Translate to...

CISFના જવાને વિમાનને પડતું જોઈ કંટ્રોલ રૂમમાં જાણ કરી, તરત જ રેસ્ક્યુ શરુ થવાના કારણે અનેક લોકોના જીવ બચી ગયા

CISFના જવાને વિમાનને પડતું જોઈ કંટ્રોલ રૂમમાં જાણ કરી, તરત જ રેસ્ક્યુ શરુ થવાના કારણે અનેક લોકોના જીવ બચી ગયા



કેરળના કોઝીકોડમાં શુક્રવાર સાંજે થયેલ વિમાન દુર્ઘટનામાં કુલ મૃત્યુઆંક 21 થયો છે. CISFના જવાન અજીત સિંહે દુર્ઘટનાને નજરે જોયેલી પરિસ્થિતિ બાબતે જણાવ્યું હતું. તેમની વાતો પરથી જાણવા મળ્યું કે તરત જ રેસ્ક્યુ શરુ કરવાના કારણે અનેક લોકોનો જીવ બચાવી શકાયા હતા.

અજીત સિંહે વધુમાં જણાવ્યું કે, ' સાંજે લગભગ 7:30 વાગે ડ્યુટી દરમિયાન હું મારા એક મિત્ર સાથે વાત કરી રહ્યો હતો. તે દરમિયાન મેં જોયું કે એર ઇન્ડિયાનું એક પ્લેન લેન્ડિંગ વખતે ફસડાઇને ઉંડી ખાઇમાં પડ્યું હતું. આ દુર્ઘટનાને જોતા જ મેં તરત જ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી.

'મેં કંટ્રોલ રૂમમાં જાણ કરી અને તરત જ ઓથોરિટી, ફાયરની ટીમ સહિતના સભ્યો રેસ્ક્યુ માટે પહોંચી ગયા હતા. અમે ગેટ-નં. 8ને તરત જ ખોલ્યો, 25-30 વોલિયન્ટરો અંદર આવ્યા, એક જેસીબી અંદર આવ્યું, અને કાટમાળમાં દબાયેલા મુસાફરોને બહાર કાઢીને બચાવકાર્ય શરુ કરવામાં આવ્યું હતું. CISFના જવાન અંદરથી રેસ્ક્યુ કરી રહ્યા હતા. એટલામાં જ ગેટ- નં. 8થી એમ્બ્યુલન્સ આવી અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.







નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપ સિંહ પુરીએ પરિસ્થિતિનો તાગ મેળવવા કોઝિકોડમાં અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી.