શહેર હાલ મહામારી કોરોનાનો સામે જંગ લડી રહ્યું છે, જેને પગલે કોવિડ 19 પર કાબૂ મેળવવા AMC દ્વારા દરરોજ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી રહ્યા છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આજે ‘કોરોના ઘર સેવા સંજીવની વાન’ સેવા કરવાનો નિર્ણય કર્યો છે. આ વાન હોમ આઇસોલેશનમા રહેતા દર્દીઓને સેવાપુરી પાડશે. આ અભિયાન ચલાવવા માટે નર્સિંગ અને પેરા મેડિકલની 75 ટીમ બનાવામાં આવશે. જેમાં ટીમ દીઠ 2 તાલીમ લીધેલી વ્યક્તિ રહેશે. જ્યારે 10ટીમ વચ્ચે એક ડોક્ટરની ફાળવણી પણ કરવામાં આવશે. ‘કોરોના ઘર સેવા સંજીવની વાન’ માટે 150 પેરા મેડિકલ સ્ટાફ અને 10 ડોક્ટરની ફાળવણીકરવામાં આવી છે. પ્રત્યેક ટીમ 10 દર્દીની આરોગ્ય તપાસણી કરશે.
ફાઇલ તસવીર