Translate to...

BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું- એશિયા કપ રદ્દ કરવામાં આવ્યો છે, જો T-20 વર્લ્ડ કપ ન થાય તો IPL કરાવવા તમામ પ્રયાસ કરીશું

BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું- એશિયા કપ રદ્દ કરવામાં આવ્યો છે, જો T-20 વર્લ્ડ કપ ન થાય તો IPL કરાવવા તમામ પ્રયાસ કરીશું



BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ બુધવારે કહ્યું હતું કે, "2020નો એશિયા કપ રદ્દ કરવામાં આવ્યો છે." એશિયન ક્રિકેટ કાઉન્સિલની 9 જુલાઈએ બેઠક છે, તે પહેલા જ ગાંગુલીએ ઇન્સ્ટાગ્રામ ચેટ પર વિક્રાંત ગુપ્તા સાથે વાતચીત દરમિયાન આ જાહેરાત કરી હતી.એશિયા કપ આ વર્ષે સપ્ટેમ્બરમાં યુનાઇટેડ એરેબ એમીરેટ્સ (UAE)માં થવાનો હતો.

ગાંગુલીએ કહ્યું કે, એ કહેવું અઘરું છે કે ભારતની પ્રથમ ઇન્ટરનેશનલ સીરિઝ કઈ હશે. અમે તૈયારીઓ કરી છે પરંતુ અમને સરકારના નિયમ વિશે ખબર ન પડે, ત્યાં સુધી અમે વધુ કઈ કરી શકીએ તેમ નથી. અમને કોઈ ઉતાવળ પણ નથી કારણકે પ્લેયર્સનું સ્વાસ્થ્ય અમારી પ્રાથમિકતા છે. અમે દર મહિને બધું મોનિટર કરી રહ્યા છીએ.

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) વિશે વાત કરતા ગાંગુલીએ કહ્યું કે, ICC T-20 વર્લ્ડ કપ અંગે નિર્ણય લઈ લે પછી જ અમે IPLના આયોજન માટે સ્ટાન્સ લઈ શકીશું. જો T-20 વર્લ્ડ કપ રદ્દ થાય તો અમે IPL કરાવવા તમામ પ્રયાસ કરીશું. ભારતમાં જ ટૂર્નામેન્ટ હોસ્ટ કરવાના પ્રયાસ રહેશે.

T-20 વર્લ્ડ કપ જલ્દી રદ્દ થઈ થશેગાંગુલીએ કહ્યું કે, મને લાગે છે કે T-20 વર્લ્ડ કપ જલ્દી રદ્દ થઈ શકે છે. કારણકે બધા દેશો ICCને આ અંગે પૂછી રહ્યા છે અને દિશા બતાવવાનું કહી રહ્યા છે. મને લાગે છે કે મિડ-જુલાઈ સુધીમાં ICC વર્લ્ડ કપ વિશે જાહેરાત કરશે. 16 દેશોને એકસાથે હોસ્ટ કરવા અઘરા છે, તેથી મને લાગે છે રદ્દ થઈ જશે.







BCCI president Sourav Ganguly says Asia Cup has been canceled, every effort will be made to hold IPL if T-20 World Cup does not take place