Translate to...

BCCI અધિકારીએ કહ્યું- અમને ફાયદો થશે, ત્યારે જ વીવો સાથે કરાર તોડવા અંગે વિચાર કરીશું, IPL માટે થનાર બેઠકમાં નિર્ણય લેવાશે

BCCI અધિકારીએ કહ્યું- અમને ફાયદો થશે, ત્યારે જ વીવો સાથે કરાર તોડવા અંગે વિચાર કરીશું, IPL માટે થનાર બેઠકમાં નિર્ણય લેવાશે
બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI) ચીની કંપની વીવો સાથેનો નફાકારક કરાર તોડવાના મૂડમાં નથી. બોર્ડના અધિકારીએ કહ્યું કે અમને ફાયદો થશે, તો જ અમે કરાર સમાપ્ત કરવા અંગે વિચારણા કરીશું અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. અત્યારે, બેઠકની તારીખ નિશ્ચિત નથી. મોબાઇલ કંપની વીવો IPLની ટાઇટલ સ્પોન્સર છે, જે દર વર્ષે કોન્ટ્રેક્ટ રૂપે બોર્ડને 440 કરોડ ચૂકવે છે. કંપની સાથે IPLનો 5 વર્ષનો કરાર 2022માં સમાપ્ત થશે.

BCCIએ કોરોનાવાયરસને કારણે આ વર્ષે 29 માર્ચથી યોજાનારી IPLપહેલા જ સ્થગિત કરી દીધી છે. બોર્ડના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ટૂર્નામેન્ટ અંગે IPL ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. તે જ સમયે, વીવો સાથેના કરારને લઈને સમીક્ષા કરવામાં આવશે. જો કે, આ બેઠક ક્યારે થશે તે અંગે હજી નિર્ણય લેવામાં આવ્યો નથી.

T20વર્લ્ડકપઅનેએશિયાકપપરસસ્પેન્સ,IPLકેવીરીતેથશે?બેઠકમાં સામેલ થનાર વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આ વર્ષે T-20 વર્લ્ડ કપ અને એશિયા કપ થશે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી. આવી સ્થિતિમાં IPL પર બેઠક કેવી રીતે યોજાય? હા, અમારે સ્પોન્સરશિપનો રિવ્યૂ કરવાનો છે, પરંતુ હજી સુધી કરારને તોડવા અથવા મુલતવી કરવાનોકોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી." તાજેતરમાં ભારત સરકારે ચીન સાથેના વિવાદ બાદ સુરક્ષાને કારણે ટિક ટોક, યુસી બ્રાઉઝર સહિત 59 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે

નિયમોઅનુસારકરારનક્કીકરવામાંઆવશેઅધિકારીએ કહ્યું, "અમે કહીએ છીએ કે સ્પોન્સરશિપનો રિવ્યૂ કરવાનો બાકી છે. રિવ્યૂનો અર્થ એ છે કે તમામ નિયમો અનુસાર કરાર નક્કી કરવામાં આવશે. જો કરાર તોડવાનો નિર્ણય વીવોની તરફેણમાં રહેશે, તો પછી અમે દર વર્ષે 440 કરોડ રૂપિયાનો કરાર સમાપ્ત કરવાનું કેમ નક્કી કરીશું. જ્યારે તે બધું અમારા પક્ષમાં હોય ત્યારે જ અમે કરારને તોડવાનો નિર્ણય કરીશું."

બોર્ડેપણરિવ્યૂકરવાનીવાતકરીશુક્રવારે બોર્ડે ટ્વીટ કર્યું છે કે ચીની સેના સાથે લદાખમાં થયેલી હિંસક અથડામણમાં આપણા જવાનો શહીદ થયા છે. તેને ધ્યાનમાં રાખીને IPLની ગવર્નિંગ કાઉન્સિલે લીગની સ્પોન્સરશિપ ડીલના રિવ્યૂ માટે આવતા અઠવાડિયે એક બેઠક બોલાવી છે.

Taking note of the border skirmish that resulted in the martyrdom of our brave jawans, the IPL Governing Council has convened a meeting next week to review IPL’s various sponsorship deals