ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા 17 ઓગેસ્ટ લેવાનારી ઓનલાઇન પરીક્ષા માટે ખાસ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. જેમાં પરીક્ષા દરમિયાન કોઈ પ્રૉબ્લેમ થાય તો વિદ્યાર્થીઓ મલ્ટિપલ લોગઇન થઈ શકશે. જ્યારે પરીક્ષામાં આઈફોન નો ઉપયોગ કરી શકશે નહીં.
વિદ્યાર્થીઓ મૂંઝાતા ઉગ્ર રજૂઆતો થઈ હતી GTU દ્વારા વિસ્તૃત ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. અગાઉ GTU દ્વારા પરીક્ષા માટે એક પાનાની ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી. તેમાં ઓનલાઈન પરીક્ષા દરમિયાન વીજળીની પ્રોબ્લેમ થઇ જાય કે નેટ કનેક્શન જતું રહે તો ફરી પરીક્ષા આપવા અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં નહીં આવતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાઇ ગયા હતા અને આ અંગે GTUમાં પણ ઉગ્ર રજૂઆતો થઇ હતી.
અસંખ્ય વાર ફરી લોગ ઈન થવાની છૂટ અપાઈ વિદ્યાર્થીઓની રજૂઆતને આધારે GTU દ્વારા ચાર પાનાની નવી સુધારેલી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે અને તેમાં સ્પષ્ટ કરાયું છે કે, ઓનલાઈન પરીક્ષા દરમિયાન વીજળી ગુલ થઇ જાય કે નેટ ડિસકનેક્ટ થઇ જાય તો પરીક્ષાર્થી ફરી લોગ ઈન થઇ શકશે અને પરીક્ષાર્થી ગમે તેટલી વખત લોગ ઈન થઇ શકશે. જોકે, ઓનલાઈન પરીક્ષા દરમિયાન આઈફોન વાપરી શકાશે નહીં તે અંગે નવી ગાઈડલાઈનમાં પણ કોઇ સ્પષ્ટતા કરવામાં ના આવતા વિદ્યાર્થીઓએ પૂછપરછ કરતા GTU દ્વારા મૌખિક જવાબમાં આઈફોન વાપરી શકાશે નહીં તેવું જણાવાયું છે.
GTU allows multiple login in online exams, no use of iPhone in exams