Translate to...

COના માથામાં ગોળી મારી;ઘરમાંથી ઘસડીને બહાર લઈ જઈ કુહાડીથી પગ કાપી નાંખ્યો

COના માથામાં ગોળી મારી;ઘરમાંથી ઘસડીને બહાર લઈ જઈ કુહાડીથી પગ કાપી નાંખ્યો




ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના ડિસ્ટ્રીશીટર વિકાસ દુબે અને તેના સાથીઓએ ગુરુવારે રાત્રે 8 પોલીસ કર્મચારીની નિર્દયતાથી હત્યા કરી હતી. પોલીસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે જ્યારે આ અથડામણ ચાલી રહી હતી તે સમયે પોઝિશન લેવા માટે આવેલા CO દેવેન્દ્ર મિશ્રા એક દિવાલ કૂદીને એક ઘરના આંગણામાં ગયા હતા. આ ઘર વિકાસના મામાનું હતું. તે સમયે તેમનો પીછો કરી એક બદમાશ ઘરમાં ઘુસી ગયો અને COના માથા પર ગોળીઓ મારી હતી. તેમના મૃતદેહને તે ઘસડીને બહાર લઈ ગયો હતો અને કુહાડીના ઘા મારી તેમના પગને કાપી નાંખ્યો હતો. આ અસામાજીક તત્વોએ પોલીસ કર્મચારીઓની હત્યા કર્યા બાદ 5 મૃતદેહને એક બીજા ઉપર થપ્પી મારીને રાખ્યા હતા.

બદમાશોએ પોલીસ ટીમને બચવા માટે કોઈ તક આપી ન હતીગુરુવારે રાત્રે ચૌબેપુર પોલીસ સ્ટેશનના બિકરુ ગામમાં CO બિલ્હોર દેવેન્દ્ર મિશ્રાના નૈતૃત્વમાં પોલીસ દળ હિસ્ટ્રીશીટર વિકાસ દુબેના ઘરની તપાસ કરવા માટે ગયા હતા. આ પોલીસ ટીમમાં શિવરાજપુર, ચૌબેપુર અને બિઠુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ હતો. અહીં વિકાસ પહોંચે તે અગાઉ પોલીસને માર્ગમાં અટકાવવા માટે એક JCB રાખવામાં આવ્યુ હતું. પોલીસ આ યોજનાને સમજે તે અગાઉ વિકાસ દુબેના સાથીઓએ પોલીસ ટીમ પર ઘરની છતો પરથી ગોળીબાર શરૂ કરી દીધો હતો. વિકાસ દુબેના સાથીઓ પાસે આધુનિક હથિયારો હતા. તેઓ છત પરથી પોલીસને નિશાન લગાવી પોલીસ પર ગોળીબાર કરતા હતા. જ્યારે પોલીસ દિવાલની આડ લઈ ચોક્કસ અંદાજ લગાવી ગોળીબાર કરી રહી હતી.

મૃતદેહો પર પણ ગોળીઓ છોડીસૂત્રોના જણાવ્યા પ્રમાણે આ અથડામણ અગાઉ શિવરાજપુર SO મહેશ યાદવ અને મંધના ચોકીના ઈન્ચાર્જ અનૂપ સિંહ ગંભીર રીતે ઈજા પામ્યા હતા. બન્ને મદદ માટે દરવાજા ખખડાવી રહ્યા હતા. તે સમયે પાછળથી આવી બદમાશોએ બન્નેના પીઠમાં ગોળીઓ મારી હતી. બાદમાં બન્નેના મૃતદેહોને એક જગ્યા પર ઘસડીને લઈ ગયા હતા. આ બદમાશોએ ક્રુરતાની તમામ હદ પાર કરી દીધી હતી. પોલીસ કર્મચારીઓના મૃતદેહો પર પણ અનેક ફાયરિંગના અનેક રાઉન્ડ છોડ્યા હતા.

બદમાશોએ પોલીસના હથિયારો પણ લૂટી લીધાબદમાશોએ પોલીસની AK-47, રાઈફલ તથા બે પિસ્તોલ પણ લૂટી લીધી હતી. પોલીસ પાસેથી લૂટવામાં આવેલા આ હથિયારોથી તેના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ અહેવાલમાં એવી પણ માહિતી મળી છે કે ચાર પોલીસ કર્મચારીઓના શરીરમાંથી ગોળીઓ આરપાર કરવામાં આવી હતી. મધના ચોકીના ઈન્ચાર્જ અનૂપ સિંહને સાત ગોળી મારવામાં આવી હતી. શિવરાજપુરના SO મહેશ યાદવને પાંચ ગોળી મારવામાં આવી હતી. આ ઉપરાંત જીતેન્દ્ર પાલને 6 ગોળી મારવામાં આવી હતી. જ્યારે બાકી ચાર પોલીસ કર્મચારીને ચાર-ચાર ગોળી મારવામાં આવી હતી.

આ છે સમગ્ર ઘટનાચૌબેપુર વિસ્તારના રાહુલ તિવારીના સાસરા લલ્લન શુક્લાની જમીન પર વિકાસે બળજબરીપૂર્વક કબ્જો કરી લીધો છે. રાહુલે કોર્ટમાં વિકાસ સામે કેસ દાખલ કર્યો. છેલ્લે 1 જુલાઈના રોજ વિકાસના સાથિઓ સાથે મળી રાહુલને માર્ગ પરથી ઉઠાવી લીધો હતો અને બંધક બનાવી દીધો હતો. તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. રાહુલે આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.







કાનપુરના ચૌબેપુર પોલીસ સ્ટેશન બિકરુ ગામમાં હત્યાકાંડ બાદ ઘટના સ્થળેથી પિસ્તોલ મળી હતી