Translate to...

BCCIએ ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી, નાઈકીની 370 કરોડ રૂપિયામાં 4 વર્ષની ડીલ સપ્ટેમ્બરમાં સમાપ્ત થઈ રહી છે

BCCIએ ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી, નાઈકીની 370 કરોડ રૂપિયામાં 4 વર્ષની ડીલ સપ્ટેમ્બરમાં સમાપ્ત થઈ રહી છે
બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઈન્ડિયા (BCCI) એ ટીમ ઈન્ડિયાના કિટ સ્પોન્સરની શોધ શરૂ કરી છે. બોર્ડે સોમવારે નવા કિટ સ્પોન્સર અને ઓફિશિયલ મર્ચેન્ડાઇઝિંગ પાર્ટનર નક્કી કરવા ટેન્ડર પ્રોસેસ શરૂ કરી છે. ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન જર્સી સ્પોન્સર નાઈકીનો કરાર આવતા મહિને સમાપ્ત થઈ રહ્યો છે.

કંપનીએ બોર્ડ સાથે 370 કરોડમાં 4 વર્ષનો સોદો કર્યો હતો. તેમાં મેચ દીઠ 85 લાખ ફી અને 30 કરોડની રોયલ્ટી સામેલ છે. સોદા પ્રમાણે નાઈકી ભારતીય ટીમને શૂઝ, જર્સી અને અન્ય વસ્તુઓ મફતમાં આપે છે. બોર્ડે પ્રથમ વખત કંપની સાથે 2006માં ડીલ કરી હતી.

ટેન્ડર પ્રક્રિયામાં જોડાવા માટે 1 લાખ રૂપિયાની ફી ચૂકવવાની રહેશે

BCCIએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ઇન્વિટેશન ટૂ ટેન્ડર (ITT) હેઠળ વિજેતા બોલી લગાવનારને કીટ સ્પોન્સર અને ઓફિશિયલ મર્ચેન્ડાઇઝિંગ પાર્ટનર બનવાનો અધિકાર મળશે.ITTની અંદર ટેન્ડરની પાત્રતા, શરતો અને શરતો વિશેની માહિતી આપવામાં આવી છે. 1 લાખ રૂપિયા ફી આપીને 26 ઓગસ્ટ સુધી ખરીદી શકાય છે.

બિડિંગ પ્રક્રિયાને બદલવાનો બોર્ડને અધિકાર

બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ તબક્કે કોઈ પણ કારણ વિના બિડિંગ પ્રક્રિયાને રદ અથવા સંશોધિત કરવાનો તેની પાસે અધિકાર છે.ખરીદદાર ફક્ત ITT ખરીદીને બોલી લગાવી શકે તેમ નથી, પરંતુ બોલી લગાવવા માટે તે વ્યક્તિ અથવા કંપનીના નામે જ ITT લેવી પડશે કે જેને સ્પોન્સરશીપ ડીલ જીતવા માટે બોલી લગાવી છે.

આંતરરાષ્ટ્રીય શ્રેણી રદ થવાને કારણે નુકસાન થયું

બોર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર, નાઈકી આ ડીલને રિન્યૂ કરવા માગતું હતું કારણકે તેને લોકડાઉનના લીધે ઘણું નુકસાન થયું હતું.કોરોનાના કારણે માર્ચમાં ભારત-દક્ષિણ આફ્રિકાની સીરિઝ રદ્દ થઈ હતી. તે સિવાય ભારતનો શ્રીલંકા અને ઝિમ્બાબ્વે પ્રવાસ પણ કેન્સલ કરાયો હતો.નુકસાનના લીધે કંપની ડીલ માટે બોર્ડ પાસેથી છૂટ માગતી હતી, પરંતુ BCCI સાથે તેની વાતચીત નિષ્ફળ ગઈ હતી.

કોરોનાના કારણે માર્ચમાં ભારત-દક્ષિણ આફ્રિકાની સીરિઝ રદ્દ થઈ હતી. તે સિવાય ભારતનો શ્રીલંકા અને ઝિમ્બાબ્વે પ્રવાસ પણ કેન્સલ કરાયો હતો. આનાથી નાઈકીને ભારે નુકસાન થયું છે. -ફાઇલ ફોટો