Translate to...

CBSEના આધારે જ માર્ક્સની ફોર્મ્યૂલા, ICSEએ પણ રદ પરીક્ષાઓના મૂલ્યાંકનની યોજના જાહેર કરી 

CBSEના આધારે જ માર્ક્સની ફોર્મ્યૂલા, ICSEએ પણ રદ પરીક્ષાઓના મૂલ્યાંકનની યોજના જાહેર કરી 



કાઉન્સિલ ફોર ધી ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેશન એક્ઝામિનેશન (CISCE)એ ધોરણ 10-12 અને ISCની 12માની રદ થયેલી પરીક્ષાઓ માટે મૂલ્યાંકન યોજનાની જાહેરાત કરી દીધી છે. જે વિષયોની પરીક્ષા કોરોના મહામારીને લીધે યોજાઇ શકી નથી તેના માર્ક્સ વિદ્યાર્થીઓના એ ત્રણ વિષયોના માર્ક્સના આધારે નક્કી થશે જેમાં તેમણે સૌથી સારા માર્ક્સ મેળવ્યા હશે. તેની સાથે જ તેમનું આંતરિક મૂલ્યાંકન અને પ્રોજેક્ટ વર્કને પણ ધ્યાનમાં રાખી મૂલ્યાંકન કરાશે.

વિદ્યાર્થીઓ સીઆઈએસસીઈ માર્કિંગ સ્કીમ 2020ને કાઉન્સિલની વેબસાઇટ – cisce.org પર ચેક કરી શકે છે. તમને જણાવી દઈએ કે આ પરીક્ષાઓ 1થી 14 જુલાઈ વચ્ચે યોજાવાની હતી પણ કોરોના સંકટને લીધે રદ કરવી પડી હતી.

મૂલ્યાંકન આ આધાર પર થશે

બોર્ડની પરીક્ષાના સૌથી વધુ માર્ક્સવાળા 3 વિષયના સરેરાશ માર્ક્સ. વિષયનું આંતરિક મૂલ્યાંકન(ધો.10), પ્રોજેક્ટ અને પ્રેક્ટિકલ વર્ક. વિષયનું આંતરિક મૂલ્યાંકન(આઈસીએસઈ માટે) ના ટકાવારીના આધારે કાં વિષયના પ્રોજેક્ટમાં મળેલા માર્ક્સની ટકાવારીના આધારે(આઈએસસી) થશે.





Marks' formula based on CBSE, ICSE also announces plan to evaluate canceled exams