્તરની મીટિંગ દરમિયાન લદ્દાખના આ ત્રણ વિસ્તારમાં તણાવ ઓછો કરવા અંગે સહમતિ બની હતી. જેમાં સ્ટેપ બાય સ્ટેપ બન્ને સેનાઓને ધીમે ધીમે પાછળ હટવાથી માંડીને દરેક પ્રકારે તણાવ ઓછો કરવાનો હતો. આ પ્રક્રિયા લાંબી ચાલે છે. આ પ્રક્રિયાની પ્રોગ્રેસ તપાસ દરમિયાન જ 15 જૂનની રાતે અથડામણ લોહીયાળ બની ગઈ અને બન્ને તરફના સૈનિકો માર્યા ગયા હતા.

ગલવાનમાં હવે શું સ્થિતિ છે?મિલેટ્રી લેવલ પર 2 રાઉન્ડની વાતચીત થઈ છે અને બન્ને આર્મી તણાવ ઓછો કરવા માટે આજે જુની પોઝિશન પર પાછી ફરવા માટે માની ગઈ છે. હવે આ પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ અને ધીમે ધીમે ચાલનારી પ્રક્રિયા છે તો બસ એ ધ્યાન રાખવાની જરૂર છે કે આ દરમિયાન કોઈ નવો વિવાદ ઊભો ન થઈ જાય.

ભારતીય સેના કેટલી તૈયાર?ભારતીયે સેના પહાડો પર લડવા માટે પુરી રીતે ટ્રેઈન, અનુભવી અને આત્મવિશ્વાસથી ભરેલી છે. સેના પુરી રીતે તૈયાર છે અને સીમાની રક્ષા કરવા માટે સક્ષમ પણ છે. આર્મી હંમેશા ખરાબથી ખરાબ સ્થિતિ સામે પહોંચી વળવા માટે યોજના બનાવીને રાખે છે.જો કે ઘણા અન્ય પણ ફેક્ટર છે જેનું ધ્યાન રાખવું જરૂરી હોય છે. જેમ કે, જો અથડામણ થઈ જાય તો તેના એક મોટા ઓપરેશનમાં બદલાવાની આશંકા રહેશે. અને પછી તે માત્ર એ વિસ્તાર સુધી સિમીત નહીં રહે, તેનો વિસ્તાર વધી શકે છે. એવામાં હાઈ લેવલ મીટિંગમાં એ નક્કી થશે કે દેશ હિતમાં સેના કઈ રેન્જ સુધી એક્શન લઈ શકે છે.

મોદીનું લેહ જઈને જવાનોને મળવાનું શું અસર કરશે?વડાપ્રધાન મોદીનું લદ્દાખ જવાનું માત્ર સેના માટે જ નહીં પણ આખા દેશનું જુસ્સો વધારવા વાળું પગલું છે. ફિલ્ડમાં જઈને જવાનોને મળવું એ જવાનોનો મનોબળ વધારે છે. આ ઉપરાંત આ દુનિયા અને ચીનને મજબૂત જવાબ છે.India China Border Dispute Area | India Pakistan China News, Ladakh Galwan Valley Update; Know What Is The Border Dispute Between India and China