બિહાર પોલીસની વિનંતી પર CBIએ ગુરુવારે 6 આરોપીઓ વિરુદ્ધ કેસ ફાઈલ કર્યો છે અને આ કેસની તપાસ પોતાને હસ્તક લઇ લીધી છે. CBIએ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સહિત કુલ 6 લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. તેમાં રિયાના પિતા ઇન્દ્રજીત, માતા સંધ્યા, ભાઈ શોવિક, સેમુઅલ મિરાંડા અને શ્રુતિ મોદી સામેલ છે. એક અજાણ્યા વિરુદ્ધ પણ કેસ કરવામાં આવ્યો છે. આ દરેક આરોપી સુશાંત સાથે જોડાયેલા હતા અને બધાનું એકબીજા સાથે કનેક્શન પણ છે.
રિયાનો પરિવાર બિઝનેસ પાર્ટનર હતો EDએ રિયાને શુક્રવારે હાજર રહેવા માટે સમન મોકલ્યું છે. જેમાં તેની પાસે સુશાંત અને તેના ભાઈ શોવિક સાથે બે કંપનીઓની નાણાકીય વિગતો માગવામાં આવી છે. તેમાં વિવિડ્રેઝ રિયલીએક્સની ડિરેક્ટર રિયા ચક્રવર્તી છે અને ફ્રન્ટ ઇન્ડિયા ફોર વર્લ્ડમાં રિયાના ભાઈ શોવિકને ડિરેક્ટર બનાવ્યો હતો. આ બંને કંપનીઓ રિયાના પિતાના સરનામાં પર રજિસ્ટર્ડ હતી. વિવિડ્રેઝની સ્થાપના 2019માં અને ફ્રન્ટ ઇન્ડિયા 2020માં રજિસ્ટર્ડ કરવામાં આવી હતી. આ કંપનીઓમાં સુશાંતની કમાણીનો ઘણો મોટો ભાગ ઇન્વેસ્ટ કરવામાં આવ્યો હતો.
Apart From Rhea Chakraborty's Family Know More About Shruti Modi And Semual Miranda Connection With Sushant Singh Rajput Suicide Case