ICCએ કહ્યું, 2021માં ફાઇનલ થશે કે નહિ, તે નવા શેડયૂલ પછી ખબર પડશે, ઘણી રદ્દ થયેલી સીરિઝ ફરીથી થઈ શકે છે

ICCએ કહ્યું, 2021માં ફાઇનલ થશે કે નહિ, તે નવા શેડયૂલ પછી ખબર પડશે, ઘણી રદ્દ થયેલી સીરિઝ ફરીથી થઈ શકે છે



ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ કહ્યું છે કે કોરોનાને કારણે ટેસ્ટ ચેમ્પિયનશિપના શેડ્યૂલને પણ અસર થઈ છે. તેની ફાઈનલ 10 જૂન 2021ના ​​રોજ થવાની છે. ICCના જનરલ મેનેજર જ્યોફ અલારડીસે કહ્યું કે ઘણી ટેસ્ટ સીરિઝ રદ્દ કરવામાં આવી છે, જેને ફરીથી કરાવવામાં આવી શકે છે. આ કારણોસર, નવું શેડ્યૂલ નક્કી થયા પછી 2021માં ફાઇનલ થવી મુશ્કેલ રહેશે.

ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ પોઇન્ટ્સ ટેબલની ટોપ-2 ટીમો વચ્ચે લંડનના લોર્ડ્સ ખાતે રમાશે. અત્યારે, ટૂર્નામેન્ટમાં ભારત 360 પોઇન્ટ્સ સાથે ટોપ પર છે, જ્યારે ઓસ્ટ્રેલિયા 296 પોઇન્ટ્સ સાથે બીજા સ્થાને છે.

તમામ દેશો પાસેથી રદ્દ કરાયેલ ટેસ્ટ સીરિઝને કરવાની યોજના માંગી

ICCએ કહ્યું કે, હમણાં અમે બધા સદસ્ય દેશો સાથે વાત કરી રહ્યા છીએ. આ બધાને રદ્દ થયેલી શ્રેણીને ફરીથી જીવંત કરવાની તેમની યોજના માટે કહ્યું છે. 'અત્યાર સુધીમાં, બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ અને શ્રીલંકાની ટેસ્ટ શ્રેણી મુલતવી રાખવામાં આવી છે. હમણાં, ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ તેમની શ્રેણી રમી રહ્યા છે. પાકિસ્તાને પણ ઓગસ્ટમાં ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સીરિઝ રમવાની છે. શ્રેણીની બાકીની બાબતો અંગે, આપણે થોડી વધુ રાહ જોવી જોઈએ. આ રદ્દ કરેલી શ્રેણીને ફરીથી કરાવવાની હોવાથી ફ્યુચર ટૂર પ્રોગ્રામ (FTP)માં પરિવર્તન લગભગ નિશ્ચિત છે.

પોઇન્ટ્સ ટેબલમાં ભારત ટોપ પર

ટીમ મેચ જીત હાર ડ્રો પોઇન્ટ્સ ભારત 9 7 2 0 360 ઓસ્ટ્રેલિયા 10 7 2 1 296 ઇંગ્લેન્ડ 11 6 4 1 186 ન્યૂઝીલેન્ડ 7 3 4 0 180 પાકિસ્તાન 5 2 2 1 140 શ્રીલંકા 4 1 2 1 80 વેસ્ટ ઇન્ડીઝ 3 1 2 0 40 દક્ષિણ આફ્રિકા 7 1 6 0 24 બાંગ્લાદેશ 3 0 3 0 0

આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં થનાર T-20 વર્લ્ડ કપને કોરોનાના કારણે સ્થગિત કરવામાં આવ્યો છે. તેથી ઘણી ટીમોને રદ્દ થયેલી સીરિઝ કરાવવાની વિન્ડો મળી ગઈ છે. જોકે જોવાનું એ રહેશે કે નિર્ધારિત સમયમાં કેટલી ટીમો આ સીરિઝ કરાવી શકે છે.







ટીમ ઇન્ડિયા 360 પોઇન્ટ્સ સાથે ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટોપ પર છે. ટીમે ટૂર્નામેન્ટમાં 9માંથી 7 મેચ જીતી છે અને 2 હારી છે. -ફાઇલ ફોટો