Translate to...

HRDનું નામ હવે શિક્ષણ મંત્રાલય થયું, નવી શિક્ષણ નીતિને પણ મોદી કેબિનેટની મંજૂરી

HRDનું નામ હવે શિક્ષણ મંત્રાલય થયું, નવી શિક્ષણ નીતિને પણ મોદી કેબિનેટની મંજૂરી




માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નામ હવે શિક્ષણ મંત્રાલય કરી દેવામાં આવ્યું છે. આ નિર્ણય મોદી કેબિનેટની બેઠક દરમિયાન લેવામાં આવ્યો છે. આ બેઠક દરમિયાન મોદી સરકારે નવી શિક્ષણ નીતિને પણ મંજૂરી આપી છે. આ વિશે વિસ્તૃત માહિતી સરકાર તરફથી સાંજે 4 વાગે થનારી કેબિનેટ બ્રીફિંગમાં આપવામાં આવશે. નોંધનીય છે કે, માનવ સંસાધન વિકાસ મંત્રાલયે પ્રસ્તાવ આપ્યો હતો કે, મંત્રાલયનું હાલનું નામ બદલીને શિક્ષણ મંત્રાલય કરવામાં આવે. આ પ્રસ્તાવને મોદી કેબિનેટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. તે સાથે જ નવી શિક્ષણ નીતિને પણ મંજૂરી આપી દેવામાં આવી છે. હવે સંપૂર્ણ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્ર માટે એક જ રેગ્યુલેટરી બોડિ હશે જેથી શિક્ષણ ક્ષેત્રની અવ્યવસ્થાને ખતમ કરી શકાય.







HRD has now been renamed the Ministry of Education, a new education policy has also been approved by the Modi cabinet