Translate to...

IPL પહેલાં વર્લ્ડના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય ટીમનો ટ્રેનિંગ કેમ્પ થવો લગભગ નક્કી, આગામી 1-2 દિવસમાં સત્તાવાર જાહેરાત થઈ શકે છે

IPL પહેલાં વર્લ્ડના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય ટીમનો ટ્રેનિંગ કેમ્પ થવો લગભગ નક્કી, આગામી 1-2 દિવસમાં સત્તાવાર જાહેરાત થઈ શકે છે




ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) પહેલાં બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI) અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા ખાતે ટીમ ઈન્ડિયા માટે ટ્રેનિંગ કેમ્પ લગાવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય ટીમ બાયો-સિક્યુરિટી વાતાવરણમાં 18 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર દરમિયાન અહીં ટ્રેનિંગ કરશે. આગામી 1-2 દિવસમાં આ અંગે સત્તાવાર જાહેરાત થઈ શકે છે. સૂત્રો અનુસાર BCCI તરફથી કન્ફર્મેશન આવવાનું બાકી છે.

પ્રથમ વખત કોઈ ટીમ આ સ્ટેડિયમમાં ટ્રેનિંગ કરશે. સૂત્રોએ કહ્યું કે, GCAએ આ ટ્રેનિંગ કેમ્પ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

ધર્મશાલામાં પણ કેમ્પ લગાવવાનો વિચાર થયો હતો

મોટેરાની સાથે ટ્રેનિંગ કેમ્પ માટે ધર્મશાલાનું નામ પણ આગળ આવ્યું હતું. જોકે, મોટેરાની ફેસિલિટી વધુ સારી છે. સ્ટેડિયમ મોટું હોવાથી બાયો-સિક્યુરિટીમાં ટ્રેનિંગ કરવી પણ સરળ રહેશે.

26 ખેલાડીઓ સહિત 60 લોકોની વ્યવસ્થા કરવામાં આવશે

મોટેરા સ્ટેડિયમમાં 26 ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફના 18 મેમ્બર્સ સહિત 60 લોકોને રાખવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેમાં સિક્યુરિટી, કિચનથી જોડાયેલા અને અન્ય લોકોનો સમાવેશ થાય છે.

મોટેરા દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ

સરદાર પટેલ સ્ટેડિયમમાં દર્શકોની બેઠક ક્ષમતા એક લાખ દસ હજાર છે. સ્ટેડિયમ 63 એકરમાં બનાવવામાં આવ્યું છે. તેમાં આધુનિક સુવિધાઓથી સજ્જ 50 રૂમ્સ છે, ઓલિમ્પિક સાઇઝ સ્વીમીંગ પૂલ, એક 3D પ્રોજેક્ટર થિયેટર અને ટેનિસ, ટેબલ ટેનિસ, બેડમિંટન સહિત વિવિધ રમતો માટેની સુવિધાઓ અને 73 કોર્પોરેટ બોક્સ છે. સ્ટેડિયમ સિવાય પ્રેક્ટિસ માટે અન્ય ત્રણ ક્રિકેટ ગ્રાઉન્ડ પણ છે.

બાયો-સિક્યુરિટી બબલ એટલે શું?

બાયો સિક્યુરિટી બબલ કોરોનાવાયરસના સંક્રમણને રોકવાની એક રીત છે. તેનો હેતુ વાયરસ, બેક્ટેરિયાને લીધે લોકો અથવા પ્રાણીઓના ચેપનું જોખમ ઘટાડવાનો છે. ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ આ પ્રકારનો જ સેટઅપ વેસ્ટ ઇન્ડીઝ સામે ચાલતી ટેસ્ટ સીરિઝ માટે તૈયાર કર્યો છે.સ્ટેડિયમથી લઈને હોટલના રૂમને સેનિટાઇઝ કરવા ઉપરાંત ખેલાડીઓ, સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ માટે કડક નિયમ બનાવવામાં આવશે. ખેલાડીઓ બધે એક્રિડિટેશન કાર્ડ લઈને ફરશે, જેમાં એક માઇક્રો ચિપ લાગલી હશે. તેનાથી ખેલાડીઓને મૂવમેન્ટને મોનિટર કરવામાં આવશે.

બાયો-સિક્યુરિટી બબલમાં વ્યવસ્થા હોય છે:

સ્ટેડિયમમાં લંચ-ડિનર દરમિયાન ખેલાડીઓ માટે અલગ-અલગ વ્યવસ્થા કરવામાં આવે છે. ખેલાડીઓના ડાઇનિંગ એરિયાની અંદર અને બહાર જવાના અલગ-અલગ રસ્તા હોય છે. ખેલાડીઓ માટે રહેવાની વ્યવસ્થા સ્ટેડિયમમાં જ અથવા નજીકની હોટલમાં કરવામાં આવે છે.ખેલાડીઓ બહાર જઈ શકે નહિ, કોઈને પણ મળી શકે નહિ.જિમમાં ખેલાડીઓના ટ્રેનિંગ માટે અલગ-અલગ ટાઈમ નક્કી કરવામાં આવે છે. દરેક સેશન પછી આખા જિમને સેનિટાઇઝ કરવામાં આવે છે.





મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનો ફાઇલ ફોટો