Translate to...

BSEના કુલ માર્કેટ કેપના 9% એકલા રિલાયન્સ પાસે, બજારમાં 33%થી વધુ કેપિટલ ટોપ-10 કંપનીઓનું

BSEના કુલ માર્કેટ કેપના 9% એકલા રિલાયન્સ પાસે, બજારમાં 33%થી વધુ કેપિટલ ટોપ-10 કંપનીઓનું




કોરોનાને કારણે વિશ્વભરના શેરબજારો ફેબ્રુઆરીથી જ ઘટવા લાગ્યા હતા, પરંતુ માર્ચમાં, જ્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કોરોનાને મહામારી જાહેર કરી ત્યારે બજારોમાં એક મોટી કટોકટી ઉભી થઇ હતી. તેની અસર ભારતને પણ થઈ હતી. બોમ્બે સ્ટોક એક્સચેંજ (BSE) 12 માર્ચે તૂટી પડ્યું હતું. BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓનું કુલ માર્કેટ કેપ 10 લાખ 89 હજાર કરોડથી ઘટીને રૂ. 126 લાખ કરોડ થઇ ગયું હતું.

લગભગ પાંચ મહિના પછી, 31 જુલાઈએ માર્કેટ બંધ થયું ત્યારે તેનું માર્કેટ કેપ રૂ. 147 લાખ કરોડ કરતા વધારે હતું. એકલા રિલાયન્સ પાસે કુલ માર્કેટ કેપના 9% હિસ્સો છે.

12 માર્ચે BSEમાં લગભગ 3 વર્ષનો સૌથી મોટો ઘટાડો થયો BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ માર્કેટ કેપ 11 માર્ચ સુધીમાં રૂ. 137 લાખ કરોડ હતી. 12 માર્ચે તે લગભગ 11 લાખ કરોડ ઘટીને રૂ. 126 લાખ કરોડ થઈ હતી. છેલ્લા 33 મહિનામાં બજારમાં આ સૌથી મોટો ઘટાડો હતો. અગાઉ, 30 જૂન 2017ના રોજ, બજારની કુલ માર્કેટ કેપ રૂ. 125 લાખ કરોડ હતી.

અત્યાર સુધીમાં બજાર મોટા પ્રમાણમાં રિકવર થયું છે, પરંતુ આંચકાજનક બાબત એ છે કે 31 જુલાઈના રોજ બજાર બંધ થયું ત્યારે તેના કુલ માર્કેટ કેપના 35% હાઈ કેપ વાળી ટોપ-10 કંપનીઓ પાસે છે. એકલા રિલાયન્સ પાસે કુલ માર્કેટ કેપનો 9% હિસ્સો છે.

12 માર્ચે ટોપ ઇન્ડેક્સ કંપનીઓ આજે પણ ટોપ-10 લિસ્ટમાં હાલમાં ટોપ-10માં આવતી કંપનીઓનું માર્કેટ કેપ માર્ચમાં સૌથી વધુ ઘટ્યું હતું. રિલાયન્સની માર્કેટ કેપ ઘટીને રૂ. 2.60 લાખ કરોડ, TCSની માર્કેટ કેપ ઘટીને રૂ. 1.50 લાખ કરોડ, HDFC બેંકની 1. 24 લાખ કરોડ, ઇન્ફોસીસ અને ITCની માર્કેટ કેપ રૂ. 50 હજારથી 88,800 કરોડ ઘટી હતી. આજે જ્યારે BSE રિકવર મોડમાં છે, ત્યારે આ કંપનીઓ ટોચની 10 મોટી માર્કેટ કેપ કંપનીઓ છે.







Reliance alone has 9% of the total market cap of the BSE, with more than 33% of the capital being in the top-10 companies.