CMના બન્ને દીકરા અને પત્નીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો; શિવરાજે ટ્વિટ કર્યુ- હું ઠીક છું, કોરોના યોદ્ધાઓને પ્રણામ

CMના બન્ને દીકરા અને પત્નીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો; શિવરાજે ટ્વિટ કર્યુ- હું ઠીક છું, કોરોના યોદ્ધાઓને પ્રણામ



મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ટ્વિટ કરીને જણાવ્યું કે, બન્ને દીકરા અને પત્નીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ સાથે જ શિવરાજે કહ્યું કે, મિત્રો હું ઠીક છું. નિસ્વાર્થ ભાવે પોતાના જીવ જોખમમાં મુકીને પીડિતોની સેવા કરનારા રાજ્યના તમામ કોરોના યોદ્ધાઓને પ્રણામ કરું છું. મુખ્યમંત્રીનો કોરોના રિપોર્ટ શનિવારે પોઝિટિવ આવ્યો હતો, ત્યારપછી તેમને ભોપાલની ચિરાયુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

दोस्तों, मैं ठीक हूँ, #CoronaWarriors का समर्पण अभिनंदनीय है। निस्वार्थ भाव से अपनी जान जोखिम में डालकर #COVID19 पीड़ितों की सेवा करने वाले प्रदेश के सभी कोरोना योद्धाओं को मैं प्रणाम करता हूँ।

— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) July 26, 2020

દીકરા કાર્તિકેયે પિતાના સાજા થવાની પ્રાર્થના કરી શિવરાજના દીકરા કાર્તિકેય ચૌહાણે ટ્વિટ કરીને માતા સાધના ચૌહાણ અને ભાઈ કૃણાલનો રિપોર્ટ નેગેટિવ આવ્યાની માહિતી આપી હતી. આ સાથે જ તેમણે ભગવાન મહાકાલ અને ભગવાન વેંકટેશને પિતા શિવરાજના ઝડપથી સાજા થવાની કામના કરી હતી.

बाबा महाकाल और भगवान वेंकटेश से पिताजी के शीघ्र स्वस्थ होने की प्रार्थना करता हूँ। मेरी, अम्मा और भाई कुणाल की पहली कोरोना टेस्ट रिपोर्ट निगेटिव आई है किंतु सुरक्षा की दृष्टि हमने ख़ुद को 14 दिनों के लिए होम क्वॉरंटीन किया है।(1/1)

— Kartikey Singh Chauhan (@ks_chauhan23) July 25, 2020

સીએમના તમામ રિપોર્ટ નોર્મલ ચિરાયુ હોસ્પિટલે શનિવારે મોડી રાતે શિવરાજનું હેલ્થ બુલેટિન જાહેર કર્યું. તેમાં તેમનો તપાસ રિપોર્ટ નોર્મલ આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે મુખ્યમંત્રી હોસ્પિટલથી જ કામ કરતા રહેશે. જો કે, આ દરમિયાન ડોક્ટર 24 કલાક તેમની પર નજર રાખશે.

મુખ્યમંત્રીના સંપર્કમાં આવેલા અધિકારી નેતા ટેસ્ટ કરાવી રહ્યા છે મુખ્યમંત્રીના કોરોના સંક્રમિત મળી આવ્યા પછી તાજેતરના દિવસોમાં તેમના સંપર્કમાં આવનારા મંત્રી, અધિકારી અને અન્ય લોકો તેમનો કોરોના ટેસ્ટ કરાવી રહ્યા છે. જેમાંથી મોટાભાગના નેતાઓ સેલ્ફ ક્વોરન્ટિન થઈ ગયા છે. બે દિવસ પહેલા શિવરાજ સરકારના કેબિનેટ મંત્રી અરવિંદ ભદૌરિયાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તે પણ ચિરાયું હોસ્પિટલમાં દાખલ છે. શિવરાજ 20 અને 24 જુલાઈ સુધી સામાન્ય લોકો, નેતાઓ અને અધિકારીઓના સંપર્કમાં રહ્યા હતા. આ દરમિયાન તેમણે કેબિનેટની બેઠકોથી માંડી કોરોનાની સમીક્ષા પણ કરતા રહ્યા હતા.







Shivraj Singh Chouhan Coronavirus Update | Madhya Pradesh CM Shivraj Singh Chouhan Wife Sadhana Chauhan And Son Karthikeya Chauhan Corona Report Test