IPS હરેકૃષ્ણ પટેલ કોરોના પોઝિટિવ, શહેરમાં વધુ 256 કેસ સાથે પોઝિટિવનો આંકડો 11,384 થયો, સિવિલના મેઈલ નર્સ સહિત 14ના મોત, મૃત્યુઆંક 509 થયો

IPS હરેકૃષ્ણ પટેલ કોરોના પોઝિટિવ, શહેરમાં વધુ 256 કેસ સાથે પોઝિટિવનો આંકડો 11,384 થયો, સિવિલના મેઈલ નર્સ સહિત 14ના મોત, મૃત્યુઆંક 509 થયો



IPS હરેકૃષ્ણ પટેલ અને તેમના કમાન્ડોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગુજરાત પોલીસમાં એડમિન IG હરેકૃષ્ણ પટેલ હાલ સુરતમાં કોવિડ OSD તરીકે ફરજ બજાવી રહ્યા છે.હાલ તેઓ હોમ ક્વોરન્ટીન થયા છે. શહેરમાં કોરોના સંક્રમણમાં ઘટાડો ન નોંધાતો હોય તેમ કેસની સંખ્યા વધી રહી છે. પાલિકા અને જિલ્લા તંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ 256 કેસનો વધારો નોંધાયો છે. જેથી પોઝિટિવનો આંકડો 11,384 થયો છે. જેમાં જિલ્લાના 2052 અને શહેરના 9332 કેસનો સમાવેશ થાય છે. આજે કુલ 14 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 500ને પાર થઈને 509 થયો છે. જેમાં શહેરના 433 અને જિલ્લાના 76 દર્દીઓનો સમાવેશ થાય છે. શહેરમાંથી આજે 162 અને જિલ્લામાંથી 75 દર્દીઓ કોરોના મુક્ત થઈને પોતાના ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 7495 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જેમાંથી જિલ્લાના 1280 લોકોનો સમાવેશ થાય છે.

સારવાર દરમિયાન મોતકોરોના સંક્રમણનો ભોગ બનેલા અને નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતાં નર્સિંગ સ્ટાફના બ્રધર સુનિલ નિમાવતનું અવસાન થયું છે. પ્રાઇવેટ યુનિક હોસ્પિટલમાં તેઓ દાખલ હતાં. કોરોનાની લગભગ 1 મહિનાની સારવાર દરમિયાન તેઓનું આજે સવારે નિધન થયું છે. 1 મહિના પહેલા તાવ શરદી અને ખાંસી હોવાથી હોસ્પિટલમાં દાખલ થયા હતા. ત્યારબાદ ઓક્સિજન લેવલ ઘટી જવાથી આઈસીયુમાં હતા. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો છેલ્લા દસ દિવસથી વેન્ટિલેટર પર હતા તેઓને પ્લાઝમા થેરાપી પણ આપવામાં આવી હતી.

વરાછાના કાર્યપાલક ઈજનેર અને આરોગ્ય અધિકારી પણ સંક્રમીતવરાછા ઝોન-એના કાર્યપાલક ઈજનેર અમિત દેસાઈ પણ સંક્રમીત થયા છે. કોરોનાના લક્ષણો બાદ બુધવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેવી જ રીતે વરાછા ઝોન-એના આરોગ્ય અધિકારી કિંજલ પટેલ પણ સંક્રમીત થયા છે. તેમનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

કાપડના વેપારી, કરીયાણા દુકાનદાર ગેરેજ માલીકને પણ ચેપપર્વત પાટીયા વિસ્તારમાં રહેતા અને કાપડનો વેપાર કરતા બે વેપારીઓ પણ સંક્રમીત થયા છે. તેવી જ રીતે રાંદેર વિસ્તારમાં રહેતા કરીયાણા અને ઈલેક્ટ્રીકના દુકાનદારો પણ સંક્રમીત થયા છે. જ્યારે કતારગામ વિસ્તારમાં રહેતા ચુનાના વેપારીને પણ ચેપ લાગ્યો છે. વરાછા વિસ્તારમાં રહેતા વેપારી તેમજ ગેરેજ માલીક અને ખેડુત પણ સંક્રમીત થયા છે.







કોરોના પોઝિટિવ દર્દીઓના મોતને લઈને આરોગ્ય તંત્ર ચિંતામાં મુકાયું છે.