Translate to...

EDએ UP પોલીસ પાસે વિકાસના બેન્ક એકાઉન્ટની ડિટેલ માંગી, વિદેશોમાં રોકાણની શંકા; ગેંગસ્ટરે 3 વર્ષમાં 10 દેશની યાત્રા કરી

EDએ UP પોલીસ પાસે વિકાસના બેન્ક એકાઉન્ટની ડિટેલ માંગી, વિદેશોમાં રોકાણની શંકા; ગેંગસ્ટરે 3 વર્ષમાં 10 દેશની યાત્રા કરી




ઉત્તરપ્રદેશના કાનપુરમાં 5 લાખનાઈનામી ગેંગસ્ટર વિકાસ દુબેનું શુક્રવારે પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું છે. હવે ED (એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ)લખનઉ ઝોન વિકાસ અને તેની ગેંગના ખાસ લોકોની પ્રોપર્ટી ડિટેલ ભેગી કરી રહી છે. આ સંબંધમાં કાનપુર રેન્જના IG મોહિત અગ્રવાલને 6 જુલાઈએ એક પત્ર પણ લખવામાં આવ્યો હતો. EDની એક ટીમે પ્રોપર્ટી ડિટેલ માટે IG સાથે મુલાકાત પણ કરી હતી. વિકાસે છેલ્લા ત્રણ કે ચાર વર્ષમાં 10 વધુ દેશની યાત્રા કરી છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ED પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(PMLA) હેઠળ કેસ કરી શકે છે. વિકાસ અને તેની ગેંગ સાથે જોડાયેલા લોકોની સંપત્તિના કેસની તપાસ કરી શકે છે. શંકા છે કે વિકાસે થાઈલેન્ડ અને દુબઈમાં પણ ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે.

જય બાજપેયી વિકાસનો અંગત, બન્ને વચ્ચે લેવડ દેવડ થતી હતીUP એસટીએફે એક સપ્તાહ પહેલા કાનપુરના રહેવાસી જય બાજપેયીની અટકાયત કરી હતી. જયને વિકાસનો ખાસ માણસ માનવામાં આવતો હતો. પુછપરછમાં ખુલાસો થયો છે કે જય જ વિકાસના કાળા નાણાને સફેદ કરાવતો હતો. તેણે વિકાસના પૈસા હવાલા, પ્રોપર્ટી અને અન્ય વેપારમાં લગાવ્યા છે. તપાસમાં વિકાસની ઘણી ગેરકાયદે સંપત્તિઓ ઉપરાંત જય સાથે તેની લેવડ દેવડ હોવાનું પણ સામે આવ્યું છે. હવે EDએ તેની ડિટેલ માંગી છે.

બ્લેક મનીના રોકાણ વિશે તપાસ કરવામાં આવી રહી છેEDની ટીમ વિકાસ અને તેના પરિવારના સભ્યો અને તેના સહયોગીઓની સંપત્તિ અને બેન્ક ખાતા વિશે તપાસ કરી રહી છે. જય અને અન્ય સંપત્તિ, બેન્ક સાથે જોડાયેલી માહિતી પણ કાનપુર પોલીસ પાસે માંગી છે. EDના સીનિયર અધિકારીએ સ્વીકાર્યું કે, આ માટે તેમની ટીમ કાનપુર ગઈ હતી. જો કેસ કરવા લાયક માહિતી મળશે તો કેસ કરવામાં આવશે.

વિકાસ અને તેના નજીકના લોકોની વિદેશમાં સંપત્તિપોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિકાસ અને તેના નજીકના લોકોએ દુબઈ અને થાઈલેન્ડમાં કરોડો રૂપિયાની પ્રોપર્ટી ખરીદી છે. તાજેતરમાં જ વિકાસે લખનઉમાં મકાન પણ ખરીદ્યુ હતું. તેને છેલ્લા 3-4 વર્ષમાં 10થી વધુ દેશોની યાત્રા કરી હતી. વિકાસના કાનપુરના બ્રહ્મનગર, આર્યનગરના એક અપાર્ટમેન્ટમાં ફ્લેટ અને પનકીમાં એક કોઠી હોવાની માહિતી મળી છે.







ફાઈલ તસવીર