Translate to...

CM વિજય રૂપાણીએ પરિવાર સાથે સોમનાથ મહાદેવ સામે શિશ ઝુકાવી પૂજા-અર્ચના કરી

CM વિજય રૂપાણીએ પરિવાર સાથે સોમનાથ મહાદેવ સામે શિશ ઝુકાવી પૂજા-અર્ચના કરી




CM વિજય રૂપાણીએ આજે વહેલી સવારે તેમના પત્ની અંજલીબેન સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યાં હતા અને પૂજા-અર્ચના કરી હતી. મહાદેવના જળાભિષેક સાથે રૂપાણીએ મહાપૂજા કરી હતી. મુખ્યમંત્રીના આગમનને લઈને સોમનાથ મંદિરમાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

કાલે સોમનાથ મંદિરના સુરક્ષાકર્મીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતોમહત્વનું છે કે ગઈકાલે સોમનાથ મંદિરની સુરક્ષામાં રહેતા લાઈઝનિંગ પોલીસકર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીની મુલાકાત પહેલા જ પોલીસકર્મીનો રિપોર્ટ પોઝિટિવ આવતા દોડધામ મચી ગઈ હતી. જો કે બાદમાં સોમનાથ મંદિરના સુરક્ષાકર્મીઓ તેમજ સોમનાથ ટ્રસ્ટના કર્મીઓની તબીબી ચકાસણી હાથ ધરાઈ હતી.

(જયેશ ગોંધીયા-ઉના)







મહાદેવના જળાભિષેક સાથે રૂપાણીએ મહાપૂજા કરી