Translate to...

CMએ રામલલાના દર્શન કર્યા, કહ્યું- મંદિરના ભૂમિ પૂજન નિમિતે 4-5 ઓગસ્ટના રોજ દીપોત્સવ ઉજવવામાં આવશે

CMએ રામલલાના દર્શન કર્યા, કહ્યું- મંદિરના ભૂમિ પૂજન નિમિતે 4-5 ઓગસ્ટના રોજ દીપોત્સવ ઉજવવામાં આવશે
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર નિર્માણની શરૂઆત થવા જઈ રહી છે. 5 ઓગસ્ટના રોજ અહીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રામ મંદિર નિર્માણ માટે શિલાન્યાસ અને ભૂમિ પૂજન કરશે. શનિવારે કાર્યક્રમની તૈયારીની સમીક્ષા કરવા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કારસેવક પુરમ પહોંચ્યા હતા.

તેમણે કહ્યું કે અમે સૌ શુભ કાર્યક્રમ માટે એક સાથે આવશું. 4 અને 5 ઓગસ્ટની રાત્રે સૌના ઘરો અને મંદિરોમાં દીપોત્સવ ઉજવવામાં આવશે. દિવાળી અયોધ્યા સાથે જોડાયેલી છે અને અયોધ્યા વગર કલ્પના કરી શકાય તેમ નથી. યોગીએ કહ્યું કે પ્રધાનમંત્રી અયોધ્યા આવી રહ્યા છે. અમે અયોધ્યાને વિશ્વનું ગૌરવ બનાવશું. સ્વચ્છતા પહેલી શરત હોવી જોઈએ. દરમિયાન યોગીએ સંતો તથા ટ્રસ્ટના સભ્યો સાથે બેઠક પણ યોજી હતી. યોગીએ રામલલાના દર્શન કર્યા અને પૂજન કર્યું મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સીધા જ શ્રીરામ જન્મભૂમિ પરિસર પહોંચ્યા હતા અને તેમણે રામલલાના દર્શન-પૂજન કર્યું હતું. મંદિર પરિસરમાં અગાઉથી જ ટ્રસ્ટના સભ્ય ઉપસ્થિત હતા. CMએ રામ જન્મભૂમિ કાર્યશાળામાં કોતરણી કરવામાં આવતા પથ્થરોની સફાઈ કામગીરીની સમીક્ષા કરી હતી. ત્યારબાદ તેઓ કારસેવક પુરમ પહોંચ્યા. તેમણે શ્રીરામ જન્મભૂમિમાં ભગવાન શ્રીરામના ભાઈઓને નવા આસન પર બિરાજમાન કરાવ્યા.

રામલલાના દર્શન કરવા માટે શ્રીરામ જન્મભૂમિ પરિસર પહોંચ્યા CM યોગી

500 વર્ષ બાદ આ શુભ મુર્હૂત આવ્યુ, વિશ્વ આ કાર્યક્રમ જોશે બેઠકમાં યોગીએ કહ્યું કે અહીં અયોધ્યા માટે પોતાની જાતને સાબિત કરવાની એક તક છે. આજે સમગ્ર વિશ્વ અયોધ્યા તરફ જોઈ રહ્યુ છે. અમે અનુશાસનમાં રહીને વિશ્વ સમક્ષ ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે. અયોધ્યાને દેશ અને વિદેશમાં ગૌરવ અપાવશું.

અયોધ્યા પહોંચ્યા CM યોગી

તમામ ધર્મો સાથે જોડાયેલા લોકોને બોલાવવા માટે વિચારણા ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે મુખ્યમંત્રીને મંદિર પરિસરમાં યોજાનાર નિર્માણ કાર્યોની જાણકારી આપી છે. રાયે યોગી તથા સંતોને કહ્યું છે કે શિલાન્યાસ કાર્યક્રમમાં અયોધ્યા અને અયોધ્યાની બહાર આધ્યાત્મિક જૈન, બૌદ્ધ તમામ ધર્મોના લોકોને બોલાવવા માટે વિચાર કરવામાં આવી રહી છે. આ એક વ્યાપક કાર્યક્રમ છે. યોગી અયોધ્યામાં ત્રણ કલાક રહ્યા હતા. સાધુ-સંતો સાથે મુલાકાત કર્યા બાદ તેઓ અધિકારીઓ સાથે બેઠક કરી લખનઉ જવા રવાના થયા હતા.યોગીએ રામલલાના દર્શન બાદ કહ્યું કે અયોધ્યાને દેશ અને વિશ્વમાં ગૌરવ પ્રાપ્ત થશે