રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે 5 મહિના બાદ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રાજકોટની સમીક્ષા કરવા જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા છે. કલેક્ટર કચેરીમાં કોરોનાની મહામારીને કલેક્ટર, કમિશનર, કે.કૈલાશનાથન, અનિલ મુકિમ, જયંતિ રવિ, સાંસદ રમેશ ધડુક સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી છે. મહત્વનું છે કે CM રૂપાણીના આગમન પહેલા જ આજે રાજકોટમાં કોરનાથી 9 લોકોના મોત નિપજ્યા છે. બીજી તરફ જિલ્લા કલેક્ટર કચેરીમાંથી એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે.
જિલ્લા કલેક્ટર કચેરીમાંથી એકની અટકાયત રાજકોટ કલેક્ટર કચેરીમાંથી એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તે મુખ્યમંત્રીને રજૂઆત કરવા આવ્યો હોવાનું સામે આવ્યું હતું અને તે પોલીસ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. હાલ તો આ વ્યક્તિને ક્રાઈમ બ્રાન્ચ લઈ જવામાં આવ્યો છે.
રાજકોટમાં 1032 અને જિલ્લામાં 1627 કેસ નોંધાયા રાજકોટમાં દરરોજ 40થી 50 કેસ આવતા કુલ આંક હવે 1032 થયો છે. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં પણ કેસ 595 થયા છે અને તે વિસ્તારોમાં પણ મૃતાંક વધી રહ્યો છે પણ હજુ જાહેર કરવામાં આવ્યો નથી. ટેસ્ટની સંખ્યા હવે 250ને બદલે 400 કરવામાંઆવી છે. તેમજ શહેરમાં હોમ આઈસોલેશનમાં પણ 153 લોકો છે. હોસ્પિટલમાં સારવારની સંખ્યા 493 છે તેથી એક્ટિવ દર્દી 550 કરતા પણ વધી ગયા છે. આમ રાજકોટ જિલ્લામાં કુલ 1627 કેસ પોઝિટિવ નોંધાયા છે.
CM રૂપાણી અને નીતિન પટેલ રાજકોટમાં