CTMના ન્યૂ મણિનગરમાં આવેલો વૈકુંઠ ફ્લેટમાં એક જ પરિવારના દસ લોકો પોઝિટિવ આવ્યાં, તંત્રએ ફ્લેટને ક્વોરન્ટીન કર્યો

CTMના ન્યૂ મણિનગરમાં આવેલો વૈકુંઠ ફ્લેટમાં એક જ પરિવારના દસ લોકો પોઝિટિવ આવ્યાં, તંત્રએ ફ્લેટને ક્વોરન્ટીન કર્યો



શહેરમાં કોરોનાના કેસમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે સીટીએમ વિસ્તારમાં વૈકુંઠ ફ્લેટના એક જ પરિવારના દસ લોકોને કોરોના પોઝિટિવ આવ્યો છે. જેને લઇને વડોદરા એક્સપ્રેસ હાઇવે પાસે આવેલા ન્યૂ મણિનગરના વૈકુંઠ ફ્લેટને ક્વોરન્ટીન કરવામાં આવ્યો છે. તંત્રએ આ ફ્લેટને ક્વોરન્ટીન કર્યો છે અને ફ્લેટની બહાર નોટિસ લગાવવામાં આવી છે. જેમાં મુલાકાતીઓને સાવચેત રહેવા માટે જણાવવામાં આવ્યું છે.









તંત્રએ ફ્લેટને ક્વોરન્ટીન કરી નોટિસ લગાવી