Translate to...

ED દ્વારા રિયા ચક્રવર્તીની સાડા આઠ કલાક પૂછપરછ, બિહાર પોલીસે સુપ્રીમમાં કહ્યું- રિયાએ સુશાંતની બીમારીનું ખોટું ચિત્ર રજૂ કર્યું

ED દ્વારા રિયા ચક્રવર્તીની સાડા આઠ કલાક પૂછપરછ, બિહાર પોલીસે સુપ્રીમમાં કહ્યું- રિયાએ સુશાંતની બીમારીનું ખોટું ચિત્ર રજૂ કર્યું



અભિનેતા સુશાંતસિંહ રાજપૂતને આપઘાત માટે મજબૂર કરવા અને તેના નાણાંની હેરફેરની આરોપી અભિનેત્રી રિયા ચક્રવર્તીની ઇડીએ શુક્રવારે પૂછપરછ કરી. બીજી તરફ બિહાર પોલીસે સુપ્રીમકોર્ટમાં કહ્યું કે પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે રિયાએ સુશાંતની માનસિક બીમારીનું ખોટું ચિત્ર તૈયાર કર્યું હતું. તેની દાનત સુશાંતના પૈસા હડપી લેવાની હતી. નોંધનીય છે કે સુશાંતના પિતાએ રિયા વિરુદ્ધ પટણામાં ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે ઇડીએ સુશાંતના બેન્ક એકાઉન્ટમાંથી 15 કરોડ રૂ.ની હેરફેર મામલે રિયા વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો.

ઇડીએ સુશાંત સાથે ધંધાકીય લેવડ-દેવડ અંગે રિયાની પૂછપરછ કરી. રોકાણો, ધંધાકીય સોદા અને પ્રોફેશનલ કોન્ટેક્ટ્સ અંગે પણ સવાલ-જવાબ કરાયા. ખાર સ્થિત રિયાની એક પ્રોપર્ટી પણ તપાસના ઘેરામાં છે. દરમિયાન, કેન્દ્રએ પણ સુપ્રીમકોર્ટમાં અરજી કરીને જણાવ્યું છે કે રિયાનો કેસ બિહારથી મુંબઇ ટ્રાન્સફર કરવા મામલે કેન્દ્રને પણ પક્ષકાર બનાવાય. રિયાની બિઝનેસ મેનેજર શ્રૃતિ મોદી અને સુશાંતના ફ્રેન્ડ-રૂમમેટ સિદ્ધાર્થ પિઠાનીને પણ ઇડીએ પૂછપરછ માટે બોલાવ્યા છે. સૂત્રોના જણાવ્યાનુસાર રિયાએ ઇડીને છેલ્લાં 4 વર્ષનો ઓડિટ રિપોર્ટ પણ સોંપ્યો છે. તેની સાથે તેનો ભાઇ શોવિક ચક્રવર્તી પણ હતો.

રિયાએ બાન્દ્રાના ડીસીપી સાથે 4 વખત વાત કરી કૉલ ડિટેલ્સથી ખુલાસો થયો છે કે બાન્દ્રાના ડીસીપી અભિષેક ત્રિમુખે સાથે રિયાની ફોન પર 4 વખત વાત થઇ છે. રિયાએ 21 જૂને ત્રિમુખે સાથે ફોન પર 28 સેકન્ડ વાત કરી. 22 જૂને ત્રિમુખેએ રિયાને મેસેજ કર્યો. ત્યાર બાદ તે દિવસે તેમણે રિયા સાથે ફોન પર 29 સેકન્ડ વાત કરી. 9 દિવસ બાદ ડીસીપીએ રિયાને ફરી ફોન કર્યો અને બંને વચ્ચે 66 સેકન્ડ વાત કરી. ત્યાર બાદ 18 જુલાઇએ પણ રિયાએ ડીસીપીને ફોન કર્યો. મુંબઇ પોલીસે સ્પષ્ટતા કરી છે કે રિયાને તેનું નિવેદન નોંધાવવા બાન્દ્રા અને સાંતાક્રૂઝ પોલીસ સ્ટેશને બોલાવાઇ હતી ત્યારે આ કૉલ કરાયા હતા.

બિહાર સરકારે સુપ્રીમમાં કહ્યું- અમને તપાસ કરવાનો પૂરો અધિકાર સુશાંતના મોત મામલે બિહાર સરકારે સુપ્રીમકોર્ટમાં એફિડેવિટ દાખલ કરી છે. પટણાના એસએસપી ઉપેન્દ્ર શર્માએ 28 પાનાંની એફિડેવિટમાં કહ્યું કે મુંબઇમાં નોંધાયેલો કેસ સુશાંતના મોતનો છે જ્યારે બિહાર પોલીસ સુશાંત સાથે થયેલી છેતરપિંડી અને બ્લેકમેલિંગની તપાસ કરી રહી છે, જેનો તેને પૂરો અધિકાર છે. રિયાની અરજી ફગાવવામાં આવે. એફિડેવિટ મુજબ, સુશાંત જૈવિક ખેતી કરવા ઇચ્છતો હતો, જેનાથી રિયા ખુશ નહોતી.

તપાસમાં માલૂમ પડ્યું કે સુશાંતના કોટક મહિન્દ્રા બેન્કના એકાઉન્ટમાંથી 17 કરોડ રૂ. રિયા સાથે જોડાયેલા લોકોના એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર થયા છે. બિહાર પોલીસે મુંબઇમાં સુશાંતના મિત્રો મહેશ શેટ્ટી અને કૌશલ જાવરી, રસોઇયા અશોક, બહેન મીતુ સિંહ, પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે, મનોચિકિત્સક ડૉ. કેરસી ચાવડા, કોટક મહિન્દ્રા બેન્કના રિલેશનશિપ મેનેજર હર્ષ પટેલ, ફિલ્મ દિગ્દર્શક રુમી જાફરી અને મુકેશ છાબડા તથા સુશાંતના ઘરના સફાઇકર્મી નીરજ સિંહની પૂછપરછ કરી હતી.







અભિનેત્રી રિયા ચક્રવર્તી.