સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં 46 દિવસ બાદ હવે નવો ટ્વિસ્ટ આવ્યો છે. હવે આ કેસમાં ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ)નું નામ પણ જોડાઈ ગયું છે. મુંબઈ તથા પટના પોલીસ બાદ હવે આ ત્રીજી એજન્સી સુશાંતના કેસની તપાસ કરી શકે છે. EDએ સુશાંતના પિતાએ કરેલી FIRની માહિતી માગી છે. સુશાંતના પિતા કે કે સિંહે પોતાની ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે રિયાએ સુશાંતના ખાતામાંથી 15 કરોડ રૂપિયા કાઢ્યા હતા.
ન્યૂઝ એજન્સી PTIના મતે ED તપાસ માટે FIR કૉપીની પૂરી તપાસ કરશે. બિહાર પોલીસને લખેલા પત્રમાં EDએ સુશાંત સિંહ રાજપૂતના તમામ બેંક ખાતાની માહિતી પણ માગી છે.
સ્ટાર્ટ અપ તથા મની ટ્રાન્સફરને કારણે તપાસ પટના પોલીસે સુશાંત સિંહ રાજપૂતના બેંક ખાતાની માહિતી લેવા માટે બાંદ્રાની કોટક મહિન્દ્રા બેંકનો સંપર્ક કર્યો હતો. સુશાંતના પિતાનો આક્ષેપ છે કે સુશાંતના અકાઉન્ટમાંથી 15 કરોડ રૂપિયા ત્રણ અનનોન બેંક અકાઉન્ટ્સમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. કથિત રીતે આ અકાઉન્ટ્સ રિયા, તેના ભાઈ શોવિક તથા તેની માતાના છે. સુશાંત તથા રિયા બંને રિલેશનશિપમાં હતા અને સુશાંતે ત્રણ સ્ટાર્ટ-અપમાં રોકાણ કર્યું હતું.
ED seeks copy of FIR from Bihar police, likely to file money laundering case, Bihar police to probe Sushant's bank account